ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

શુક્રવાર, 7 ઑક્ટોબર, 2022

રાજ ગઢવી ને જન્મ દિવસ ની અનંતગણી શુભેચ્છાઓ

મહુવા તાલુકા ભારતીય જનતા પાર્ટી ના ઉપ પ્રમુખ શ્રી હમીરભાઇ ગઢવી ના લાડકવાયા સુપુત્ર રાજ ગઢવી નો આજ રોજ જન્મ દિવસ હોય ત્યારે રાજ ને જન્મ દિવસ ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ
💐💐💐

માં જગદંબા મોગલ અને માં સોનલના આશિર્વાદ કાયમ રાજ પર વરસતા રહે તેવી પ્રાર્થના

શુભેચ્છક :- ચારણત્વ બ્લોગ

ગુરુવાર, 6 ઑક્ટોબર, 2022

પરમ પૂજ્ય આઈશ્રી સોનલમાં મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ :- વેસ્ટ મુંબઈ

પરમ પૂજ્ય આઈશ્રી સોનલમાં મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

આજથી વર્ષો પહેલા પરમ પૂજ્ય આઈશ્રી સોનલમાં ના દિવ્ય ચરણ જે મુંબઈની ધરતી પર થયા હતા એજ જગ્યા (જય સોનલ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી) ખાતે આઈશ્રી સોનલ માં નું નવ નિર્મિત મંદિર બનેલ છે
મંદિર માં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજીને મૂર્તિ નું સ્થાપન કરવામાં 
આવેલ છે.

મંદિર સ્થળ :- 
જય સોનલ બિલ્ડીંગ, સોનલ કોઓપરેટિવ સોસાયટી, ભુરાભાઇ હોલની પાછળ, સરોજિનિ નાયડુ રોડ. કાંદિવલી વેસ્ટ મુંબઈ


મુર્તિ અભિષેક


ચારણી પરંપરા અને આપણા પોશાકમાં ભેળીયો ઓઢીને બહેનો.


કળશ યાત્રા 


સોમવાર, 3 ઑક્ટોબર, 2022

આદિપુર ચારણ કન્યા છાત્રાલય


જીલુદાન જબરસંગ વરસડા શિહોર (ગાંધીનગર)

 આજરોજ તા ૨/૧૦/૨૦૨૨ અને માતા જગદંબાના સાતમા નોરતે શ્રી એલેક્સ ભાઈ (યુ.એસ.એ) દ્વારા તેમના દાદા સ્વ જીલુદાન જબરસંગ વરસડા ની સ્નેહ યાદ માં ગઢવી સમાજ કન્યા છાત્રાલય આદિપુર ની દિકરીઓને બંને સમયનું મિષ્ટાન્ન ભોજન કરાવવામાં આવેલ હતું.આ માટે શ્રી એલેક્સ ભાઈ એ રુ.૨૧૦૦૦/અંકે રૂપિયા એકવીસ હજાર પૂરા જેટલી માતબર રકમ સંસ્થા ના બેંક એકાઉન્ટ માં નેટ બેન્કિંગ દ્વારા જમા કરાવેલ છે.અને જરૂર પડે વધુ ઉપયોગી થવાની ભાવના વ્યક્ત કરી છે.કન્યા કેળવણી નો વ્યાપ વધારવા માટે ની આ સંસ્થા ની મુહીમ માં સાથ આપવા બદલ સંચાલક મંડળ એલેક્સ ભાઈ નો ખૂબ ખૂબ આભાર માને છે. 

 જબરદાન રત્નુ. સંચાલક મંડળ, ગઢવી સમાજ કન્યા છાત્રાલય, આદિપુર 

રવિવાર, 2 ઑક્ટોબર, 2022

આસો સુદ સાતમ એટલે નાગબાઈ માં જન્મ જ્યંતી અને કરણી માં જન્મ જ્યંતી


આજે આસો સુદ - ૭ એટલે આઇશ્રી કરણીમાં પ્રાગટ્ય દિવસ, અને નાગબાઈ માં (મોણીયા) ની જન્મ જયંતિ

આઈ શ્રી નાગબાઈ માં

નામ :- નાગબાઈ
પિતાનું નામ :- હરજોગબાપુ માદા
જન્મ :- આસો સુદ - ૭ વિક્રમ સંવત ૧૪૩૯
જન્મ સ્થળ :- ધણફુલીયા તા. વંથલી, જી . જૂનાગઢ 
પતિ નું નામ :- રવસુરબાપુ ગોરવીયાળા

સંદર્ભ :- માતૃદર્શન - પિંગળશીભાઈ પાયક ( પાના નંબર ૧૪૪ થી ૧૪૬)

આઈ શ્રી નાગબાઈ માં જન્મ જયંતિ એ કોટિ કોટિ વંદનઆઈશ્રી કરણી જી

નામ :- કરણી જી.
પિતાનું નામ :- મેહાજી 
માતાનું :- દેવલ
જન્મ :- આસો સુદ -૭ વિક્રમ સંવત ૧૪૪૪
સ્વધામ :- વિક્રમ સંવત ૧૫૯૫ ચૈત્ર સુદ ૯ ( ૧૫૦ વર્ષ ૬ માસ અને ૨ દીવસ ની વયે સ્વધામ પધાર્યા)

સંદર્ભ :- માતૃદર્શન પિંગળશીભાઈ પાયક

ચારણ જગદંબાઓ ના ચરણોમાં કોટિ કોટિ નમન

Featured Post

આઈશ્રી દેવલમાં બલિયાવડ વાળા નું કાળેલા ગામે પ્રવાસ

આઈશ્રી દેવલમાં બલિયાવડ વાળા નું કાળેલા ગામે પ્રવાસ આઈ શ્રી દેવલમાં (બલિયાવડ) થી આપણા ગામ કાળેલા ખાતે આજે તા. .૨૦-૫-૨૪ ના રોજ પધા...