ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

શનિવાર, 22 ઑગસ્ટ, 2020

મારા પરમ્ સ્નેહી મિત્ર હિતેષ ગઢવી (નરેલા)ને ખૂબ ખૂબ અભિનંદન...

આઈશ્રી સોનલમાં શૈક્ષણિક અને સામાજીક ચેરીટેબલ ટ્રસ્ટ જામનગર


આઈશ્રી સોનલમાં શૈક્ષણિક અને સામાજીક ચેરીટેબલ ટ્રસ્ટ જામનગર

 પ્રવૃતિઓ દ્વારા ચારણ સમાજનું ગૌરવ વધાર્યું 
૧ ) સોનલધામની હાલ ની ૧૬૦૦૦ ફુટ જગ્યાનું નિર્માણ આ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું 
૨ ) આ જગ્યાને ચારે બાજું બાઉન્ટ્રી કરવામાં આવી . 
૩ ) સોનલકુટિર નિમણિ 
૪ ) પુજ્ય પાલુભગતની વ્યાસપીઠે ભવ્ય રામકથાનું આયોજન 
૫ ) આઈશ્રી સોનલમાં મંદિરનું ભવ્ય નિમણિ 
૬ ) વિધાર્થી ભવનનું નિર્માણ 
૭ ) વર્ષથી દર વર્ષે આઈશ્રી સોનલમાં જન્મોત્સવ ( સોનલબીજ ) ની ઉજવણી 
૮ ) વષથી દર વર્ષે નવરાત્રી ઉત્સવ 
૯ ) નુતનવર્ષે ચારણ ભાઈઓનું સ્નેહમિલના 
૧૦ ) પૂજય દેવલમાંનું જામનગર જીલ્લા ચારણનેસમાં પ્રવાસ કરી કુરિવાજો અને શિક્ષણ જાગૃતિ 
૧૧ ) છેલ્લા ચાર વર્ષોથી ચારણ વિધાર્થીઓ માટે નિશુલ્ક ટયુશન કલાસીસનું સંચાલન 
૧૨ ) મેડિકલ કેમ્પો ( દર શનિવારે મંદિરે આરોગ્ય વાહાન દ્રારા નિઃશુલ્ક સારવાર ) 
૧૩ ) ચારણ સમાજ વિધાર્થીઓને સન્માન કાર્યક્રમ 
૧૪ ) સમાજના પ્રશ્નોના નિવારણ માટે સમાજની રેલીઓ 
૧૫ ) સામાજીક પ્રશ્નો બાબતે કલેકટરને રજુઆતો 
૧૬ ) સમાજના કોઈ પણ વ્યકિતના પ્રશ્નોના નિરાકરણ માટે હંમેશા ટ્રસ્ટનો સહકાર 
૧૦ ) વર્ષ દરમિયાન આઈશ્રી સોનલમાં મંદિરની પ્રવિત્રતા સાથે વ્યવસ્થા અને જાળવણી ટ્રસ્ટ દ્વારા 
૧૮ ) આ ટ્રસ્ટની રમત ગમત સમિતી દ્વારા વિધાર્થીઓ ના અભ્યાસ માટે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન 

*આપણે આનંદ છે આપણે ગર્વ છે*

 ૧ ) આઈશ્રી સોનલ નવરાત્રીના ચારણ યુવાનો રાજ્યકક્ષાએ તેમજ શહેર કક્ષાએ રાસ સ્પર્ધામાં પ્રથમ નંબર મેળવેલ છે . 
૨ ) આઈશ્રી સોનલમાં શૈક્ષણિક અને સામાજીક ચેરી.ટ્રસ્ટ જામનગર ચારણ સમાજ સોનલધામના દરેક કાર્યકર્તાઓ આઈ સોનલમાં ના આદેશનું પાલન કરી વ્યશન મુકત છે 
૩ ) નવરાત્રી માં રમતા ચારણ યુવાનો ( ખેલૈયા ) ને જે કાઈ પુરસ્કાર મળે છે.તે યુવાનો આઈ સોનલમાંના મંદિર માં અપર્ણ કરે છે 
૪ ) નાથાભાઈ ભાયાભાઈ લુણાં વિધાર્થી ભવનમાં બહારથી આવતા વિધાર્થીઓને નિઃશુલ્ક રહેવાની સુવિધા . 
૫ ) અગાઉ સોનલબીજ ભાનુશાલી વાડી માં ઉજવણી કરવામાં આવતી હવે સોનલધામમાં ઉજવાય છે . 
૬ ) સોનલબીજની શરૂઆતમાં પ ૦૦ વ્યકિતઓ થી થઈ હાલમાં ૮૦૦૦ વ્યકિતઓ સાથે મળી સોનલબીજની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે 
૭ ) સોનલબીજની ઉજવણી માટે અન્ય સમાજના વ્યકિતઓનું દાન લેવામાં આવતું નથી તેમજ સમાજના વ્યકિતઓનું દાન પણ સ્વેચ્છાએ મંદિરના પટાગણમાં લેવામાં આવે છે .
 ૮ ) કોઈ રાજકીય વ્યકિતઓ પાસેથી કયારેય પણ કુંડ લેવામાં આવ્યું નથી ,
 ૯ ) સોનલબીજ , નવરાત્રીની ઉજવણી તેમજ અન્ય ધાર્મિક પ્રસંગો નજીવા ખર્ચે કરવામાં આવે છે . 
૧૦ ) જામનગરમાં પ્રથમ વખત વાડી બનાવવાનો વિચાર કરનાર ધનશ્યામભાઈ ગઢવી , ગુલાબનગર વાડી બનાવનાર ગઢવી યુવક મંડળના જ પ્રમુખ અશ્વિનભાઈ ગઢવી જામજોધપુર વાડી તેમજ મંદિર બનાવનાર વિરમભાઈ ધારાણી સૌ દરેક સંસ્થા યોગ્ય સાથ સહકાર સાથે સેવા કાર્ય કરી રહયા છે . 
૧૧ ) સોનલબીજ તેમજ નવરાત્રીનો હિસાબ સોનલબીજ દરમ્યાન જાહેર હિસાબનો બેનર લગાડવામાં આવે છે .
 ૧૨ ) સ્વ . હાથીયાભાઈ રાજાણી ( જામનગર ) .ગુલાબદાનભાઈ ઈસરાણી ( સંચાણા ) લાંબાભાઈ લાંબા ( જંબુડા ) સ્વ.હરસુરભાઈ ઘોડા- જામનગર સ્વ.પુનરવભાઈ ઘોડા આ દિવ્ય આત્માના માર્ગદર્શન મળ્યું
 ૧૩ ) પુજય કંકુમાં ( રાજસ્થાન ) પુજય દેવલમાં ( સવની વેરાવળ ) પુજય હિરલમાં ( ખંભાળીયા ) પુજય પાલુભગતશ્રી નાં આશિર્વાદ પ્રાપ્ત થયાં

 આ દરેક પ્રવૃતિઓ ટ્રસ્ટના સભ્યો ટ્રસ્ટીઓ અને દેવીદાનભાઈ ગઢવી ના પ્રમુખ સ્થાને ચારણસમાજના સાથ સહકારથી થાય છે .

 સમસ્ત ચારણ સમાજની એકતાનું પ્રતિક આઈશ્રી સોનલમાં શૈક્ષણિક અને સામાજીક ચેરીટેબલ ટ્રસ્ટ ચારણ સમાજ સોનલધામ - જામનગર

ચારણ (ગઢવી) સમાજના ભાઈઓ માટે તાલીમ સાથે જોબ


ચારણ (ગઢવી) સમાજના ભાઈઓ માટે તાલીમ સાથે જોબ

આઈશ્રી સોનલમાં શેક્ષણીક તથા સામાજીક ટ્રસ્ટ દ્વારા ચારણ સમાજના ભાઈઓને પ્લબર કામ માટે તાલીમ આપવામાં આવશે તેમજ તાલીમ બાદ જોબ અપવવામાં આવશે 
રોજના રૂ .૫૦૦ થી રૂ .૧૦૦૦ કમાવવાની તક 

વધુ વિગત માટે સંપર્ક :-
 ઈશ્વરદાનભાઈ મસુરા 
મો. 6353951540 

આઈશ્રી સોનલમાં શૈક્ષણીક તથા સામાજીક ટ્રસ્ટ - જામનગર
 પ્રમુખશ્રી : દેવીદાનભાઈ ગઢવી
 મો .9979256248 

આઈશ્રી સોનલમાં શૈક્ષણીક તથા સામાજીક ટ્રસ્ટ - જામનગર સોનલધામ " 49 "દિ"પ્લોટના છેડે , જામનગર

શ્રી જબ્બરદાન નારણજી રત્નુ ગઢવી સમાજ કન્યા છાત્રાલય, આદિપુર લોકોર્પણ

શ્રી જબ્બરદાન નારણજી રત્નુ ગઢવી સમાજ કન્યા છાત્રાલય, આદિપુર લોકોર્પણ

 શ્રી અમિત જબ્બરદાન ગઢવી મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટ, સંચાલિત શ્રી જબ્બરદાન નારણજી રત્નુ ગઢવી સમાજ કન્યા છાત્રાલય આદિપુર કચ્છ. નવનિર્મિત ગઢવી સમાજ કન્યા છાત્રાલય નું આદિપુર મધ્યે સાદગીપૂર્ણ ઉદઘાટન તા.21-08-2020 ના રોજ કરવામાં આવેલ.

*આ છાત્રાલયમા કુલ-17 રૂમોમા 70 દીકરીઓ અભ્યાસ કરી શકશે. આ ઉપરાંત આધુનિક સુવિધાસભર લાઈબ્રેરી, પ્રાર્થના ખંડ, કોન્ફરન્સ હોલ, ભોજનાલય, સમગ્ર સંકુલ સીસીટીવી કેમેરાથી સજ્જ સહિતની સગવડો ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે.*

સવારે હવનની વિધિ થી શરૂઆત કરવામાં આવેલ. ત્યારબાદ કન્યાઓ તથા આગેવાનોના વરદ હસ્તે રિબિન કાપીને શુભ શરુઆત, તથા દીપ પ્રાગટય બાદ પ્રાર્થના હે ચારણી શ્રી મહિદાનભાઈ રેઢ દ્રારા કરવામાં આવેલ. સ્વાગત પ્રવચન ભરતભાઇ અયાચી, પ્રાસંગિક પ્રવચન  રમેશભાઈ સાદૈયા, શૈલેષભાઈ લાંબા, સાત્વિકદાન રોહડિયા તથા ઉદબોધન પુષ્પદાનભાઈ, વિજયભાઈ, જબ્બરદાનભાઈ દ્રારા કરવામાં આવેલ.

આ અવસરે શ્રી વિજયભાઈ કે. ગઢવી સાહેબ (પ્રમુખશ્રી અખિલ કચ્છ ચારણ સભા), પુષ્પદાનભાઈ ગઢવી (પૂર્વ સાંસદ), દેવીદાનભાઈ ગઢવી, કાનજીભાઈ જેઠાભાઈ ગઢવી, દેવરાજભાઈ ગઢવી (એડવોકેટ), ભીમશીભાઈ ગઢવી, ભગવાનભાઈ અયાચી, દેવરાજભાઈ હરિભાઈ (ઉપ પ્રમુખ), શેખરભાઈ અયાચી, જગદીશભાઈ અયાચી, હસુભા અયાચી, ગોવિંદભાઈ બારહટ, મોમાયાભાઈ પી. ગઢવી, નરેન્દ્રભાઈ સિંહઢાયચ, શૈલેષભાઈ લાંબા, પ્રવિણભાઈ મધુડા, અંબાદાનભાઈ પાયક, તથા સમૂહ લગ્ન સમિતિના સભ્યો  સહિત સમાજના આગેવાનો ઉપસ્થિત રહેલા અને કાર્યક્રમને સફળ બનાવવા યુવા ટીમે જહેમત ઉઠાવેલ. કાર્યક્રમનું સંચાલન વસંતભાઈ રોહડિયા અને આભારવિધિ શાંતનુભાઈ શામળ દ્રારા કરવામાં આવેલ

સોસિયલ મીડિયા દ્રારા શુભેચ્છા સંદેશ (1)પદ્મશ્રી આદરણીય ભીખુદાનભાઈ ગઢવી (2) શ્રી વસંતભાઈ ગઢવી સાહેબ (3) કથાકાર શ્રી જીવણભાઈ ગઢવી (4) લોક સાહિત્યકાર શ્રી દેવરાજભાઈ ગઢવી (5) હરેશદાન સુરુ (6) જીતુદાન કવિશ્રી" દાદ " (7) અનુભા ગઢવી (8) નવલદાનભાઈ ગઢવી સાહેબ (પ્રાંત અધિકકરી), (9) બિહારી હેમુ ગઢવી (10) હિંમતદાનજી સિંહઢાયચ વગેરે શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો

સમાજ પ્રેમી અને સાહિત્યના જતન માટે દિવસ રાત નિઃસ્વાર્થ ભાવે મહેનત કરનાર એવા *કવિશ્રી પ્રવિણભાઈ મધુડા(રાજકોટ)* તરફથી છાત્રાલયની લાઈબ્રેરી માટે ચારણી સાહિત્યના 500 થી વધારે પુસ્તકોની ભેટ આપવામાં આવેલ.

સાંજે 6-00 કલાકે લોકપ્રિય કલાકાર શ્રી કીર્તિદાનભાઈ ગઢવી ફેસબુક લાઈવના માધ્યમ થી જોડાયા હતા. જે કાર્યક્રમનું સંચાલન હેમાલીબેન વિવેકકુમાર બારહટ (રાજ્ય વેરા અધિકારી (વર્ગ-2), ગાંધીધામ કરેલ.

*સર્વે જ્ઞાતિજનોને જણાવતા અનહદ આનંદ થાય છે કે, આદિપુર ખાતે નવનિર્મિત ચારણ કન્યા છાત્રાલયમાં ૬૮ દિકરીઓ ને પ્રવેશ આપી શકીએ એમ છીએ આપણે દરેક દિકરીઓ ની વાર્ષિક ફી અંદાજે ૨૦,૦૦૦/રુપીયા નક્કી કરેલ હતી.. પરંતુ જગદંબા આઈ શ્રી સોનલ માં ના આશીર્વાદ થકી. તેમજ આપણા સમાજના દિલેર દાતાઓની કન્યા કેળવણી ની ઉમદા ભાવના થકી અત્યારે ૭૫ દિકરીઓની ફ્રી નાં દાતા થઈ ગયા છે સૌ દાતાઓને ખુબ ખુબ ધન્યવાદ.... બીજી વાત એ છે કે..હજી પણ કોઈ પણ વ્યક્તિ દિકરીઓ ને દતક લેવા ઈચ્છતા હોય તો લઈ શકે છે....અને જેટલા દાતા વધારે હશે તો તેઓને એમના સૌ ની ભાગે પડતી રકમ આપવાની રહેશે નહીં કે પુરા રુપિયા વીશ હજાર... બીજી વાત એ કે આપણા સમાજની કોઈપણ વ્યક્તિ પોતાની યથાશક્તિ ફાળો આપવા માંગતી હોય તો એ પણ આપી શકે છે..એ રકમ પણ દિકરીઓ ને સારી સગવડતા આપવા માટે જ વાપરવામાં આવશે.... વાર્ષિક અહેવાલ દરેક દાતાઓને તેમજ દિકરીઓ નાં માવિત્રોને મોકલવામાં આવશે..*

*એડમિશન તથા વધારે માહિતી માટે*
જબ્બરદાનભાઈ ગઢવી
મો. 98795 07015

માહિતી અને ફોટોગ્રાફ મોકલવા બદલ આદરણીય વડીલશ્રી મહીદાનભાઈ ગઢવીનો ખૂબ ખૂબ આભાર


*આદરણીય વડીલશ્રી જબ્બરદાનભાઈ ગઢવી અને એમના ટ્રસ્ટ દ્રારા ચારણ સમાજની દીકરીઓના શિક્ષણ માટે ઉમદા કાર્ય, એમની સમાજ સેવાને વંદન સહ ખૂબ ખૂબ અભિનંદન.* 

       *વંદે સોનલ માતરમ્*

ગુરુવાર, 20 ઑગસ્ટ, 2020

હેમુ ગઢવીની પુણ્યતિથિ નિમિત્તે જુદા-જુદા અખબાર અહેવાલ.

સાંજ સમાચાર



આજકાલ


સૌરાષ્ટ્ર ક્રાંતિ


ગુજરાત મિરર


અકિલા

અમરેલી એક્સપ્રેસ


નૂતન સૌરાષ્ટ્ર

અષાઢી - કંઠના ગાયક હેમુ ગઢવી ની 55 પુણ્યતિથિ સૌરાષ્ટ્ર ક્રાંતિ નો અહેવાલ સંકલન :- હિતેશદાન ગઢવી

અષાઢી - કંઠના ગાયક હેમુ ગઢવી ની 55 પુણ્યતિથિ 
સૌરાષ્ટ્ર ક્રાંતિ નો અહેવાલ 
સંકલન :- હિતેશદાન ગઢવી


હેમુ ગઢવી ના અતિ દુર્લભ ફોટા ઓ