ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

શનિવાર, 22 ઑગસ્ટ, 2020

આઈશ્રી સોનલમાં શૈક્ષણિક અને સામાજીક ચેરીટેબલ ટ્રસ્ટ જામનગર


આઈશ્રી સોનલમાં શૈક્ષણિક અને સામાજીક ચેરીટેબલ ટ્રસ્ટ જામનગર

 પ્રવૃતિઓ દ્વારા ચારણ સમાજનું ગૌરવ વધાર્યું 
૧ ) સોનલધામની હાલ ની ૧૬૦૦૦ ફુટ જગ્યાનું નિર્માણ આ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું 
૨ ) આ જગ્યાને ચારે બાજું બાઉન્ટ્રી કરવામાં આવી . 
૩ ) સોનલકુટિર નિમણિ 
૪ ) પુજ્ય પાલુભગતની વ્યાસપીઠે ભવ્ય રામકથાનું આયોજન 
૫ ) આઈશ્રી સોનલમાં મંદિરનું ભવ્ય નિમણિ 
૬ ) વિધાર્થી ભવનનું નિર્માણ 
૭ ) વર્ષથી દર વર્ષે આઈશ્રી સોનલમાં જન્મોત્સવ ( સોનલબીજ ) ની ઉજવણી 
૮ ) વષથી દર વર્ષે નવરાત્રી ઉત્સવ 
૯ ) નુતનવર્ષે ચારણ ભાઈઓનું સ્નેહમિલના 
૧૦ ) પૂજય દેવલમાંનું જામનગર જીલ્લા ચારણનેસમાં પ્રવાસ કરી કુરિવાજો અને શિક્ષણ જાગૃતિ 
૧૧ ) છેલ્લા ચાર વર્ષોથી ચારણ વિધાર્થીઓ માટે નિશુલ્ક ટયુશન કલાસીસનું સંચાલન 
૧૨ ) મેડિકલ કેમ્પો ( દર શનિવારે મંદિરે આરોગ્ય વાહાન દ્રારા નિઃશુલ્ક સારવાર ) 
૧૩ ) ચારણ સમાજ વિધાર્થીઓને સન્માન કાર્યક્રમ 
૧૪ ) સમાજના પ્રશ્નોના નિવારણ માટે સમાજની રેલીઓ 
૧૫ ) સામાજીક પ્રશ્નો બાબતે કલેકટરને રજુઆતો 
૧૬ ) સમાજના કોઈ પણ વ્યકિતના પ્રશ્નોના નિરાકરણ માટે હંમેશા ટ્રસ્ટનો સહકાર 
૧૦ ) વર્ષ દરમિયાન આઈશ્રી સોનલમાં મંદિરની પ્રવિત્રતા સાથે વ્યવસ્થા અને જાળવણી ટ્રસ્ટ દ્વારા 
૧૮ ) આ ટ્રસ્ટની રમત ગમત સમિતી દ્વારા વિધાર્થીઓ ના અભ્યાસ માટે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન 

*આપણે આનંદ છે આપણે ગર્વ છે*

 ૧ ) આઈશ્રી સોનલ નવરાત્રીના ચારણ યુવાનો રાજ્યકક્ષાએ તેમજ શહેર કક્ષાએ રાસ સ્પર્ધામાં પ્રથમ નંબર મેળવેલ છે . 
૨ ) આઈશ્રી સોનલમાં શૈક્ષણિક અને સામાજીક ચેરી.ટ્રસ્ટ જામનગર ચારણ સમાજ સોનલધામના દરેક કાર્યકર્તાઓ આઈ સોનલમાં ના આદેશનું પાલન કરી વ્યશન મુકત છે 
૩ ) નવરાત્રી માં રમતા ચારણ યુવાનો ( ખેલૈયા ) ને જે કાઈ પુરસ્કાર મળે છે.તે યુવાનો આઈ સોનલમાંના મંદિર માં અપર્ણ કરે છે 
૪ ) નાથાભાઈ ભાયાભાઈ લુણાં વિધાર્થી ભવનમાં બહારથી આવતા વિધાર્થીઓને નિઃશુલ્ક રહેવાની સુવિધા . 
૫ ) અગાઉ સોનલબીજ ભાનુશાલી વાડી માં ઉજવણી કરવામાં આવતી હવે સોનલધામમાં ઉજવાય છે . 
૬ ) સોનલબીજની શરૂઆતમાં પ ૦૦ વ્યકિતઓ થી થઈ હાલમાં ૮૦૦૦ વ્યકિતઓ સાથે મળી સોનલબીજની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે 
૭ ) સોનલબીજની ઉજવણી માટે અન્ય સમાજના વ્યકિતઓનું દાન લેવામાં આવતું નથી તેમજ સમાજના વ્યકિતઓનું દાન પણ સ્વેચ્છાએ મંદિરના પટાગણમાં લેવામાં આવે છે .
 ૮ ) કોઈ રાજકીય વ્યકિતઓ પાસેથી કયારેય પણ કુંડ લેવામાં આવ્યું નથી ,
 ૯ ) સોનલબીજ , નવરાત્રીની ઉજવણી તેમજ અન્ય ધાર્મિક પ્રસંગો નજીવા ખર્ચે કરવામાં આવે છે . 
૧૦ ) જામનગરમાં પ્રથમ વખત વાડી બનાવવાનો વિચાર કરનાર ધનશ્યામભાઈ ગઢવી , ગુલાબનગર વાડી બનાવનાર ગઢવી યુવક મંડળના જ પ્રમુખ અશ્વિનભાઈ ગઢવી જામજોધપુર વાડી તેમજ મંદિર બનાવનાર વિરમભાઈ ધારાણી સૌ દરેક સંસ્થા યોગ્ય સાથ સહકાર સાથે સેવા કાર્ય કરી રહયા છે . 
૧૧ ) સોનલબીજ તેમજ નવરાત્રીનો હિસાબ સોનલબીજ દરમ્યાન જાહેર હિસાબનો બેનર લગાડવામાં આવે છે .
 ૧૨ ) સ્વ . હાથીયાભાઈ રાજાણી ( જામનગર ) .ગુલાબદાનભાઈ ઈસરાણી ( સંચાણા ) લાંબાભાઈ લાંબા ( જંબુડા ) સ્વ.હરસુરભાઈ ઘોડા- જામનગર સ્વ.પુનરવભાઈ ઘોડા આ દિવ્ય આત્માના માર્ગદર્શન મળ્યું
 ૧૩ ) પુજય કંકુમાં ( રાજસ્થાન ) પુજય દેવલમાં ( સવની વેરાવળ ) પુજય હિરલમાં ( ખંભાળીયા ) પુજય પાલુભગતશ્રી નાં આશિર્વાદ પ્રાપ્ત થયાં

 આ દરેક પ્રવૃતિઓ ટ્રસ્ટના સભ્યો ટ્રસ્ટીઓ અને દેવીદાનભાઈ ગઢવી ના પ્રમુખ સ્થાને ચારણસમાજના સાથ સહકારથી થાય છે .

 સમસ્ત ચારણ સમાજની એકતાનું પ્રતિક આઈશ્રી સોનલમાં શૈક્ષણિક અને સામાજીક ચેરીટેબલ ટ્રસ્ટ ચારણ સમાજ સોનલધામ - જામનગર

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Featured Post

શ્રીમતી વિણાબેન દિલીપદાન ગઢવી (MSC, MED)ને વર્લ્ડ વાઈડ બુક ઓફ રેકોર્ડસ મા સ્થાન પામવા બદલ ખુબ ખુબ અભિનંદન.

ઈડર ની શ્રી કે.એમ.પટેલ વિદ્યામંદિર, ના ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં રસાયણ વિજ્ઞાનના શિક્ષક તરીકે...