ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

શનિવાર, 6 ઑગસ્ટ, 2022

ગઢવી સમાજનું ગૌરવ પી.આઈ.તરીકે બઢતી

*ગઢવી સમાજનું ગૌરવ પી.આઈ.તરીકે બઢતી*

રાજ્ય પોલીસ દળમાં ફરજ બજાવતાં ચારણ-ગઢવી સમાજના,
બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર (વર્ગ-૩)ને 
બિન હથિયારી પોલીસ ઈન્સ્પેકટર (વર્ગ-૨) તરીકે બઢતી મળેલ છે.

*(૧) જગદીશભાઈ હિંમતસિંહ ગઢવી*

*(૨) સુ.શ્રી હંસાબેન પાબુદાન ગઢવી*

*(૩) અલ્કેશકુમાર નરપતદાન ગઢવી*

*(4) તેજસકુમાર અનિલદાન ગઢવી*

*(૫) તેજેન્દ્રસિંહ રઘુવીરસિંહ ગઢવી*

*(૬) જોગીદાન નરહરદાન ગઢવી*

*(૭) રાણાભાઈ આશાભાઈ ભોજાણી*

*(૮) જયેન્દ્રસિંહ ઘનશ્યામસિંહ મોડ*

બઢતી મળવા બદલ ચારણત્વ બ્લોગ વતી ખૂબ ખૂબ અભિનંદન સહ શુભેચ્છાઓ 💐🌸

ઉતરોત્તર પ્રગતિ કરો અને પરિવાર સાથે સમાજનું નામ રોશન કરો તેવી માતાજી ને પ્રાર્થના....

શુક્રવાર, 5 ઑગસ્ટ, 2022

મેહુરભાઈ ગઢવી ની રાજુલા તાલુકા ઓબીસી સેલનાં ચેરમેન તરીકે નિમણૂંક

ગુજરાત કોંગ્રેસ નાં કાર્યકારી અધ્યક્ષ અને રાજુલા ના ધારાસભ્ય શ્રી અંબરીશભાઈ ડેર તથા અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ડી.કે. રૈયાણી સાહેબ અને જિલ્લા ઓબીસી સેલનાં ચેરમેન રમેશભાઈ ગોહિલ ની સુચના થી રાજુલા તાલુકા કોંગ્રેસ સમિતિ નાં પ્રમુખ ગાંગાભાઈ હડિયા દ્વારા મજાદર નાં નવયુવાન મેહુરભાઈ હમીરભાઇ ગઢવી ને રાજુલા તાલુકા ઓબીસી સેલનાં ચેરમેન તરીકે નિમણૂંક આપવામાં આવી હતી.

શ્રી મેહુરભાઈ ને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ

બુધવાર, 3 ઑગસ્ટ, 2022

સમર્થ લોકવાર્તાકાર સ્વ.બાપલભાઈ ગઢવીની આજે ૨૭મી પુણ્યતિથિ

સમર્થ લોકવાર્તાકાર સ્વ.બાપલભાઈ ગઢવીની આજે ૨૭મી પુણ્યતિથિ

પંડય બાપલ પિંજરું, પિંજરમાં પોપટ ;
ઉડી જાહે એક 'દિ, ધરા વિંધી ધ્રોપટ.
...
ઝાલાવાડની કંકુવરણી વસુંધરાના સમર્થ કવિ, લોકવાર્તાકાર અને લોકસાહિત્યકાર સ્વ.બાપલભાઈ દેશાભાઈ ગઢવી (ભેવલિયા)નો જન્મ તા.૦૫/૧૧/૧૯૨૧ના રોજ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના બાબરિયાત ખાતે થયો હતો. સુરેન્દ્રનગર જિલ્લાને કર્મભૂમિ બનાવનાર તેઓએ જૂનાગઢ ખાતે લોકસાહિત્ય વિદ્યાલયમાં પદ્મશ્રી દુલા ભાયા કાગ, મેરુભા ગઢવી, વ્રજભાષાના વિદ્વાન યશકરણદાનજી તથા જયમલ્લભાઈ પરમાર જેવા વિદ્વાન ગુરુજનો પાસેથી લોકવિદ્યા પ્રાપ્ત કરી હતી.

તેઓ આકાશવાણી-રાજકોટના B+ ગ્રેડના લોકવાર્તાકાર હતા. સમગ્ર ઝાલાવાડના ગામડે-ગામડે, નગરે-નગરે, નેહડે-નેહડે તથા ખોરડે-ખોરડે ફરી તત્કાલિન સમયના વ્યસનો સામે વ્યસનમુક્તિ જાગૃતિ માટેના કાર્યક્રમો યોજ્યા હતા, જેની ફળશ્રુતિ સ્વરૂપે સમગ્ર ઝાલાવાડ પ્રદેશમાં દારૂ નામના દૈત્યનું પ્રમાણ ખૂબ જ ઘટ્યું હતું. સમગ્ર ગુજરાત રાજ્યમાં સૌ પ્રથમ વખત ઝાલાવાડ ખાતે મહિલા વ્યસનમુક્તિના કાર્યક્રમો યોજી અનેક મહિલાઓને પણ વ્યસનમુક્ત કરવામાં તેઓનું અમૂલ્ય પ્રદાન છે.

૨૫ લોકવાર્તાઓનો અણમોલ સંગ્રહ *'કોને રંગ દેવા'* ભાવકોને અર્પણ કરી તા.૦૩/૦૮/૧૯૯૫ના રોજ ઈશ્વરના દરબારમાં ખુદ ઈશ્વરને વાર્તા સંભળાવવા માટે અનંતની વાટ પકડી.

*આ ઇમારત ઉભી ભલે, ખાલી નથી ખૂણો*
*બાપલ ભીતર-બાહરે, લાગી ગયો છે લૂણો.*

Featured Post

પરિવારની પાંખો થકી, ચારણની દીકરીએ ઊંચી ઉડાન ભરી; GPSC ની પરીક્ષા પાસ કરી ખંભાળીયાના દેવલબેન ગઢવી બન્યા TDO

પરિવારની પાંખો થકી, ચારણની દીકરીએ ઊંચી ઉડાન ભરી; GPSC ની પરીક્ષા પાસ કરી ખંભાળીયાના દેવલબેન ગઢવી બન્યા TDO ગુજરાત જાહેર સેવા આયો...