ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

ગુરુવાર, 13 ઑક્ટોબર, 2022

રાજ્યકવિ પૂજ્ય શ્રી શંકરદાન જેઠીદાન દેથા ની પુણ્યતિથિ

આજે આસો સુદ - ૬ એટલે લીંબડી રાજ્યકવિ પૂજ્ય શ્રી શંકરદાન જેઠીદાન દેથા ની પુણ્યતિથિ

રાજ્યકવિ શ્રી નો ટૂંક માં પરિચય

નામ :- શંકરદાનભાઈ .
પિતાનું નામ :- જેઠીદાનભાઈ 
માતાનું નામ :- દલુબા
અટક :- દેથા 
જન્મ :- અષાઢ સુદ બીજ (વિક્રમ સંવત ૧૯૪૮)
સ્વર્ગવાસ :- આસો સુદ - ૬ ( વિક્રમ સંવત ૨૦૨૮)

*પુણ્યતિથિ એ કોટિ કોટિ વંદન 🌸🌸🌸*

બુધવાર, 12 ઑક્ટોબર, 2022

આણંદ જિલ્લાના કલેક્ટર તરીકે નિયુક્ત થવા બદલ શ્રી ડી એસ ગઢવી સાહેબને ખૂબ ખૂબ અભિનંદન

આણંદ જિલ્લાના કલેક્ટર તરીકે નિયુક્ત થવા બદલ શ્રી ડી એસ ગઢવી સાહેબને ખૂબ ખૂબ અભિનંદન 
💐💐💐

સાહેબ શ્રી નો ટૂંક માં પરિચય 
દિલીપદાન શિવદાન ઝુલા.
ગામ :- સુરપુરા
તાલુકો :- બેચરાજી.
જીલો :- મહેસાણા

ખૂબ જ વિરલ વ્યક્તિત્વ , સરળ સ્વભાવ અને સમાજ પ્રેમી એવા લાગણીશીલ અને ઉમદા અધિકારી શ્રી ડી.એસ. ગઢવી સાહેબ ને હૃદય પૂર્વક અભિનંદન 💐🌸🌸


મંગળવાર, 11 ઑક્ટોબર, 2022

અખિલ ભારતીય ચારણ- ગઢવી મહિલા મહાસભા દ્વારા ઉપયોગી વસ્તુ નું પ્રદર્શન મેળો

ગ્રુપ માં ઊપસ્થિત સૌ ચારણ બંધુઓને અને બહેનોને ને મારા જય માતાજી 🙏

આપડે 16 તારીખ અને રવીવારે ગાંધીધામ માં સોનલધામ માં સમાજ ની બહેનો માટે ગ્રુહ ઊપયોગી વસ્તુઓ માટે ના એક પ્રદર્શન મેડા નું આયોજન કરવામાં આવેલ છે, જે ચારણ સમાજ ની મહિલાઓ દ્વારા અને મહિલાઓ માટે છે, તો હું આપ સહુના આશીર્વાદ અને સહકાર ની આશા રાખું છું, આપ સહુ સાદર આમંત્રિત છો આ પ્રોગ્રામ મા, સહુ પધારજો અને અમારા આ પ્રયાસ ને સફળ બનાવવામાં સહયોગી બનજો 🙏🙏💐

 *દિપાલી ગઢવી* (ગુજરાત અધ્યક્ષ) 
*કલ્પના મોવર* (આ/ગાં અધ્યક્ષ) 
*અનીલા ગઢવી* (આ/ગાં ઉપાધ્યક્ષ) 
*કરુણા ગઢવી* (આ/ગાં મંત્રી) 
*સાવિત્રીબેન ગઢવી* (સોનલ શક્તિ મહિલા મંડળ) 
તથા સમસ્ત આદિપુર/ગાંધીધામ કાર્યકર સમીતીના સૌને જય સોનલ🙏🙏

રવિવાર, 9 ઑક્ટોબર, 2022

કૃષ્ણકુમારસિંહજી ચારણ વિદ્યાલય ભાવનગર

શ્રી કૃષ્ણકુમારસિંહ ચારણ વિદ્યાલય, ભાવનગર

ચારણ બોર્ડિંગ, ભાવનગર ખાતે છેલ્લા સાત વર્ષથી બોર્ડીંગે તૈયારી કરવાવાળાને સાવ નજીવી ફી માસિક રૂ. ૨૫૦૦ લઇ રહેવુ જમવું લાઈટ પાણી ની સગવડતા કરી આપી. રેગ્યુલર વિધ્યાર્થીઓ ને અભ્યાસ મા ખુબ તકલીફ પડતી હતી તો પણ સાચવ્યા . જેમની આર્થિક પરિસ્થિતિ ખરાબ હતી તેની ફી ની વ્યવસ્થા પણ કરાવી. આશરે બોર્ડીગમા એક સમયે કુલ સંખ્યા ૧૩૦ પર પહોચી હતી. આટલા બધાને સાચવવા ખુબજ કઠીન હતુ . ધણીવાર એમના વર્તનથી મુશ્કેલીઓ પણ ઉભી થતી અને સેવકોના સ્વમાન નો ભંગ થતો હતો પણ મા સોનલના સ્વપ્ન ને ધ્યાનમા રાખીને સહન કરીને એ સ્વમાન ભંગને પી જતા આખરે આ પરિણામ મળ્યુ છે. હવે આશા રાખીએ કે બોર્ડીગમા તૈયારી કરીને નોકરી મેળવનાર પોતાની કારકિર્દી ઘડનાર આ ભાવનગર ચારણ બોર્ડીગને ભૂલશે નહી અને જરૂર પડ્યે સેવા માટે તત્પર રહેશે. 
હવેના સમયમા આર્થિક યોગદાનની સેવા સહેલી છે, વિચાર આપવા સહેલા છે, વાતો કરવી એ તો બહુ જ સહેલુ છે પણ શ્રમ સાથે સમય આપવો એ સૌથી અઘરૂ છે. બધા કહે છે કે અમારી પાસે સમય નથી. 
ગાય પોતાના બચ્ચાને દુધ આપે છે , ચકલી પોતાના બચ્ચાને ચણ ખવડાવે છે . આમ પશુપક્ષી પોતાનાનુ તો કરે જ છે. પણ ભગવાને માણસને એનાથી વિશેષ બુધ્ધી એટલે આપી છે કે તુ તારા ઉપરાંત બીજાની સેવા પણ કરજે . અને એ જ સાચી માનવતા છે. જયાં સુધી માનવતાની જ્યોત જલતી રહેશે ત્યા સુધી કોઈપણ સમાજનુ અસ્તિત્વ ટકી રહેશે. 
જય🙏સોનલમા

*આઈશ્રી સોનબાઈ મા ની દિર્ગ ર્દષ્ટિના કારણે ચારણ સમાજ મા શિક્ષણ નું પ્રમાણ વધે તે માટે ગુજરાતમાં ભાવનગર, જૂનાગઢ અને માંડવી-કચ્છ ખાતે આઈશ્રી સોનબાઈ માએ ચારણ બોર્ડિંગની સ્થાપના કરેલ. જે તે વખતના સમાજના આગેવાનો અને દાતાશ્રીઓના અમૂલ્ય આર્થિક યોગદાન થકી આ બોર્ડિંગો બનેલ. જેમાં મુખ્યત્વ સિંહફાળો આઈશ્રી સોનબાઈ મા તથા ચારણ સમાજના સ્થાનિક આગેવાનો અને દાતાશ્રીઓનું રહેલ જેના પરિણામ સ્વરૂપે બોર્ડિંગ શરૂ થયેલ ત્યાર સુધી ચારણ સમાજના અઢળક વિદ્યાર્થીઓ બોર્ડિંગમા અભ્યાસ કરેલ અને તે વિદ્યાર્થીઓ પૈકી આઈશ્રી સોનબાઈ માના સપના મુજબ આઈ.એ.એસ., આઈ.પી.એસ., ડી.વાય.એસ.પી, એડવોકેટ તથા સરકારી અધિકારીઓ બનેલ છે. જે પણ વિદ્યાર્થીઓ બોર્ડિંગમા અભ્યાસ કરેલ એ આઈશ્રી સોનબાઈ માના આશીર્વાદ અને અસીમ કૃપા થી અધિકારી, ઉધોગપતિ થયા છે. જેથી બોર્ડિંગમા અભ્યાસ કરેલ સર્વે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ જે સંસ્થામા અભ્યાસ કરેલ એમને ક્યારેય ના ભૂલવી જોઈએ આપણે જે પણ હાલે છીએ એ બોર્ડિંગના પ્રતાપે જ છીએ જે ના ભૂલવું જોઈએ. જેથી જે સંસ્થામા અભ્યાસ કરેલ હોય એ સંસ્થાની મુલાકાત લઈ યથાશકિત આર્થિક યોગદાન આપવું એ આપણી નૈતિક જવાબદારી છે. જેથી સર્વે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને વિનંતી છે કે, તમે જે સંસ્થામાં અભ્યાસ કરેલ હોય ત્યાં બોર્ડિંગના વિકાસ માટે યથાશકિત આર્થિક યોગદાન આપવા વિનંતી.*