ચારણ બોર્ડિંગ, ભાવનગર ખાતે છેલ્લા સાત વર્ષથી બોર્ડીંગે તૈયારી કરવાવાળાને સાવ નજીવી ફી માસિક રૂ. ૨૫૦૦ લઇ રહેવુ જમવું લાઈટ પાણી ની સગવડતા કરી આપી. રેગ્યુલર વિધ્યાર્થીઓ ને અભ્યાસ મા ખુબ તકલીફ પડતી હતી તો પણ સાચવ્યા . જેમની આર્થિક પરિસ્થિતિ ખરાબ હતી તેની ફી ની વ્યવસ્થા પણ કરાવી. આશરે બોર્ડીગમા એક સમયે કુલ સંખ્યા ૧૩૦ પર પહોચી હતી. આટલા બધાને સાચવવા ખુબજ કઠીન હતુ . ધણીવાર એમના વર્તનથી મુશ્કેલીઓ પણ ઉભી થતી અને સેવકોના સ્વમાન નો ભંગ થતો હતો પણ મા સોનલના સ્વપ્ન ને ધ્યાનમા રાખીને સહન કરીને એ સ્વમાન ભંગને પી જતા આખરે આ પરિણામ મળ્યુ છે. હવે આશા રાખીએ કે બોર્ડીગમા તૈયારી કરીને નોકરી મેળવનાર પોતાની કારકિર્દી ઘડનાર આ ભાવનગર ચારણ બોર્ડીગને ભૂલશે નહી અને જરૂર પડ્યે સેવા માટે તત્પર રહેશે.
હવેના સમયમા આર્થિક યોગદાનની સેવા સહેલી છે, વિચાર આપવા સહેલા છે, વાતો કરવી એ તો બહુ જ સહેલુ છે પણ શ્રમ સાથે સમય આપવો એ સૌથી અઘરૂ છે. બધા કહે છે કે અમારી પાસે સમય નથી.
ગાય પોતાના બચ્ચાને દુધ આપે છે , ચકલી પોતાના બચ્ચાને ચણ ખવડાવે છે . આમ પશુપક્ષી પોતાનાનુ તો કરે જ છે. પણ ભગવાને માણસને એનાથી વિશેષ બુધ્ધી એટલે આપી છે કે તુ તારા ઉપરાંત બીજાની સેવા પણ કરજે . અને એ જ સાચી માનવતા છે. જયાં સુધી માનવતાની જ્યોત જલતી રહેશે ત્યા સુધી કોઈપણ સમાજનુ અસ્તિત્વ ટકી રહેશે.
જય🙏સોનલમા
*આઈશ્રી સોનબાઈ મા ની દિર્ગ ર્દષ્ટિના કારણે ચારણ સમાજ મા શિક્ષણ નું પ્રમાણ વધે તે માટે ગુજરાતમાં ભાવનગર, જૂનાગઢ અને માંડવી-કચ્છ ખાતે આઈશ્રી સોનબાઈ માએ ચારણ બોર્ડિંગની સ્થાપના કરેલ. જે તે વખતના સમાજના આગેવાનો અને દાતાશ્રીઓના અમૂલ્ય આર્થિક યોગદાન થકી આ બોર્ડિંગો બનેલ. જેમાં મુખ્યત્વ સિંહફાળો આઈશ્રી સોનબાઈ મા તથા ચારણ સમાજના સ્થાનિક આગેવાનો અને દાતાશ્રીઓનું રહેલ જેના પરિણામ સ્વરૂપે બોર્ડિંગ શરૂ થયેલ ત્યાર સુધી ચારણ સમાજના અઢળક વિદ્યાર્થીઓ બોર્ડિંગમા અભ્યાસ કરેલ અને તે વિદ્યાર્થીઓ પૈકી આઈશ્રી સોનબાઈ માના સપના મુજબ આઈ.એ.એસ., આઈ.પી.એસ., ડી.વાય.એસ.પી, એડવોકેટ તથા સરકારી અધિકારીઓ બનેલ છે. જે પણ વિદ્યાર્થીઓ બોર્ડિંગમા અભ્યાસ કરેલ એ આઈશ્રી સોનબાઈ માના આશીર્વાદ અને અસીમ કૃપા થી અધિકારી, ઉધોગપતિ થયા છે. જેથી બોર્ડિંગમા અભ્યાસ કરેલ સર્વે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ જે સંસ્થામા અભ્યાસ કરેલ એમને ક્યારેય ના ભૂલવી જોઈએ આપણે જે પણ હાલે છીએ એ બોર્ડિંગના પ્રતાપે જ છીએ જે ના ભૂલવું જોઈએ. જેથી જે સંસ્થામા અભ્યાસ કરેલ હોય એ સંસ્થાની મુલાકાત લઈ યથાશકિત આર્થિક યોગદાન આપવું એ આપણી નૈતિક જવાબદારી છે. જેથી સર્વે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને વિનંતી છે કે, તમે જે સંસ્થામાં અભ્યાસ કરેલ હોય ત્યાં બોર્ડિંગના વિકાસ માટે યથાશકિત આર્થિક યોગદાન આપવા વિનંતી.*
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો