ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

શુક્રવાર, 2 જૂન, 2023

ચારણ-ગઢવી સમાજનું ગૌરવ UPSC CMS (યુ.પી.એસ.સી સંયુક્ત તબીબી સેવાઓ) ની પરીક્ષા પાસ
ચારણ-ગઢવી સમાજનું ગૌરવ UPSC CMS (યુ.પી.એસ.સી સંયુક્ત તબીબી સેવાઓ) ની પરીક્ષા પાસ 

દેશની સર્વોચ્ચ પરીક્ષા ગણાતી UPSC CMS પરિક્ષા માં 167 મી રેન્ક સાથે પાસ કરનાર ચારણ સમાજ અને ગુજરાતનું નામ રાષ્ટ્રીય ફલક પર દીપાવનાર ડો.શ્રી સિદ્ધાર્થ દિપકભાઈ લાંબા (ગઢવી) જાંબુડા ને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ💐💐💐


ડો.સિદ્ધાર્થ દિપકભાઈ લાંબા
 મૂળ જાંબુડા ના અને 
 વર્તમાન રાજકોટ
 હાલમાં તેઓ સરકારી મેડિકલ કોલેજ અને હોસ્પિટલ બાડમેર રાજસ્થાનમાં બાળરોગનો અભ્યાસ કરે છે.

ચારણ ગઢવી વિદ્યાર્થીઓ જોગ

ચારણ ગઢવી વિદ્યાર્થીઓ જોગ

ઈન્દુબેન ધીરૂભાઈ ગઢવી મેમોરીયલ ટ્રસ્ટ - રાજકોટ દ્વારા ચારણ - ગઢવી સમાજના વિદ્યાર્થીઓ ને સ્કોલ૨શીપ વિતરણ

દર વર્ષની જેમ આ વર્ષે પણ ગઢવી સમાજનાં સૌરાષ્ટ્રના તેજસ્વી વિદ્યાર્થીઓને ઈન્દુબેન ધીરૂભાઈ ગઢવી મેમોરીયલ ટ્રસ્ટ, રાજકોટ દ્વારા વર્ષ-૨૦૨૩/૨૦૨૪ના શૈક્ષણિક વર્ષ માટે સ્કોલરશીપ આપવાનું નકકી કરેલ છે જેમાં ધો.૧૦ તથા ધો.૧૨માં ગુજરાત બોર્ડમાં જે વિદ્યાર્થીઓને 80 PR થી વધુ માકર્સ મેળવેલ હોય તેમજ હાય૨ એજયુકેશન (મેડિકલ, સી.એ., એન્જિનીયરીંગ તથા અન્ય)માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓન અરજી ફોર્મ તા.૪/૬/૨૦૨૩થી વિતરણ કરવામાં આવશે, જે ફોર્મમાં તમામ કોલમ ભરી માંગેલી વિગતો અને માર્કશીટની નકલ સાથે તા.૧૮/૬/૨૦૨૩ પહેલા ઈન્દુબેન ધીરૂભાઈ ગઢવી મેમોરીયલ ટ્રસ્ટ, ૩૦૯- સુર્યા આર્કેડ, ૧૧૨–પંચનાથ પ્લોટ, બેંક ઓફ બરોડા પાસે, હેડ પોસ્ટ ઓફિસ નજીક, રાજકોટ સવારના ૧૦ થી ૧૨ વાગ્યા દરમ્યાન રુબરુ અથવા કુરિયર દ્વારા પહોંચાડવા અનુરોધ છે. ટ્રસ્ટીઓની વ્યસ્તતાના કારણે કૃપા કરી ફોન પર સંપર્ક નહી કરવા વિનંતી કરવામાં આવે છે.


ઈન્દુબેન ધીરૂભાઈ ગઢવી મેમોરીયલ ટ્રસ્ટ – રાજકોટ
(ચંદુભાઈ સાબા) 
પ્રમુખ
(૨ામભાઈ જામંગ)
મેનેજીંગ ટ્રસ્ટી

ગુરુવાર, 1 જૂન, 2023

પરમ આત્મીય સ્નેહી શ્રી હમીરભાઈ ગઢવી ને જન્મ દિવસની શુભેચ્છાઓ 💐


પરમ આત્મીય સ્નેહી શ્રી હમીરભાઈ ગઢવી ને જન્મ દિવસની શુભેચ્છાઓ

આપશ્રી મહુવા તાલુકા ભારતીય જનતા પાર્ટી માં ઊપ પ્રમુખ તરીકે અને 
સામાજિક ક્ષેત્રે અખિલ ભારતીય ચારણ-ગઢવી મહાસભા (યુવા)ના ભાવનગર જીલ્લા ના ઉપ પ્રમુખ તરીકે પોતાની ફરજ બજાવી રહ્યા છો. 
ત્યારે આજના વિશેષ દિવસે 
શ્રી *હમીરભાઈ ગઢવી* ને જન્મ દિવસ ની ખુબ ખુબ શુભેચ્છાઓ, આપ આપના જીવનમાં માં ઉતરો- ઉત્તર પ્રગતી કરતા રહો, આવનારા વર્ષ માં આપના દરેક સ્વપ્નો માં ભગવતી પુરા કરે ત્થા નીરોગી લાબું આયુષ્ય અર્પે તેવી જન્મ દિવસે ખુબ ખુબ શુભેચ્છાઓ.  

💐💐💐💐

Featured Post

આઈશ્રી દેવલમાં બલિયાવડ વાળા નું કાળેલા ગામે પ્રવાસ

આઈશ્રી દેવલમાં બલિયાવડ વાળા નું કાળેલા ગામે પ્રવાસ આઈ શ્રી દેવલમાં (બલિયાવડ) થી આપણા ગામ કાળેલા ખાતે આજે તા. .૨૦-૫-૨૪ ના રોજ પધા...