સાંપ્રત_સમયનું_સરાહનીય_કાર્ય
શંખેશ્વર ખાતે ઇતર એકતા સંગઠન નેજા નીચે ડી.કે.ગઢવીના સૌજન્યથી ઓક્સિજન મશીન શરૂ કરાયા.
કોરોનાના ભયાવહ વાતાવરણ વચ્ચે સેવાની સરવાણી થકી માનવતા મહેકી રહી છે.....
કોરોનાનો ક્હેર શહેરમાં ઘટીને ગામડાંમાં વધતો જાય છે ત્યારે શંખેશ્વરના સેવાભાવી યુવા સામાજિક કાર્યકર ડી.કે.ગઢવીએ પોતાની ફરજ સમજી લગભગ બે લાખના સ્વ ખર્ચે ઓક્સિજન મશીન લાવીને રાધેશોપિંગ શંખેશ્વર ખાતે ઓક્સિજન સેવા કેંદ્ર શરૂ કર્યું છે...જેમાં શંખેશ્વરના સેવાભાવી ડૉક્ટર હાલાણી સાહેબના ઓબ્ઝર્વેશનમાં બે દિવસમાં 10 જેટલા કોવિડ પેસેન્ટોએ આ સેવાનો લાભ લીધો છે..અત્યારે આ પોસ્ટ લખાય છે ત્યારે....
મોરી ઝબીબેન ગણેશભાઈ પાલીપુર, ઉકાજી નારણજી ઠાકોર રતનપુરા અને દેવીપૂજક ઝેણાભાઈ કાનજીભાઈ મુજપુર ત્રણ પેસેન્ટ સારવાર લઈ રહ્યા છે..
108 વાનનું વેઇટિંગ ચાલી રહ્યું છે ત્યારે આ સેવા કેન્દ્રથી શંખેશ્વર તાલુકાના કોવિડ પેસેન્ટને રાહત મળી રહી છે.. જે આશીર્વાદ રૂપ બની રહ્યું છે..
ઉલ્લેખનીય છે કે આ આગાઉ ડી.કે.ગઢવી ના સૌજન્યથી આર્યર્વેદીક ઉકળાનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું..
સ્વખર્ચે સેવા કરતા ડી.કે.ગઢવી અને ડૉક્ટર તરીકે સેવા આપતા સેવાભાવી ડૉ. હાલાણી સાહેબ બન્ને મહાનુભાવોને સેવા આશીર્વાદ રૂપ સેવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ સાથે....વંદન...