ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. "

Sponsored Ads

શનિવાર, 26 મે, 2018

આઈ નાગબાઈ ના દોહા

આઈ નાગબાઈ ના દોહા

ગંગાજળીયા ગઢેચા,
(તું) જૂને પાછો જા
(મારૂં) માન ને મોદળ રા' !
(નીકે) મું સાંભરીશ માંડળિક॥૧॥

ગંગાજળિયા ગઢેચા
વાતું ન ઘટે વીર !
હીણી નજરૂં હમીર
નોય માવતરૂંની માંડળિક !॥૨॥

ગંગાજળિયા ગઢેચા
(તારૂં) હૂતું પંડ પવિત્ર
વીજાનાં રગત ગયાં
મુણે વાળા માંડળિક !॥૩॥

જાશે જૂનાની પ્રોળ
[તું] દામોકંડ દેખીશ નૈ
રતન જાશે રોળ
[તે દિ'] મું સંભારશ માડળિક.॥૪॥

નૈ વાગે નીશાણ
નકીબ હુકળશે નહિ
હુકળશે અસરાણ
(આંહી) મામદશાનાં માંડળિક.॥૫॥

પોથાં ને પુરાણ
ભાગવતે ભાળશો નહિ
કલ્માં પઢે કુરાણ
તે દિ' મું સંભારશ માંડળિક !॥૬॥

જાશે રા'ની રીત
રા'પણું ય રે'શે નહિ
ભમતો માગીશ ભીખ,
તે દિ' મું સંભારીશ માંડળિક !॥૭॥

તારી રાણીયું રીત પખે
જાઇ બજારે બીસશે
ઓજલ આળસશે
તે દિ મું સંભાળીશ માંડળિક॥૮॥

મેલે દે મોણયા તણુ
અને ન લે જીભે નામ,
ગઢપત ગામોગામ
(તુતો)માખણ ઉઘરાવીશ માંડલીક,॥૯॥

કડકડ યો રોટો કઠણ
ખાવો હોય તોય ખવાય
(પણ)તારાથી ચણા નઇ ચવાય
મોયે લોઢાના માંડલીક॥૧૦॥

સાયર માછીયા સોત
ગરવો આખો ગળું,
આભ ને ઉદર માં લઇ
મેરગઢ ઢંઢોળું માંડલીક॥૧૧॥

જુનાગઢ પાછો જા
છાનો માનો તું
નથી મળ્યા ભૂપ
હજી મગ ને ચોખા માંડલીક॥૧૨॥

તમે છોરૂ અમે માવતર
તને વદયે બાવનવીર
નેવા તણા ઈ નીર
મોભે ન ચડે માંડલીક॥૧૩॥

મારા જેવુ નય મળે
તને સમજાવતલ હઠા
માન ને અકલ મઠા
નૈતર મું સંભારીશ માંડળીક॥૧૪॥

*નરશી મહેતા નો દોહો*
મા તું માન્ડલીક ને માર
મારા થી મારતો નથી ,
તું જુનાંણું ઉથાપ
નાગલ હરજોગણી॥૧૫॥

1 ટિપ્પણી:

Featured Post

સમગ્ર ચારણ સમાજનું ગૌરવ: - ડો.મનોજ બારહટ

કઠોર પરિશ્રમ નો કોઈ વિકલ્પ નથી એ ઉક્તિ ને યથાર્થ ઠેરવી છે મોરબીના ડો. મનોજ ફતેહસિંહ બારહટ્ટ (ગઢવી) એ. ગુજરાત ની નંબર ૧ મેડિકલ કોલેજ એવી બી....