ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

શનિવાર, 13 ઑગસ્ટ, 2022

આઝાદી કા અમૃત મહોત્સવ” ગુજરાત રાજય સંગીત નાટક અકાદમી, ગાંધીનગર તથા શ્રી હેમુગઢવી સ્મૃતિ સંસ્થાપન , રાજકોટ પ્રસ્તુત :- દાતા સન્માન ઋણ સ્વીકાર - લોક ડાયરો


“આઝાદી કા અમૃત મહોત્સવ”
 કાર્યક્રમ શૃંખલા અંતર્ગત ગુજરાત રાજય સંગીત નાટક અકાદમી, ગાંધીનગર તથા શ્રી હેમુગઢવી સ્મૃતિ સંસ્થાપન , રાજકોટ પ્રસ્તુત *દાતા સન્માન ઋણ સ્વીકાર - લોક ડાયરો*

 તારીખ : ૨૦-૦૮-૨૦૨૨ , શનિવાર ,
 રાત્રે ૮-૦૦ કલાકથી 
સ્થળ : “હેમતીર્થ " , મુ.ઢાંકણીયા , તાલુકો સાયલા , જિ . સુરેન્દ્રનગર

 નિમંત્રક :-
 શ્રી હેમુગઢવી સ્મૃતિ સંસ્થાપન “ હેમતીર્થ ” , મુ.ઢાંકણીયા , તાલુકો સાયલા , જિ . સુરેન્દ્રનગર

ગુજરાતના દંતકથારૂપ લોકગાયક સ્વ . શ્રી હેમુગઢવીની જન્મભૂમિ ખાતે વિવિધ દાતાશ્રીઓના સહયોગ વડે ભવ્ય સ્મારક ‘હેમતીર્થ’નું નિર્માણ સન ૨૦૧૬ માં સંપન્ન કરી તેનું લોકાર્પણ કરવામાં આવેલ .
 આ સ્મારકના નિર્માણમાં સહયોગ આપનાર સહુ દાતાશ્રીઓ તથા સ્વ . હેમુગઢવીની સ્મૃતિને ચિરંજીવ બનાવવામાં નિષ્ઠાપૂર્વકનું યોગદાન આપનાર અને ‘ હેમતીર્થ ’ સ્મારકના નિભાવ ખર્ચની જવાબદારી વહન કરનાર ગુજરાત સરકારના પ્રતિનિધિશ્રીઓ તેમજ પદાધિકારીશ્રીઓના સન્માનનો કાર્યક્રમ ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના આર્થિક સહયોગ વડે 

 હેમુગઢવીની ૫૭ મી પૂણ્યતિથિના દિવસે તારીખ : ૨૦ ઓગષ્ટ , ૨૦૧૨ ને શનિવારે રાત્રીના ૮-૦૦ કલાક થી .. … ‘ ‘ હેમતીર્થ ’ ’ , મુ.ઢાંકણીયા , તાલુકો સાયલા , જિ . સુરેન્દ્રનગર ખાતે યોજવામાં આવેલ છે 
. ગુજરાતના દિગ્ગજ લોકસાહિત્યકારો તેમજ ગાયકો સ્વ . હેમુગઢવીને પ્રાસંગિક ‘ ‘ સ્વરાંજલી ’ ’ અર્પણ કરશે . 
ઉપરોક્ત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા આપને ભાવભર્યુ નિમંત્રણ છે . : 
ભવદીય :-
 બિહારી હેમુગઢવી । 
રાજેન્દ્ર હેમુગઢવી । 
અનીલ હેમુગઢવી । 
જયવીર જીતુભાઇ ગઢવી

આમંત્રણ પત્રિકા પીડીએફ ડાઊનલોડ કરવા માટે અહીંયા ક્લિક કરો

શુક્રવાર, 12 ઑગસ્ટ, 2022

આજે શ્રાવણ સુદ પૂનમ એટલે સમાજ સેવક ઋષિ ચારણ શ્રી પિંગળશીભાઈ પાયક ની પુણ્યતિથિ.

આજે શ્રાવણ સુદ પૂનમ એટલે સમાજ સેવક ઋષિ ચારણ શ્રી પિંગળશીભાઈ પાયક ની પુણ્યતિથિ.


આજે શ્રાવણ સુદ પૂનમ એટલે સમાજ સેવક ઋષિ ચારણ શ્રી પિંગળશીભાઈ પાયક ની પુણ્યતિથિ.

ચારણ (દ્રીમાસિક) મુખ પત્રના તંત્રી , તેઓ ચારણી સાહિત્યના સંશોધક હતા.
"માતૃદર્શન" ના રચિયતા અને એ જમાનામાં વકીલાત ભણેલા હતા.
તેમજ સરકારી નોકરી ઠુકરાવી સમાજ સેવામાં જીવન અર્પી દેનાર અલગારી ચારણ રત્ન, આઈશ્રી સોનલ માં ના શક્તિશાળી નેજા હેઠળ પદ્મ શ્રી દુલાભાયા કાગ સાથે સમાજ સુધારણાના કાર્ય કરેલ

નામ :- પિંગળશીભાઈ પાયક
પિતાનું નામ :- પરબતભાઈ પાયક
જન્મ :- ચૈત્ર સુદ પૂનમ
વતન :- લોદ્ધાણી - કચ્છ.
સ્વર્ગવાસ :- શ્રાવણ સુદ પૂનમ

ચારણ ઋષિ શ્રી પિંગળશીભાઈ પાયક ની પુણ્યતિથિએ અલગારી આત્માને કોટિ કોટિ નમન 🙏🏻👏🏻

*ચારણત્વ બ્લોગ પર જોવા માટે :-*

બુધવાર, 10 ઑગસ્ટ, 2022

ગઢવી સમાજનું ગૌરવ ડો. હરિયાલી બારોટ.







ગઢવી સમાજનું ગૌરવ ડો. હરિયાલી બારોટ.

કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય ખેલાડીઓની કચ્છી ફિઝિયોથેરાપિસ્ટ ડો.હરિયાલી બારોટ.

ડો.હરિયાલી બારોટ ને ખૂબ ખૂબ ખૂબ અભિનંદન સહ ઉતરોતર પ્રગતિ કરતા રહો તેવી માતાજી ને પ્રાર્થના

Featured Post

પરિવારની પાંખો થકી, ચારણની દીકરીએ ઊંચી ઉડાન ભરી; GPSC ની પરીક્ષા પાસ કરી ખંભાળીયાના દેવલબેન ગઢવી બન્યા TDO

પરિવારની પાંખો થકી, ચારણની દીકરીએ ઊંચી ઉડાન ભરી; GPSC ની પરીક્ષા પાસ કરી ખંભાળીયાના દેવલબેન ગઢવી બન્યા TDO ગુજરાત જાહેર સેવા આયો...