ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

શનિવાર, 17 સપ્ટેમ્બર, 2022

ચારણ સમાજનું ગૌરવ IPS શ્રી ભગીરથદાનભાઈ ગઢવી સાહેબ


ચારણ સમાજનું ગૌરવ IPS શ્રી ભગીરથદાનભાઈ ગઢવી સાહેબ

*(IPS)ભગીરથદાનભાઈ ગઢવી સાહેબ ને સુરત જીલ્લા ડેપ્યુટી પોલીસ કમિશનર, ઝોન-૨ (D.C.P) ની કેડર પોસ્ટ પર નિમણૂક થવા બદલ ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ*

માં જગદંબા આપને અવિરત પ્રગતિ કરાવે તેવી પ્રાર્થના

*ચારણત્વ બ્લોગ પર જોવા માટે :-*

શુક્રવાર, 16 સપ્ટેમ્બર, 2022

ચારણ સમાજ નુ ગૌરવ

ચારણ સમાજ નુ ગૌરવ
મૂળ મોણીયા અને હાલ અમરેલી જિલ્લા પોલીસ મા ફરજ બજાવતા કનુભાઈ માલદાનભાઈ ગોરવિયાળા ની દીકરી આરતીબેન કનુભાઈ ગોરવિયાળા એ નાયબ હિસાબનીશ(ADVT.NO.05/2021-22) અને સબ એકાઉન્ટન્ટ/સબ ઓડિટ(ADVT.NO.189/2020-21) બને પરીક્ષા પાસ કરવા બદલ ચારણી ચારણત્વ બ્લોગ તરફ થી ખુબ ખુબ અભિનંદન.

સોમવાર, 12 સપ્ટેમ્બર, 2022

આજે તા. ૧૨-૯-૨૦૨૨ અને ભાદરવા વદ - બીજ એટલે ભજન સમ્રાટ નારણ સ્વામી બાપુ ની ૨૨ મી નિર્વાણ તિથી

આજે તા. ૧૨-૯-૨૦૨૨ અને ભાદરવા વદ - બીજ એટલે ભજન સમ્રાટ નારણ સ્વામી બાપુ ની ૨૨ મી નિર્વાણ તિથી છે.

તે નિમ્મિતે તેમનું ટુંકમા જીવન ચરીત્ર મુકવાનો નાનકડો પ્રયાસ કરેલ છે.


પુર્વઆશ્રામનું નામ :- શક્તિદાન લાંગાવદરા 
પિતાનું નામ :- મહિદાન લાંગાવદરા
માતાનું નામ :- જીવુબાબેન 

જન્મ :- અષાઢ સુદ - બીદ વિક્રમ સવંત - 1994

બ્રહ્મલિન :- ભાદરવા વદ - બીજ તા. 16-09-2000

*તેમના વિશે વિશેષ :-*

નારાયણ સ્વામીએ સંસારમાંથી સન્યાસ લીધો હતો.

શાપર (વેરાવળ)નાં પાટીયે આવેલા શ્રી પરબવાળા હનુમાન મંદીરે તેઓ થોડો સમય રહયા હતાં જયાં તેઓ દર શનિવારે ભજન કરતા હતાં. તેમની સાથે વેરાવળ (શાપર)ના મુળુભા (બચુભાઈ) તેમજ અન્ય સાથીદારોએ શરૂ કરેલ આ ક્રમ આજે પણ ચાલુ છે. ત્યાર પછીથી તેઓએ સ્થાપેલા આશ્રમમાં રહેતા હતાં.

 તેમનો આશ્રમ
 કચ્છ જિલ્લાનાં માંડવી ખાતે આવેલો છે. જયાં તેઓએ બીમાર તથા અશક્ત ગાયની સંભાળ માટે ગૌશાળા પણ સ્થાપેલી છે. રાજકોટ મ્યુનિસીપલ કોર્પોરેશને રાજકોટ શહેરમાં એક જાહેરમાર્ગનું નામ

નારાયણ સ્વામી માર્ગ નામ આપેલું છે.

નારણ બાપુનિ નિર્વાણ તિથી એ કોટી કોટી વંદન

રવિવાર, 11 સપ્ટેમ્બર, 2022

આજે તારીખ ૧૧-૯-૨૦૨૨ એટલે આપણા પદ્મશ્રી કવિ દાદુદાન પ્રતાપદાન મિસણ "કવિ દાદ"ની જન્મ જ્યંતી છે





આજે તારીખ ૧૧-૯-૨૦૨૨ એટલે આપણા પદ્મશ્રી કવિ દાદુદાન પ્રતાપદાન મિસણ "કવિ દાદ"ની જન્મ જ્યંતી છે

"આવો  કવિ દાદ " ની જન્મ જયંતિ તેમના વિશે થોડું જાણીયે...

પૂ. કાગ બાપુના પેગડામાં પગ મૂકવાની નરવી શક્તિ ધરાવતા કવિ " દાદ " લોક હૈયાના અગોચર ખૂણે રમતા રૂજુભાવોને પોતાના કાવ્યમાં મુગ્ધ ઝરણા જેવી મધુરી, રમતિયાળ શૈલીમાં આલેખે છે.
કવિ " દાદ " આલા દરજ્જાના લોકમાન્ય અને લોકભોગ્ય ચારણ કવિ છે.
' ટેરવા ' એટલે શબ્દની કેડી પર લય અને ભાતીગળ વેલ્ય...
કવિ " દાદ " ની અતિપ્રસિદ્ધ, અવિસ્મરણીય, અદભુત કવિતા એટલે " કાળજા કેરો કટકો " માત્ર ગુજરાત, ભારતમાં જ નહીં બલકે વિશ્વભરમાં  પણ જ્યાં અને જ્યારે પણ લોકગાયક ગાય ત્યારે દસ-વીસ વરસ પહેલાંય જેણે દીકરીને સાસરીયે વળાવી હોય તેવા મા-બાપ કે જેને ત્યાં દીકરી હોય એમ હંમેશા રહ રહ રોતા સહુએ ભાળ્યા છે.
કુંવારી કલ્પના આલેખતી કવિ  દાદની અમર રચના એટલે " ઠાકોરજી નથી થાવું "
આઈ આવડને ચરજ રૂપે આરધતા લખે છે કે,
" આવડ તું ઉપરેં ઓ રે, બાઈ તુંને બાળ બોલાવે ".
તેમની રચનાઓમાં શબ્દનો પ્રચાર નહીં પણ અંતરનો ઉપચાર છે.

જન્મદિવસની ખુબ ખુબ શુભકામના સાથે માતાજી પાસે લાંબા દીર્ઘાયુષ્યની શુભેચ્છા અને પ્રાથના.....
પ્રસ્તુતિ નિજાનંદ.

ગુજરાતી લોકસાહિત્યની ધરોહર સમાન કવિ દાદબાપુને (દાદુ દાન ગઢવી)ને જન્મ દિવસની શુભેચ્છા ! કવિ કાગ પછી કવિ દાદ ચારણી પરંપરાને આગળ વધારનારા- ઉજાળનારા કવિ છે. સાત દાયકાથી વધારે ના તેમના અર્થપૂર્ણ આયુષ્યમાં કવિશ્રીએ આઠ જેટલા કાવ્ય સંગ્રહોની અમૂલ્ય ભેટ સમાજને ચરણે ઘરી છે. તેઓ છેલ્લી અડધી સદીથી પોતાના મધુર કંઠેથી સાહિત્ય તથા કાવ્યોની રસલ્હાણ પીરસી રહ્યા છે. જે આગળ પણ યથાવત રહે તેવી માં ભગવતિ ને પ્રાર્થના.

દાદુદાન પ્રતાપદાન ગઢવી (કવિ ‘દાદ’)ની સાહિત્ય સાધનાની અર્ધી સદી થઇ છે. કવિ દાદએ ‘કાળજો કેરો કટકો’ ‘ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું’ ‘હિરણ હલકાળી’ જેવી ગુજરાતની લોક સંસ્કૃતિને જન માનસ સુધી પહોંચાડતી લોકપ્રિય કવિતાઓની રચના કરી છે. કવિ દાદના સમગ્ર કાવ્ય સંગ્રહ ‘ટેરવાં’ અને ‘લછનાયન’ની વિમોચન વિધિ મોરારીબાપુના હસ્તે 14મી ઓક્ટોબરને શુક્રવારે સાંજે 4 કલાકે હેમુ ગઢવી નાટ્યગૃહ, ટાગોર માર્ગ રાજકોટમાં થયુ .

કવિ દાદની સાહિત્ય સાધના અર્ધી સદી પૂરી થવામાં છે. સમયગાળા દરમિયાન ‘ટેરવાં’ ભાગ-4, ‘ચિત્તહરનું ગીત’ ‘શ્રીકૃષ્ણ છંદાવલી’ ‘રામનામ બારાક્ષરી’ વગેરે પુસ્તકો ગુજરાતી સાહિત્ય અને લોકસાહિત્ય ક્ષેત્રને મળ્યા છે.
 કવિ દાદના કેટલાક પુસ્તકો ઘણા વર્ષોથી અલભ્ય હતા. રાજકોટની પ્રકાશન ક્ષેત્રેની સંસ્થા પ્રવીણ પ્રકાશન દ્વારા દાદના સમગ્ર સાહીત્યના બે પુસ્તકમાં પુન: મુદ્રણ કરવામાં આવ્યું છે
ગોપાલભાઇ પટેલના જણાવ્યા મુજબ 824 પાનાંના બે પુસ્તકોમાં કવિ દાદની તમામ રચનાઓનો સમાવેશ કરાયો છે.
કાવ્યસંગ્રહ મોરારિબાપુ વાંચકો સન્મુખ મૂકશે

           || દોહો ||
કવિ કુંવારા વેણ નો.અદભુત કલ્પન યાદ,
મિશણ કુળ મોંધુ રતન,દિવ્ય કવિ ભવ્ય દાદ.
રચના :-કવિ પ્રવીણભાઈ મધુડા



              *વંદે સોનલ માતરમ્*

Featured Post

સમાજ પ્રેમી, યુવાનોના માર્ગદર્શક, સરળ વ્યકિત એવા ભાઈશ્રી શિવરાજભાઈ ગઢવી સાહેબ નેશનલ લો યુનિવર્સિટી બેંગ્લોર માંથી Master of Business Law પાસ કરેલ

સમાજ પ્રેમી, યુવાનોના માર્ગદર્શક, સરળ વ્યકિત એવા ભાઈશ્રી શિવરાજભાઈ ગઢવી સાહેબ નેશનલ લો યુનિવર્સિટી બેંગ્લોર માંથી Master of Busi...