આજે તારીખ ૧૧-૯-૨૦૨૨ એટલે આપણા પદ્મશ્રી કવિ દાદુદાન પ્રતાપદાન મિસણ "કવિ દાદ"ની જન્મ જ્યંતી છે
"આવો કવિ દાદ " ની જન્મ જયંતિ તેમના વિશે થોડું જાણીયે...
પૂ. કાગ બાપુના પેગડામાં પગ મૂકવાની નરવી શક્તિ ધરાવતા કવિ " દાદ " લોક હૈયાના અગોચર ખૂણે રમતા રૂજુભાવોને પોતાના કાવ્યમાં મુગ્ધ ઝરણા જેવી મધુરી, રમતિયાળ શૈલીમાં આલેખે છે.
કવિ " દાદ " આલા દરજ્જાના લોકમાન્ય અને લોકભોગ્ય ચારણ કવિ છે.
' ટેરવા ' એટલે શબ્દની કેડી પર લય અને ભાતીગળ વેલ્ય...
કવિ " દાદ " ની અતિપ્રસિદ્ધ, અવિસ્મરણીય, અદભુત કવિતા એટલે " કાળજા કેરો કટકો " માત્ર ગુજરાત, ભારતમાં જ નહીં બલકે વિશ્વભરમાં પણ જ્યાં અને જ્યારે પણ લોકગાયક ગાય ત્યારે દસ-વીસ વરસ પહેલાંય જેણે દીકરીને સાસરીયે વળાવી હોય તેવા મા-બાપ કે જેને ત્યાં દીકરી હોય એમ હંમેશા રહ રહ રોતા સહુએ ભાળ્યા છે.
કુંવારી કલ્પના આલેખતી કવિ દાદની અમર રચના એટલે " ઠાકોરજી નથી થાવું "
આઈ આવડને ચરજ રૂપે આરધતા લખે છે કે,
" આવડ તું ઉપરેં ઓ રે, બાઈ તુંને બાળ બોલાવે ".
તેમની રચનાઓમાં શબ્દનો પ્રચાર નહીં પણ અંતરનો ઉપચાર છે.
જન્મદિવસની ખુબ ખુબ શુભકામના સાથે માતાજી પાસે લાંબા દીર્ઘાયુષ્યની શુભેચ્છા અને પ્રાથના.....
પ્રસ્તુતિ નિજાનંદ.
ગુજરાતી લોકસાહિત્યની ધરોહર સમાન કવિ દાદબાપુને (દાદુ દાન ગઢવી)ને જન્મ દિવસની શુભેચ્છા ! કવિ કાગ પછી કવિ દાદ ચારણી પરંપરાને આગળ વધારનારા- ઉજાળનારા કવિ છે. સાત દાયકાથી વધારે ના તેમના અર્થપૂર્ણ આયુષ્યમાં કવિશ્રીએ આઠ જેટલા કાવ્ય સંગ્રહોની અમૂલ્ય ભેટ સમાજને ચરણે ઘરી છે. તેઓ છેલ્લી અડધી સદીથી પોતાના મધુર કંઠેથી સાહિત્ય તથા કાવ્યોની રસલ્હાણ પીરસી રહ્યા છે. જે આગળ પણ યથાવત રહે તેવી માં ભગવતિ ને પ્રાર્થના.
દાદુદાન પ્રતાપદાન ગઢવી (કવિ ‘દાદ’)ની સાહિત્ય સાધનાની અર્ધી સદી થઇ છે. કવિ દાદએ ‘કાળજો કેરો કટકો’ ‘ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું’ ‘હિરણ હલકાળી’ જેવી ગુજરાતની લોક સંસ્કૃતિને જન માનસ સુધી પહોંચાડતી લોકપ્રિય કવિતાઓની રચના કરી છે. કવિ દાદના સમગ્ર કાવ્ય સંગ્રહ ‘ટેરવાં’ અને ‘લછનાયન’ની વિમોચન વિધિ મોરારીબાપુના હસ્તે 14મી ઓક્ટોબરને શુક્રવારે સાંજે 4 કલાકે હેમુ ગઢવી નાટ્યગૃહ, ટાગોર માર્ગ રાજકોટમાં થયુ .
કવિ દાદની સાહિત્ય સાધના અર્ધી સદી પૂરી થવામાં છે. સમયગાળા દરમિયાન ‘ટેરવાં’ ભાગ-4, ‘ચિત્તહરનું ગીત’ ‘શ્રીકૃષ્ણ છંદાવલી’ ‘રામનામ બારાક્ષરી’ વગેરે પુસ્તકો ગુજરાતી સાહિત્ય અને લોકસાહિત્ય ક્ષેત્રને મળ્યા છે.
કવિ દાદના કેટલાક પુસ્તકો ઘણા વર્ષોથી અલભ્ય હતા. રાજકોટની પ્રકાશન ક્ષેત્રેની સંસ્થા પ્રવીણ પ્રકાશન દ્વારા દાદના સમગ્ર સાહીત્યના બે પુસ્તકમાં પુન: મુદ્રણ કરવામાં આવ્યું છે
ગોપાલભાઇ પટેલના જણાવ્યા મુજબ 824 પાનાંના બે પુસ્તકોમાં કવિ દાદની તમામ રચનાઓનો સમાવેશ કરાયો છે.
કાવ્યસંગ્રહ મોરારિબાપુ વાંચકો સન્મુખ મૂકશે
|| દોહો ||
કવિ કુંવારા વેણ નો.અદભુત કલ્પન યાદ,
મિશણ કુળ મોંધુ રતન,દિવ્ય કવિ ભવ્ય દાદ.
રચના :-કવિ પ્રવીણભાઈ મધુડા
*વંદે સોનલ માતરમ્*
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો