ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

લેબલ चरज नेटवर्क સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ चरज नेटवर्क સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

ગુરુવાર, 29 માર્ચ, 2018

चरज नेटवर्क

ચારણોની  મૂળ ગ્રામ્ય સંસ્કૃતી અને ખેતી આધારિત આર્થિક વ્યવસ્થા. કોઠાસૂઝ ખૂબ પણ અક્ષર જ્ઞાન પ્રમાણમાં ઓછુ ઍટલે જેતે સમયે શહેરીકરણ પણ પ્રમાણમા ઓછુ.  આવી પરિસ્થિતિમાં ઉદ્યોગ વ્યાપાર વિષે વિચારવુ લગભગ અશક્ય.  આવી વિશિષ્ટ પરિસ્થિતિમાં અમુક ચારણોએ ઉચ્ચ અભ્યાસ કરીને  નોકરી અને વ્યવસાયમાં પોતાની આગવી ઓળખ ઉભી કરી તો અમુક ચારણો કે જે વધારે અભ્યાસ ન કરી શકયા  પણ  પોતાની આગવી આવડત, અવિરત સંઘર્ષ અને કોઠાસૂઝથી ઉદ્યોગ જગતમાં એક અનેરી નામના મેળવી.


આવા જ એક ચારણ ઉદ્યોગપતિ જેમનું નામ છે સમરથદાન ગઢવી, જેમણે પોતાની ધગશ અને મેહનતથી હાઈડ્રોલીક ક્ષેત્રમાં પોતાનો ડંકો વગાડી કલોલ જેવા નાના ગામમાંથી  પોતાની કંપની દુર્ગા ટ્રેક્ટરસનું નામ વિશ્વના અનેક દેશોમાં ગુંજતું કરી દીધું .


ત્યારબાદ પાનચંદ નામની વ્યક્તિ જે એન્જિન  રિપેરીંગનું  કામ બહુ સારું જાણતા  તેમની સાથે મળીને  કલોલમાં  ભાડાની જગ્યા પર રિપેરીંગ નો ધંધો ચાલુ કર્યો. ત્યારે તેમણે ખ્યાલ પણ ન હતો કે આ નાનો ધંધો ભવિષ્યમાં દુર્ગા ટ્રેક્ટરસના નામે વિશ્વવ્યાપી બનવાનો છે. 


તે સમયે કલોલ માં આવેલી ONGC કંપનીના આધુનિક મશીન જ્યારે ખરાબ થતા અને કોઈ જગ્યાએ રીપેર ના થતું ત્યારે અંતે એ મશીન સમરથદાનજી  પાસે આવતું  અને તેઓ પોતાની ટેકનીકલ આવડતથી મશીન રિપેર કરી દેતા. આવા અનુભવો થી તે  હાઇડ્રોલિક વિષે શીખ્યા અને તેમાથી હાઇડ્રોલિક સંચાલિત અનેક મશીન બનાવ્યા અને વિશ્વભરમા નામના મેળવી.  આ દરમ્યાન તેમણે પાણી ના બૉર બનાવવાના મશીન, ટ્રૅક્ટર પર હાઇડ્રોલિક લોડર  જેવા અનેક મશીન બનાવાની કુશળતા મેળવી. 


પોતાના મશીન ની કવોલીટી વિષે જણાવતા તેમણે કહ્યું કે "મશીન ના પાર્ટ્સ અને એની કવોલીટીમાં હું ક્યારેય સમાધાન નથી કરતો ,મારે જ આ મશીન વાપરવાનું છે એમ માની ને જ હું દરેક મશીન ઉત્તમ ગુણવત્તાવાળુ જ બનાવું છું .જેથી મશીન અંગે કોઈ ગ્રાહકની  લાંબા સમય સુધી કોઈ ફરિયાદ આવતી જ નથી .


નવી પેઢીના યુવાનોને પોતાના અનુભવ પરથી સમરથદાનજી  જણાવે છે કે "બે પૈસા કમાવવા હોઈ તો બાપનું ગામ છોડો...સંપતી બનાવવી હોઈ તો દેશ છોડો". 3M - મસાલો, મોટરસાઇકલ અને મોબાઇલથી દૂર રહો. સમયનો સદુપયોગ કરો.ટેકનોલોજી તરફ ઍક કદમ માંડશો તો તેમાથી તમને ઉજ્જવળ ભવિષ્યના બે રસ્તા મળશે. અમે સામાન્ય રિપેરીંગમાથી હાઇડ્રોલિકમા આવ્યા તો અનેક હાઇડ્રોલિક ટેક્નાલજી આધારિત મશીન બનાવી  પ્રગતી કરી.  અંતે તો તમારો સમયનો સદુપયોગ અને સંઘર્ષ જ તમારા જીવનને  આકાર આપે છે...સફળતા અપાવે છે.- ચરજ નેટવર્ક મેગેઝીન”શક્તિ વિશેષાંક” જાન્યુઆરી ૨૦૧૮

બુધવાર, 28 માર્ચ, 2018

ચરજ નેટવર્ક મેગેઝીનનું  પ્રથમ વાર્ષિક સ્નેહ-મિલન

ચરજ નેટવર્ક મેગેઝીનનું  પ્રથમ વાર્ષિક સ્નેહ-મિલન તારીખ :૨૫ માર્ચ ૨૦૧૮ના રોજ અમદાવાદમાં યોજાઈ ગયું .જેમાં ચરજ મેગેઝીન ટીમના સભ્યો અને શુભેચ્છકો હાજર રહ્યા. ચરજ મેગેઝીનની એકવર્ષની સમીક્ષા કરવામાં આવી ,જેમાં ઉપસ્થિત દરેક સભ્યો એ પોતાના પ્રતિભાવો અને અનુભવો જાણાવ્યા . મેગેઝીનની સામાજિક જરૂરિયાત,મહત્વ અને ભવિષ્યની રૂપરેખા વિષે ઊંડાણપૂર્વક ચર્ચા કરી.

વિદ્વાન ચારણી સાહિત્યકાર,સંશોધક અને લેખક શ્રી શિવદાનજી ઝૂલા ખાસ ઉપસ્થિત રહ્યા ,તેમણે ચરજ મેગેઝીનની સામાજિક જરૂરિયાત અને મહત્વ સમજાવતા કહ્યું કે “આપણો સમાજ ગમ્મે એટલો સમુદ્ધ બને ,ગમ્મે એટલા સામાજિક સંગઠનો રચાય  પણ જ્યાં સુધી ‘વૈચારિક પરિવર્તન’ નહિ થાય ત્યાં સુધી આપણો સમાજ  પ્રગતિશીલ બની શકશે નહિ ,ચરજ નેટવર્ક મેગેઝીન ના તમામ અંકો વાંચતા મને લાગે છે કે  આ  માત્ર મેગેઝીન નથી પણ આપણી સાચી ઓળખને પ્રસ્થાપિત કરતો આપણા સમાજનો સાંસ્કૃતિ ,સાહિત્યિક ,સામાજિક તથા રાજકીય દસ્તાવેજ છે.આપણા સમાજમાં ‘વૈચારિક પરિવર્તન ‘લાવવાનું સબળ અને સક્ષમ માધ્યમ છે. ચરજ મેગેઝીનથી આવતા વર્ષોમાં આપણા સમાજની નવી પેઢીને આપણી સાચી ઓળખ અને સાચો ઈતિહાસ મળશે અને સમાજને વધારે પ્રગતિશીલ બનાવતું વૈચારિક પરિવર્તન લાવવામાં આ મેગેઝીન મહત્વની ભૂમિકા ભજવશે એવી મને આશા બંધાઈ છે “

ચરજ મેગેઝીન ના અન્ય શુભેચ્છકો સુશ્રી નયનાબેન ગઢવી ,સુશ્રી ભાવનાબેન ગઢવી ,શ્રી કૈલાશદાન ગઢવી ,શ્રી રાજેશભાઈ ગઢવી ,શ્રી સુભાષભાઈ ગઢવી એ પોતાના અમુલ્ય પ્રતિભાવો અને સૂચનો જાણાવ્યા સૌનો ખુબ ખુબ આભાર. ચરજ મેગેઝીન ને ઘરે ઘરે પહોંચાડવા પ્રતિબદ્ધ યુવા પ્રતિનિધિઓ ને ‘બેસ્ટ પ્રતિનિધિ એવોર્ડ -૨૦૧૭ “ એનાયત કરવામાં આવ્યાં.

ચરજ નેટવર્ક મેગેઝીન ટીમ ના સભ્યો શ્રી દિનેશ માવલ ,કિન્તુ ગઢવી ,સત્યેન ગઢવી ,વિક્રમભાઈ ગઢવી ,નીલમબેન ગઢવી ,ભગવતદાન ગઢવી ,વિપુલ ગઢવી ,સાગરદાન ઝીબા ,રાહુલ ગઢવી ,રાકેશભાઈ ગઢવી અને રણજિત ગઢવી દ્વારા સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું .સમગ્ર કાર્યક્રમની વ્યવસ્થા અને સંકલન કો –ઓર્ડીનેટર સમીર ગઢવીએ સંભાળ્યા.  

આ કાર્યક્રમની અર્થસભર ચર્ચા અને અનુભવો જોઇને બધ્ધા ને એવું લાગ્યું કે ગુજરાતના જુદા જુદા જીલ્લા અને તાલુકામાં દર બે મહિને ચરજ મેગેઝીન દ્વારા આવો સ્નેહ મિલન નો કાર્યક્રમ થવો જોઈએ ..આવી લાગણી બધ્ધાને થવી એ જ આ કાર્યક્રમની અને મેગેઝીનની ફલશ્રુતિ ..સૌનો ખુબ ખુબ આભાર .khhftg

મંગળવાર, 20 માર્ચ, 2018

આપણાં સમાજમાં હંમેશા દિકરીઓને જ રૂઢિઓ, રીત-રિવાજો અને પરંપરા જાળવવાની શિખામણો આપવામાં આવતી હોય છે. જ્યારે દિકરાઓને આ બાબતે કોઈ જ સલાહ આપવામાં આવતી નથી કે કેવી રીતે સ્ત્રીઓનું સન્માન કરવું ? 


કોઈપણ સમાજની માનસિક્તા તેમની સ્ત્રીઓ પ્રત્યેની માનસિક્તાના વલણથી છતી થાય છે.આજે દુનિયા 21મી સદીમાં પ્રવેશી ગઈ છે ત્યારે આપણાં સમાજની સ્ત્રીઓ ને પરંપરાગત રિવાજો અને રુઢીઓની બેડીઓમાં જકડીને શોષણ કરવામાં આવે છે. ચારણ સમાજ તો દેવીપુત્ર હોવાનું ગૌરવ ધરાવે છે. તો પછી ચારણ સ્ત્રીઓની આવી દુર્દશા કેમ ? સાચું કહેજો, આપણાંમાંથી કેટલાં હશે કે જે પોતાના ઘરે દિકરીના જન્મની ઈચ્છા રાખે છે ? ખરેખર આ આંકડો ખૂબ જ ઓછો હશે. તો આપણે ચોક્કસપણે મનોમંથન કરવું પડે કે આવું કેમ ? 


જો આપણે આ વાતના મૂળ સુધી જઈએ તો આપણને જે હકીકત છે તેનો સાચો ચિતાર મળે. આ વાત દ્વારા હું એમ નથી કહેવા માંગતી કે સ્ત્રીઓને મજબૂત બનાવો. સ્ત્રીઓ તો મજબૂત જ છે. ખાલી તેમની મજબૂતી જોવાનો આપણઓ નજરીયો બદલવાની જરૂર છે. આપણે સ્ત્રી તરીકે ઉપર ઊઠવાનું છે અને આગેવાની લેવાની છે. સ્ત્રી-પુરુષ એક ગાડાના બે પૈડા છે જે સરખા હશે તો જ સમાજ આગળ વધશે, પ્રગતિ કરશે. માટે દિકરા અને દિકરીઓ સમાન ઉછેર કરવાનો દ્રઢ નિશ્ચય કરીએ અને સમૃદ્ધ સ્વસ્થ સમાજનું નિર્માણ કરીએ. - જાગ્રુતિ જે. શામળ –ચરજ નેટવર્ક મેગેઝીન “શક્તિ વિશેષાંક ,જાન્યુઆરી ૨૦૧૮ 


તા : ક - ચૈત્રી નવરાત્રી ના આ પાવન દિવસોમાં ચારણ બહેનોની અભિવ્યક્તિ અને વિચારોનું આ નવતર અનુષ્ઠાન ચરજ મેગેઝીન દ્વારા શરુ કરવામાં આવ્યું છે. ચરજ મેગેઝીન આપણી ચારણ બહેનો -દીકરીઓના વિચારો અને અભિવ્યક્તિને પુરો આદર અને સન્માન આપે છે .


આ અનુષ્ઠાન દ્વારા આપણી બહેનો -દિકરીઓના વિચારો -અભિવ્યક્તિ અને સામાજિક નિસ્બત સમાજ સુધી પહોંચે એજ માત્ર ચરજ મેગેઝીન નો હેતુ છે .આશા છે કે આ નવરાત્રીના દિવસોમાં બહેનો -દીકરીઓની વાતને ખુબજ સંવેદનાપૂર્વક આપણે સાંભળીએ ,એમની વાતમાં રહેલા વાસ્તવિક સત્યને સમજવાનો પ્રયત્ન કરીએ અને આપણી બહેન -દીકરીઓ પ્રત્યે ના દ્રષ્ટીકોણ માં આપણે બદલાવ લાવીએ ,તો જ આ નવરાત્રી વધારે સાર્થક નીવડી ગણાશે ...આભાર

શનિવાર, 2 ડિસેમ્બર, 2017

सप्तपदि ,. चरज मेगेझिन

તાજેતરમાં જ શરુ કરવામાં આવેલો લગ્નઈચ્છુક ચારણ યુવક -યુવતીઓનો પરિચય આપતો વિભાગ 'સપ્તપદી ' ને સારો આવકાર મળી રહ્યો છે ..
દરેક લગ્ન ઈચ્છુક ચારણ યુવક -યુવતી પોતાની જરૂરી માહિતી ,પોતાના ઓળખ ના પુરાવા સાથે charajnetwork@gmail.com પર મોકલી શકે છે ..આભાર .

શુક્રવાર, 16 ડિસેમ્બર, 2016

चरज नेटवर्क

प्रिय मित्रो ,

चरज मेगेझीने उमळकाभेर आवकारवा बदल आप सौ नो आभार.

आ मेगेझीन चरज - प्रगतिशील चारण नेटवर्क अने चारण ईन्टरनेशनल ट्रेड ओर्गेनाईझेशन ( CITO ) ना सहियारा विचार अने सहयारी महेनतनुं परिणाम छे.

चरज मेगेझीन खरा अर्थमां चारण समाज नु्ं पोतानुं मेगेझीन बनी रहे अेवा प्रयत्नो अमे करी रह्या छीअे.
मेगेझीन नुं संपादन , संपादन टीम , लेखोनी पसंदगी , डीझाईन , ले - आउट , फोटोग्राफी , प्रिन्टिंग अने वितरण व्यवस्था जेवा अनेक पासाओ एेक उत्तम मेगेझीनथी क्यांय उतरता ना होय अेनी अमे विशेष काळजी राखी छे.

आ मेगेझीन समग्र चारण समाज नी समस्याने वाचा आपतुं , प्रगतिशील चारणो अने समाज ना प्रगतिशील कार्योने पोखतुं , चारण अस्मिता अने चारणी साहित्य ने नवा परिक्ष्यमां रजु करतुं , देश विदेशना चारणोने एेकबीजा साथे जोडतुं अने खरा अर्थमां चारण संवादने सार्थक करतु प्लेटफोर्म बनी रहेशे अेवी अमने आशा छे.

आप आपना प्रतिभाव अने सूचनो नि:संकोच अमने charajnetwork@gmail.com पर मोकली शको छो.

*संपादक टीम :-*
:- रणजित गढवी  (कोर्पोरेट कोम्युनीकेटर)
:- सत्येन गढवी (ब्लॉगगर )
:- मिलिन्द गढवी (कवि अने साहित्यकार)
:- दिव्यराज गढवी (लेखक अने फिल्ममेकर)
:- किन्तु गढवी (लेखक अने डोक्युंमेन्टरी फिल्ममेकर)
:- अशोकभाई (तंत्री , सौराष्ट्रक्रांती ,राजकोट)
:- करशनभाई गढवी (पत्रकार, कच्छ - मित्र,कच्छ)

*सह : संपादक :-*

:- वेजांध गढवी - कच्छ
:- मनुदान गढवी - महुवा
:- नीलमबेन गढवी - जामनगर
:- धरमेन्द्र गढवी - दहेज,भरुच
:- विरल बारोट - मुंबई

*एडवाईझरी कमिटी :-*
:- श्री यशवंतभाई लांबा - जांबुडा
:- श्री विजयभाई गढवी - कच्छ
:- श्री पालुभाई गढवी - झरपरा , कच्छ
:- श्री गीरीशभाई मोड - जुनागढ
:- श्री देवीदानभाई गढवी - कच्छ
:- श्री महेरबानभाई गढवी - अमदावाद
:- श्री आशानंदभाई गढवी - झरपरा , कच्छ
:- श्री विक्रमभाई साउ - अमदावाद
:- श्री राजेशभाई ठाकरीया - सुरत
:- श्री नारणदानजी विठुं - राधनपुर

*ओफिस :-*
चरज मेगेझीन , जी -1 , समुद्र अेनेक्षी बिल्डींग ,
सीजी रोड , गिरीश कोल्ड्रींक चार रस्ता , नवरंगपुरा ,
अमदावाद - 380009.  Mo.+91 94284 12555

Featured Post

ચારણ સમાજનું ગૌરવ શ્રીજયરાજદાન ગઢવી સાહેબ

અભિનંદન સંદેશ "સમગ્ર ચારણ-ગઢવી સમાજનું ગૌરવ અને કર્મનિષ્ઠ પોલીસ અધિકારી, આદરણીય જયરાજસિંહ ગઢવી સાહેબને પી.એસ.આઈ. (PSI) થી પ...