આવા જ એક ચારણ ઉદ્યોગપતિ જેમનું નામ છે સમરથદાન ગઢવી, જેમણે પોતાની ધગશ અને મેહનતથી હાઈડ્રોલીક ક્ષેત્રમાં પોતાનો ડંકો વગાડી કલોલ જેવા નાના ગામમાંથી પોતાની કંપની દુર્ગા ટ્રેક્ટરસનું નામ વિશ્વના અનેક દેશોમાં ગુંજતું કરી દીધું .
ત્યારબાદ પાનચંદ નામની વ્યક્તિ જે એન્જિન રિપેરીંગનું કામ બહુ સારું જાણતા તેમની સાથે મળીને કલોલમાં ભાડાની જગ્યા પર રિપેરીંગ નો ધંધો ચાલુ કર્યો. ત્યારે તેમણે ખ્યાલ પણ ન હતો કે આ નાનો ધંધો ભવિષ્યમાં દુર્ગા ટ્રેક્ટરસના નામે વિશ્વવ્યાપી બનવાનો છે.
તે સમયે કલોલ માં આવેલી ONGC કંપનીના આધુનિક મશીન જ્યારે ખરાબ થતા અને કોઈ જગ્યાએ રીપેર ના થતું ત્યારે અંતે એ મશીન સમરથદાનજી પાસે આવતું અને તેઓ પોતાની ટેકનીકલ આવડતથી મશીન રિપેર કરી દેતા. આવા અનુભવો થી તે હાઇડ્રોલિક વિષે શીખ્યા અને તેમાથી હાઇડ્રોલિક સંચાલિત અનેક મશીન બનાવ્યા અને વિશ્વભરમા નામના મેળવી. આ દરમ્યાન તેમણે પાણી ના બૉર બનાવવાના મશીન, ટ્રૅક્ટર પર હાઇડ્રોલિક લોડર જેવા અનેક મશીન બનાવાની કુશળતા મેળવી.
પોતાના મશીન ની કવોલીટી વિષે જણાવતા તેમણે કહ્યું કે "મશીન ના પાર્ટ્સ અને એની કવોલીટીમાં હું ક્યારેય સમાધાન નથી કરતો ,મારે જ આ મશીન વાપરવાનું છે એમ માની ને જ હું દરેક મશીન ઉત્તમ ગુણવત્તાવાળુ જ બનાવું છું .જેથી મશીન અંગે કોઈ ગ્રાહકની લાંબા સમય સુધી કોઈ ફરિયાદ આવતી જ નથી .
નવી પેઢીના યુવાનોને પોતાના અનુભવ પરથી સમરથદાનજી જણાવે છે કે "બે પૈસા કમાવવા હોઈ તો બાપનું ગામ છોડો...સંપતી બનાવવી હોઈ તો દેશ છોડો". 3M - મસાલો, મોટરસાઇકલ અને મોબાઇલથી દૂર રહો. સમયનો સદુપયોગ કરો.ટેકનોલોજી તરફ ઍક કદમ માંડશો તો તેમાથી તમને ઉજ્જવળ ભવિષ્યના બે રસ્તા મળશે. અમે સામાન્ય રિપેરીંગમાથી હાઇડ્રોલિકમા આવ્યા તો અનેક હાઇડ્રોલિક ટેક્નાલજી આધારિત મશીન બનાવી પ્રગતી કરી. અંતે તો તમારો સમયનો સદુપયોગ અને સંઘર્ષ જ તમારા જીવનને આકાર આપે છે...સફળતા અપાવે છે.- ચરજ નેટવર્ક મેગેઝીન”શક્તિ વિશેષાંક” જાન્યુઆરી ૨૦૧૮
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો