ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

શનિવાર, 27 માર્ચ, 2021

ગઢવી સમાજનું ગૌરવ :- દર્શના રામભાઈ ગઢવી

ભુંગર ગઢવી સમાજનું ગૌરવ
    દર્શના રામભાઈ ગઢવી

 ભાવનગર જિલ્લા જવાહર નવોદય પ્રવેશ પરીક્ષામાં ભાવનગર જિલ્લામાં કુલ ૫૦૦ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમા દર્શના રામભાઈ ગઢવી એ પ્રથમ ક્રમે પાસ થઈને સમગ્ર ભુંગર ગામ અને ગઢવી સમાજનું ગૌરવ વધારેલ છે . તે બદલ ખૂબ ખૂબ અભિનંદન અને ઉજ્વળ ભવિષ્ય ની મંગલ કામના 

 ઉતરોતર પ્રગતિ કરો પરિવાર સાથે સમાજનું નામ રોશન કરો તેવી શુભેચ્છાઓ

હિતદાન ગઢવી રચિત રચના

જીહ્વા થી નિસરેલ શબદ નું ચોક્કસ કારણ છું
પાતાળ માંથી પણ પાણી માપનાર હું ચારણ છું

શબદ નો મહાસાગર છું ને કર કલમ ધારણ છું
સદીઓ ના ઇતિહાસ નો જાણતલ હું ચારણ છું

વા લાગે જેને સખાભાવ નો એનો હું તારણ છું
તારી લઉં નાવ મધદરિયા માં ડુબતુ હું ચારણ છું

ભાંગેલ દલ ના દુખિયા ને હું હૈયા ની ધારણ છું
રણસંગ્રામેં રગદોળું રણજોદ્ધા ને હું ચારણ છું

હું શબદ નું ગીત અણધાર્યું હિત હું અકારણ છું
શબદ સિમા ને સંગીત ની ગરિમા હું ચારણ છું

હિતદાન ગઢવી (રામોદડી)
હાલ જામનગર
9023323724

हितदान गढवी रचीत‌

*अंधकारमय घेराण,पाथरी बसे रात*
*नाखे मंडप प्रभात,अजवाळा ना हित*

*नत कलम थी नारायण,समरण करू सदाय*
*हेमखेम रखजो हित,(जेम) राख्यो विस माय*

हे सुर्यनारायण भगवान नित्य हु कलम थी आपनु स्मरण करू छु,हे नारायण सदाय हेमखेम राखजो  2020 जेवा वसमा वरस मा राख्या एम

*प्रभातेय पुरव थी,(करे) पश्चिमें प्रयाण*
*जग माय ड्युटी राण,होशे करता हित*

जय माताजी
हितदान गढवी



आजे‌‌ भावनगर राज्यना मेघ कंठीला राजकवि श्रीपिंगळशीभाई पाताभाई नरेलानी 82 मी पुण्यतिथी छे

आजे‌‌ भावनगर राज्यना मेघ कंठीला राजकवि श्रीपिंगळशीभाई पाताभाई नरेलानी 82 मी पुण्यतिथी छे

तो ते निमित्ते "भावनगर राजवि श्री पिंगळशीभाई पाताभाई नरेला"   विशे थोडी जाणकारी अने तेमनो जीवन परीचय  आप समक्ष मुकवानो नानकडो प्रयाश करेल छे

*राजकवि = भावनगर*
*जीवन काळ ( 1856  - 1939 )*

.  *राजकवि श्री पींगळशीभाईनो जन्म सवंत 1912 ना आसो सुद अगीयारस ई.स.1856 मां 10 ओक्टोबर ना रोज  शिहोरमां थयो हतो*

ते ओए  *डिंगळ गुजराती , हिन्दी, चारणी ,  संस्कृत, व्रजभाषा,मारवाडी वगेरे भाषाओना जाणकार हता।*

*नरेला कुटुंब भावनगर राज्यना सात  पेढी ना राजकवि पदे रहेला ।*
*दादा श्री मुळुभाई नरेला महाराजा भावसिंहजी अने अेखराजजीना वखतमां राजकवि हता ,*
*पिंगलशि भाय ना पिता पाताभाई नरेला पोते पण समर्थ कवि अने वार्ताकार हता ,*
*तेओ महाराजा जशवंतसिहजी अने अखेराजजीना समयमां राजकवि पदे रहेला*

*राज्यना दिवान " गगा ओझा " अने शामळदास महेता तेमना परम मित्रोमांना एक हता ,*
*आ मित्रो एेक बीजानी हाजरी वगर चा पण न पीता ,*

*भावनगर राज्यना दिवान शामळदास गुजरी गया पछी पिंगलशिबभाये चा पण छोडी दीधेली ,*

*पिंगलशिभाईए  *श्री दलपतराम अने फार्बस साहेब साथे एक मास सूधी छावणीमां वास करीने भावनगरनो ईतिहास कहेलो,*

.  *महाराजा तख्तसिंहजीअे पाताभाई बाद पींगळशीभाईने राजकविनी पदवी आपेली तेओ भावसिंहजी अने* *कृष्णकुमारसिंहजीना समय सूधी आ पदे रह्या,*

.  *तेमणे रचेला पुस्तकोमां :- (1) हरिस ग्रंथ-संपादन (2) श्री कृष्ण बाळलीला (3) चित्तचेतावनी (4) तख्तप्रकाश (5) भावभुषण (6) पिंगळ काव्य भाग -  1अने 2 (7) सुबोधमाळा (8) ईश्वर आख्यान (9) पींगळ विरपुजा (10) सुजात चरित्र अने सतीमणी नोवेल (11) श्री सत्यनारायण कथा संस्कृत-गुजरातीमां तरजुमो ....जेवा ग्रंथो तेमणे रचेला ,*

.  *तेओ श्री कृष्णकुमारसिंहजी - चारणविध्यालयना स्थापक पण छे . ते उपरांत पिंगलशिभाय "चारण हित वर्धक सभा" ना पायाना पत्थरों पैकी ना एक हता,*

राजकवी *श्री पिंगलशिभाय नरेला ने मळेला बिरुदो*

*"मध्ययुग ना छेल्ला संस्कारमूर्ति चारण",*
*"देवतुल्य कविराज",*
*"चारण शिरोमणी",*
*"अखंड आराधक",*
*"साधुचरित कवी",*
*"शुभ संस्कारो नो मनवदेहे विचरतो स्तम्भ",*
*"ड़िंगळ नो उकेलनार",*
*"सर्जनशक्ति नो पुंज",*
*"भावनगर नी काव्य कलगी"*
*"महाराजा ना मुगट नो हीरो"*

तथा

*नरसिंह मेहता, दयाराम, धीरा, मीरां आने अखा ने समकक्ष कवी,*

*जेवा अनेक मानवाचक बिरुदो, शब्दों अने लेखो थी महाराजाओ, कविओ, लेखको, अने विवेचकोए बिरदव्या छे।*

महाराजा *श्री अे तेमणे आपेला ( शेढावदर ) गाममां  आजे पण राजकवि श्री पिंगळशीभाई पूजाय छे,*

.  *राजकवि पद उपरांत*
*पींगळशीभाई*
*जोगीदानभाई नरेला*
*अनीरुधभाई नरेला*
*तेमज चंद्रजीतभाय नरेला*
*आ सर्वे भावनगर राज्यना अंगत सलाहकार पदे पण रहेला ,*

. *नरेला कुटुंबनि पांच पेढी  राजकवि पदे रहेला.*
तेमा
*मुळभाई नरेला*
*पाताभाई नरेला*
*पींगळशीभाई नरेला*
*हरदानभाई नरेला*
*बळदेवभाई नरेला..*

*राजकवि पदे रहेला*

            *वंदे सोनल मातरम्*



રવિવાર, 21 માર્ચ, 2021

સમર્થ લોક વાર્તાકાર બચુભાઈ ગઢવી (વઢવાણ) ની જન્મ જયંતિ


આજે ફાગણ સુદ સાતમ એટલે સમર્થ લોક વાર્તાકાર બચુભાઈ ગઢવી (વઢવાણ) ની જન્મ જયંતિ

બચુભાઈ નું ટુંકમાં પરીચય

નામ : - જીવાભાઈ રોહડીયા ( ઉર્ફે બચુભાઈ ) 
પિતાનું નામ : - ભાવસંગભાઈ રોહડીયા
 માતાનું નામ : - જીવુબા 
જન્મ : - તા . ૨૧-૦૩-૧૯૩૨ 
જન્મ સ્થળ : - દેદાદરા 
અવસાન : - તા.૧૧-૦૭-૧૯૯૫

કવિરાજ સ્પષ્ટવક્તા ચારણ હતા.
મહારાણા પ્રતાપના યુદ્ધનું વર્ણન કરતા હોય અને એ ઘમસાણ યુદ્ધ વચ્ચે અશ્વ ચેતકને શાહજાદા સલીમનાં હાથીના કુંભાથળ પ ૨ ડાબ મૂકવાનું કહેતા જે હાકલ મારતા એ વખતે હલ્દીઘાટીનું યુદ્ધ જાણે આપણી નજર સમક્ષ જ થતું હોય એવું આબેહુબ તાદશ્ય શબ્દચિત્ર શ્રોતાઓનાં માનસ પટ ૫૨ અંકિત થઈ જતું . આ લેખકને એમની અખ્ખલિત વાણી સાંભળવાનો વધુમાં વધુ લાભ મળેલ છે અને એમની સાથેનો સ્નેહનાતો શબ્દથી વર્ણવી શકાય તેમ નથી એટલી અનોઅન્ય આત્મીયતા રહેતી .



પ્રાગટયનું પહેલું કિરણ આપમેળે પ્રગટે એમ તેમનામાં પ્રજ્ઞાા પ્રગટી ગઇ હતી. ધરતી ફાડીને અણધાર્યો વાંસનો અંકુર ફૂટે તેમ વિદ્વત્તા વિસ્તરી ગઇ હતી. 
ઇતિહાસની વાત માંડે ત્યારે આર્યાવર્તનો ઇતિહાસ નાનો થઇ જાય.

નાથ સંપ્રદાયનો નાદ જેના રૂંવે રૂંવે નર્તન કરે. પડખે બેઠેલો ભાગ્યવાન હોય તો આઠેય કોઠે ટાઢક ઢળે એવો જની ભીતરમાં અભરે ભર્યો ભંડાર હતો.

જેને ઓળખવા માટે અંતરની આંખ જોઇએ. પામવાને માટે ગરૂડરાજની પાંખ જોઇએ. પચાવવા માટે પાત્રતા જોઇએ. સાચા અર્થમાં સમર્થ સાહિત્યકાર.

મોં માથે કાળી ભમ્મર દાઢી મૂછના કાતરા, વગડાના વાહારે ફરકતા હોય, ગળામાં રૂદ્રાક્ષની માળા, ઉઘાડી છાતી પર વાઘ-નહોર ઝુલતા હોય, ખંભે પડેલી કામળી ત્રાંબાવરણી કાયાના કારણે કળામય રૂપ ધારણ કરતી હોય, હાથના કાંડામાં ગેંડાનું કડું રમતું હોય, એક હાથમાં મુંજડા બળદોની રાશ હોય, બીજી ભૂજા હળને ભીંસ દેતી હોય, ઉપર ઝળુંબેલું આસમાન અંતરમાં આનંદના ઓઘ ઉછાળતું જરાક ઝુકીને જેની વિદ્વત્તાનાં વારણાં લેતું હોય. વઢવાણની સીમમાં આવું રૂપ બંધાયેલું દેખાયેલું ત્યારે એ એંધાણીએ એમ જાણેલું કે હળનો હાંકનારો બીજો કોઇ નહીં પણ બચુભાઇ ગઢવી છે.

ગણત્રી વગરના ગુણિયલ ગઢવીની જીભને ટેરવેથી સાહિત્યના તમામ પ્રકારો ત્રબકતા હતા. જેની બાનીમાં બુલંદી હતી. જેની નજરમાં બ્રહ્માંડને નિરખવાની નિજાનંદી હતી. બચુભાઇના પ્રતાપી પૂર્વજોનું મૂળવતન રાજસ્થાનની મરૂભૂમિ મારવાડ, મારૂ ચારણ ભાવસિંહ રોહડિયા અને માતા જીતુબાનું સંતાન.

ભગવાન મહાવીરનાં પુનિત પગલે પાવન થયેલી ભોમકા પર વસેલા વઢવાણને વતન બનાવેલ પિતા ભાવસિંહજી રોહડિયાની બાની રાજા રમવાડામાં રમતી હતી. માતા જીવુબાબહેનનો આત્મા આદ્યશક્તિ ઇશ્વરીમાં એકાકાર થયેલો. બચુભાઇને બિરદાવતા દુહા રચાણા.

(દુહા)

શબ્દુનો સાહેબ ધણી ધીંગો માડુ ધજ

જીવ્યો કરેણી કાજ રંગ તુને રોહડિયા

શિવા, રણ, વરદ્યમાની તો વિગતુંને વણનાર

એનો નવરંગ ચિતાર રંગ પૂરી ગ્યો રોહડિયો.

માતા જીજીબાઇએ જેમ શિવાજીને હીરની દોરીએ હીંચોળતાં હીંચોળતાં રામલખમણની વાત હાલરડાં ગાતાં ગાતાં પિવરાવીને વિશ્વ વિખ્યાતિના ખિતાબ ધારણ કરાવ્યા હતા એમ બચુભાઇની જોગમાયાના અવતારના અંશ સમાન માતાએ ખેતરમાં વાવણી વાવતાં કે કાપણી કાપતાં કાપતાં સાહિત્યના અમીકૂંપા પાયા.

બચુભાઇમાં શબ્દચાતુર્યની ચેતના સળવળી ત્યારે રાજદરબારો નહોતા. જો હોત તો લાખ પસાવના ઘણી બનત અને હવેલીઓમાં રહીને હિંડોળે હીંચકતા હોત. હળ હંકીને ધીંગા ધોરીને લાડ લડાવતાં તેમણે ધરતીને ખેડી ધાનના અને જ્ઞાાનના ઢગલા કર્યાં.

એની પાસે વિષયોનો પાર નહોતો. અણકથી કથાઓનો અણમૂલો અને અણખૂટ ખજાનો હતો. એની વાણીનાં વારિ સરિતાનાં ઘોડાપૂરની જેમ લોઢે ચઢતાં. સાગરનો ઘુઘવાટ સહજ હતો. ગહન જ્ઞાાન પણ ગજબનું હતું. ગૂઢ તત્વોને તારવી જાણનાર તત્વજ્ઞાાનીના આસન પર આરૂઢ થઇ શકવાનું સામર્થ્ય ધરાવનાર ચારણ ધીંગી ધરાનો ધીંગો જણ હતો. જેની ઊંચાઇ આભને આંબતી હતી.

હજારો જનમેદનીને જીતી જનાર કંઠ તો જનેતાની ધાવણની ધારાએ ધારાએ પોષાયો હતો. પણ એની સાધના સિધ્ધિનાં શિખરોને શોભાવતી હતી.

બચુભાઇ ગઢવી કોઇના આશ્ચિત નહોતા. તે કોઇ ફરમાસુ ગાયક કે વાર્તાકાર નહોતા. લોકહૈયામાં એનું દબદબાભર્યું આસન પડતું. કારણ કે તેઓ સાહિય્ના સાચા સંસ્કાર રોપનાર નરબંકો હતા. અંતરતમ ભાવોને પકડવાની સૂઝબૂઝ કીર્તિકળશને ઝળહળાવે એ સહજ ગણાય. આવા દેવીપુત્ર બચુભાઇ ગઢવી આપણી વચ્ચેથી વિદાય લઇ ગયાં.

ધરતી નો ધબકાર -- દોલત ભટ્ટ

Featured Post

હમીરભાઈ ગઢવી ને ખૂબ ખૂબ અભિનંદન

હમીરભાઈ ગઢવી ને ખૂબ ખૂબ અભિનંદન 💐💐💐 ભાવનગર જિલ્લા કલેકટર સાહેબ શ્રી દ્વારા શ્રી હમીરભાઇ ગઢવી ( મહુવા તાલુકા ભાજપ ...