ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

શનિવાર, 4 એપ્રિલ, 2020

ઘરે પુત્ર નો જન્મ પરંતુ પિતા હતા લોકડાઉન ના બંદોબસ્ત મા


ઘરે પુત્ર નો જન્મ પરંતુ પિતા હતા લોકડાઉન ના બંદોબસ્ત મા

વાત કરવા જઈ રહ્યા છીએ સુરત ના એક પોલિસ જવાન ની. જેમને પહેલો દેશ અને પછી પરિવાર એ સૂત્ર સાર્થક કર્યું છે.

સુરતના સિંગણપોર પોલિસ સ્ટેશન મા કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા જૈમિનદાન ભરતદાન રતનું મૂળ વતન હેમ્મૂ ગઢવી નું ઢાકનિયા સુરેન્દ્રનગર. સુરત માં લોકડાઉન માં ફરજ બજાવી રહ્યા છે. પોતાના ઘરે પુત્ર નો જન્મ થયો છે આ ખુશી મા પરિવાર સાથે રહેવાને  બદલે કોરોના ની મહામારી મા પોતે સુરત માં પોતાની ફરજ પર હાજર રહ્યા છે  પ્રજા ની સેવા મા ફરજ પર હાજર રહ્યા છે. દેશ સેવા એજ પરમો ધર્મ રહ્યો છે પોલીસને પણ દિલ હોય છે. પોલિસ ને પણ પોતાનો પરિવાર હોય છે. છતાં દેશ સેવા ને પ્રાથમિકતા આપી ને સુરત તેમજ ગુજરાત અને દેશ માટે તેમણે ઉતમ  ઉદાહરણ પુરુ પાડયું છે. 
કોરોનાની મહામારીમાં વડાપ્રધાને 21 દિવસનું લોકડાઉન જાહેર કર્યું હતું પણ લોકોની સેવા માટે ડોકટર, નર્સ, પેરામેડીકલ સ્ટાફ, પોલીસ જેવા અનેક યોદ્દાઓની ડયુટી લોકોની સલામતી માટે ચાલું રહી છે.પોલીસને પણ પરિવાર હોય છે  પોલિસ ને પણ પરિવાર મા ખુશી ના દિવસો આવતા હોય છે. પરંતુ દેશ મા આવેલી આપતીઓ સામે પોતાની ફરજ નિભાવે છે. પોતાના ઘરે પુત્રી ને જન્મ ને લઈને ઉજવણી કરવાના અરમાન હોય છે.દેશ મા કોરોના ની આવી પડેલી આફત સમયે  પોતાની જવાબદારી સમજીને ફરજ પર હાજર રહ્યા છે તે વાત પ્રસંશનીય છે.

હમ પુલીસવાલોં કી ડયુટી કભી ખતમ હી નહી હોતી હૈ, નવરાત્રિ કે બાદ દિવાલી કા ત્યોહાર બંદોબસ્ત કરતે રહો' આ ડાયલોગ છે તો ફિલ્મનો પરંતુ હકીકતમાં આવી જ પરિસ્થિતિ પોલીસ કર્મચારીઓની તહેવાર વખતે હોય છે. શહેરમાં શાંતિ જળવાઈ રહે, કોઈ અનીચ્છનીય બનાવ ન બને તે માટે 24 કલાક ફરજ ઉપર હાજર રહેતા પોલીસ કર્મચારીઓની દિવાળીના તેહેવારમાં કેવી પરિસ્થિતિ હોય છે તે લાગણી જાણીએ છીએ ત્યારે એક જ વાત સામે આવી હોળી શુ? દિવાળી શું? બારે માસ સરખા જ. ટાંચા સાધનો, ઓછો સ્ટાફ સહિતની અનેક વિટબંણાઓ વચ્ચે પરિવારથી દૂર રહી પોલીસ કર્મચારીઓ પોતાની ફરજને જ પ્રાધાન્ય આપી દિવાળીની ઉજવણી કરતા હોય છે.
ત્યારે સુરત માં સિંગણપોર પોલિસ સ્ટેશન માં ફરજ બજાવતા જૈમિન દાન ભરત દાન રત્નૂ ની દેશ સેવા ની નિષ્ઠા સામે આવી છે તેઓ એ સુરત સહેર અને ગુજરાત તેમજ દેશ મા એક ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે પોલિસ ને એક આગવું પ્રેરક બળ મળે એવું ઉદાહરણ પૂરું પાડ્યું છે  ધન્ય છે આવી ખાખી ને અને ગુજરાત પોલિસ ને સો સો સલામ.

શુક્રવાર, 3 એપ્રિલ, 2020

આઈશ્રી સોનલ ચાલીસા રચિયતા હરપાલદાન ટી. ગઢવી

મોભીયાણા ગામના કવિશ્રી હરપાલદાન રચીત  આઈશ્રી સોનલ ચાલીસા ઈ બૂક 


કવિશ્રીનો પરિચય :-
નામ : હરપાલદાન તોગુદાનભાઈ કુચાંલા
ગામ : મોભીયાણા 
તા: રાજુલા 
અભ્યાસ : કોલેજ પહેલુ વર્ષ 

સંપર્ક :9316297043

પુસ્તક ડાઉનલોડ કરવા માટે :- અહિ ક્લીક કરો         
 
કવિશ્રી હરપાલદાનભાઈ ની ઉમર ખૂબ નાની છે પરંતુ તેમની ભગવતી પ્રત્યે ભાવના બહુ મોટી છે તેમને ખૂબ ખૂબ અભિનંદન માં સોનલ ના આશિર્વાદ વરસતા રહે તેવી મંગલ પ્રાર્થના 
💐💐💐             વંદે સોનલ માતરમ્

સોમવાર, 30 માર્ચ, 2020

દેવીયાણ નો પાઠ કરીએ અને માં ભગવતી ને વિનવિએ

સર્વે જ્ઞાતિજનોને ને જય માતાજી
 વિશેષ જણાવવા નું કે વર્તમાન સમય માં સમગ્ર વિશ્વમાં મહામારી રૂપી દાનવે હાહાકાર મચાવ્યો છે ભારત વર્ષ પણ તેનાથી પ્રભાવિત થયેલ છે તે આપ સર્વે જાણો જ છો.
આ સાથે અત્યારે માં ભગવતી નાં નવલા ચૈત્રી નોરતા પણ ચાલી રહ્યા છે એ અવસરે આપણે સમગ્ર વિશ્વમાં રહેતા ચારણો આગામી દુર્ગાષ્ટમી તારીખ ૧/૪/૨૦૨૦ અને બુધવારે સાંજે ૬:૦૦ કલાકે બધાજ ચારણો નાં ઘરે ઘરે દેવીયાણ નો પાઠ કરીએ અને માં ભગવતી ને વિનવિએ કે હે ભવાની ચામુંડા નવદુર્ગા તુ હવે જ્યાં હો ત્યાંથી આવ અને જગત નું કલ્યાણ કર કદાચ ચારણો ની સમુહ પ્રાર્થનાથી જગદંબા સૌનું કલ્યાણ કરવા આ દાનવ ને ઝેર કરે કારણ કે સમુહ માં કોઈક તો એવી ચારણ જોગમાયા હશે જ કે તેની પ્રાર્થના ભવાની ને સાંભળવી જ પડશે
ભારત વર્ષ નું અને જગત નું કલ્યાણ કરવા નાં હેતુ થી આ કાર્ય કરવા માટે આ આ વિચાર આપ સર્વે સમક્ષ રજૂ કરૂ છું વળી આપણા દેશનો રાજા પણ માં ભવાની અંબા નો શક્તિ નો ઉપાસક છે માટે આ રીતે શકય થાય કે કેમ તે જણાવવા વિનંતી.
લી.ભુપતદાન દાંતી અમરેલી


( આપણા સમાજના બધા જ ગૃપ માં ફોરવર્ડ કરી ને મત જાણવા વિનંતી)

Featured Post

આઈશ્રી દેવલમાં બલિયાવડ વાળા નું કાળેલા ગામે પ્રવાસ

આઈશ્રી દેવલમાં બલિયાવડ વાળા નું કાળેલા ગામે પ્રવાસ આઈ શ્રી દેવલમાં (બલિયાવડ) થી આપણા ગામ કાળેલા ખાતે આજે તા. .૨૦-૫-૨૪ ના રોજ પધા...