ઘરે પુત્ર નો જન્મ પરંતુ પિતા હતા લોકડાઉન ના બંદોબસ્ત મા
વાત કરવા જઈ રહ્યા છીએ સુરત ના એક પોલિસ જવાન ની. જેમને પહેલો દેશ અને પછી પરિવાર એ સૂત્ર સાર્થક કર્યું છે.
સુરતના સિંગણપોર પોલિસ સ્ટેશન મા કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા જૈમિનદાન ભરતદાન રતનું મૂળ વતન હેમ્મૂ ગઢવી નું ઢાકનિયા સુરેન્દ્રનગર. સુરત માં લોકડાઉન માં ફરજ બજાવી રહ્યા છે. પોતાના ઘરે પુત્ર નો જન્મ થયો છે આ ખુશી મા પરિવાર સાથે રહેવાને બદલે કોરોના ની મહામારી મા પોતે સુરત માં પોતાની ફરજ પર હાજર રહ્યા છે પ્રજા ની સેવા મા ફરજ પર હાજર રહ્યા છે. દેશ સેવા એજ પરમો ધર્મ રહ્યો છે પોલીસને પણ દિલ હોય છે. પોલિસ ને પણ પોતાનો પરિવાર હોય છે. છતાં દેશ સેવા ને પ્રાથમિકતા આપી ને સુરત તેમજ ગુજરાત અને દેશ માટે તેમણે ઉતમ ઉદાહરણ પુરુ પાડયું છે.
કોરોનાની મહામારીમાં વડાપ્રધાને 21 દિવસનું લોકડાઉન જાહેર કર્યું હતું પણ લોકોની સેવા માટે ડોકટર, નર્સ, પેરામેડીકલ સ્ટાફ, પોલીસ જેવા અનેક યોદ્દાઓની ડયુટી લોકોની સલામતી માટે ચાલું રહી છે.પોલીસને પણ પરિવાર હોય છે પોલિસ ને પણ પરિવાર મા ખુશી ના દિવસો આવતા હોય છે. પરંતુ દેશ મા આવેલી આપતીઓ સામે પોતાની ફરજ નિભાવે છે. પોતાના ઘરે પુત્રી ને જન્મ ને લઈને ઉજવણી કરવાના અરમાન હોય છે.દેશ મા કોરોના ની આવી પડેલી આફત સમયે પોતાની જવાબદારી સમજીને ફરજ પર હાજર રહ્યા છે તે વાત પ્રસંશનીય છે.
હમ પુલીસવાલોં કી ડયુટી કભી ખતમ હી નહી હોતી હૈ, નવરાત્રિ કે બાદ દિવાલી કા ત્યોહાર બંદોબસ્ત કરતે રહો' આ ડાયલોગ છે તો ફિલ્મનો પરંતુ હકીકતમાં આવી જ પરિસ્થિતિ પોલીસ કર્મચારીઓની તહેવાર વખતે હોય છે. શહેરમાં શાંતિ જળવાઈ રહે, કોઈ અનીચ્છનીય બનાવ ન બને તે માટે 24 કલાક ફરજ ઉપર હાજર રહેતા પોલીસ કર્મચારીઓની દિવાળીના તેહેવારમાં કેવી પરિસ્થિતિ હોય છે તે લાગણી જાણીએ છીએ ત્યારે એક જ વાત સામે આવી હોળી શુ? દિવાળી શું? બારે માસ સરખા જ. ટાંચા સાધનો, ઓછો સ્ટાફ સહિતની અનેક વિટબંણાઓ વચ્ચે પરિવારથી દૂર રહી પોલીસ કર્મચારીઓ પોતાની ફરજને જ પ્રાધાન્ય આપી દિવાળીની ઉજવણી કરતા હોય છે.
ત્યારે સુરત માં સિંગણપોર પોલિસ સ્ટેશન માં ફરજ બજાવતા જૈમિન દાન ભરત દાન રત્નૂ ની દેશ સેવા ની નિષ્ઠા સામે આવી છે તેઓ એ સુરત સહેર અને ગુજરાત તેમજ દેશ મા એક ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે પોલિસ ને એક આગવું પ્રેરક બળ મળે એવું ઉદાહરણ પૂરું પાડ્યું છે ધન્ય છે આવી ખાખી ને અને ગુજરાત પોલિસ ને સો સો સલામ.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો