🚩જય સોનલ..🙏
અમદાવાદ ગાંધીનગરની વચ્ચે થોડા સમય પહેલા એક “દોઢ વિઘો” જગ્યા શ્રી એસ.કે.લાંગા સાહેબ,શ્રી બળવંતભાઈ,શ્રી કૈલાશભાઈ તથા શ્રી રામદાનભાઈએ જોઈ છે..જે આપણા પ્રોજેક્ટ માટે ખુબ જ અનુકુળ છે..આપ સૌનો સહકાર અને સાથ છે એટલે આ વાત અહીં મુકી રહ્યો છું.દરવખતે ગૃપમાં ચર્ચા થાય છે અને પછી આગળ વાત વધતી નથી..પણ આજે માઁ સોનલનો હુકમ હોય એવુ લાગે છે..એટલે આ વાત સાથે દ્રઢતા પુર્વક આગળ વધવા માંગીયે છીયે..
જેમ હરિદ્વાર પ્રોજેકટ કર્યો એમ જ આ પ્રોજેક્ટ પુરો કરવા માંગીએ છીયે..જે સમગ્ર ગુજરાત માટે એક ડ્રીમ પ્રોજેક્ટ રહેછે..
ઉપરોક્ત જમીન આશરે ૪૧૦૦ વાર છે...ખેતીની જમીન છે..ભવિષ્યમાં બાજુમાં જ બીજી વધારે જગ્યા મળવાની શક્યતા પણ છે..
આ પ્રોજેક્ટ આપણે આઈ શ્રી સોનલ ચારણ પરિવાર(ASCP) ના નેજા હેઠળ અને CGIF પ્રેરીત રહેશે..એટલે બંને સંસ્થા સાથે મળીને કરશે એટલે હરિદ્વાર પ્રોજેક્ટની જેમ જ સફળતા મળશે..ASCP+CGIF એટલે સમગ્ર ચારણ સમાજ ગણી શકાય અને આપણે બધા એક ટીમ વર્કથી આ કાર્ય કરીશુ..દરેક વિસ્તારમાંથી કામ કરે એવા પ્રતિનિધીઓ સાથે રાખી એક અલગ વર્કિગ ટીમ બનાવીશુ..માઁ સોનલને આગળ કરી આ કાર્ય માટે સંકલ્પ કરીયે..શ્રી એસ.કે.લાંગા સાહેબ સહિતનાં તમામ આગેવાનોનાં નેતૃત્વ હેઠળ આ કાર્ય શરૂ થશે એટલે ધાર્યા કરતા ઓછા સમયમાં પુરૂ થશે..આપ સૌના મંતવ્ય આવકાર્ય છે..
આ પ્રોજેક્ટ હેઠળ ત્રિવિધ પ્રવૃત્તિ હાથ ધરાશે.
૧). કન્યા છાત્રાવાસ અને કુમાર છાત્રાવાસ. બન્ને જુદા જુદા તથા સંપૂર્ણ સુવિધા અને સુરક્ષા યુક્ત
૨). યુવાવર્ગને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે તૈયાર કરવાની જરૂરી તમામ સુવિધા જેવી કે વર્ગ ખંડ, લાયબ્રેરી, કોચીંગ કોન્ફરન્સ હોલ ઓડિયો વિજ્યુઅલ સુવિધા સાથે.
૩). સામાજિક જરુરિયાત મુજબની અન્ય તમામ સુવિધાઓ..
બસ આ પ્રોજેકટ્સ હવે એક ચર્ચા નો વિષય નહી પણ એક શુભ શરૂઆત થાય એવી અપેક્ષા સાથે સૌને જય સોનલ..🙏
*જે કોઈ ને યોગદાન આપવું હોય તો સંપર્ક કરી શકો છો.*
દિલીપભાઈ શીલગા
9825005224
*સર્વે ભાઈઓ સહકાર આપવા વિનંતી*
*વંદે સોનલ માતરમ્*