ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

શનિવાર, 9 જાન્યુઆરી, 2021

તા.૯/૫/૫૯ અમદાવાદ આઈશ્રી સોનલમા નુ પ્રવચન નો અંશ


આઈશ્રી સોનલમાં ની અમૃતવાણી

તા.૯/૫/૫૯ અમદાવાદ આઈમાનુ પ્રવચન નો અંશ
 
ચારણો સરસ્વતી પુત્ર કહેવાય , કાલિકાના પુત્રો નહિ , વિદ્યા એમને વરેલી . ચારણોની પડતી વિદ્યાને ત્યાગ કરવાથી જ થઈ છે એ વિદ્યા ફરીને આપણા જીવનમાં આપણે લઈ આવવી જોઈએ એને માટે ધનની ખોટ નહિ આવે વિદ્યા લેવા માંડશુ એટલે ધન તો દોડતું આવશે . 

ચારણાને બીજી જરૂર એકતાની છે , એકતા નહિ હોય પરસ્પર પ્રેમ નહિ હોય , તો દૈત્યો, દાનવો . એ વિદ્યા મેળવી જેમ દુરુપયોગ કર્યો તેમ થશે . ખરેખરી વિદ્યા તે એ કહેવાય કે જે એકબીજામાં પ્રેમ પ્રગટાવે એકતા લાવે . એકતા લાવવા માટે એક બીજાના ગુણ જોતા શીખવું જોઈએ એક બીજાથી સહકાર કરવો જોઈએ . અગુણ તો ઘણા દિવસ જોયા એક બીજાની ટીકા પણ ખુબ કરી . હવે એનાથી દુર રહેવું કે , જેથી સૌનું ભલુ થાય . નિંદામાં બુદ્ધિ વાપરવી એનું નામ જ અવિદ્યા .
 નિંદા કરનારને ભલે જરાવાર ફરસાણ ખાવાનો સ્વાદ આવે . પણ નિંદા કરવી એ કોલસાની દલાલી જેવું છે . એમાં હાથ , કપડાં અને માં એ બધુય કાળું જ થવાનું ' . માટે ચારણાએ જે પોતાનું ભલું ચાહવું હોય તો નિંદા છોડી દેવી જોઈએ . અને એકતા કરવી જોઈએ .

શુક્રવાર, 8 જાન્યુઆરી, 2021

આઈશ્રી સોનલમાં વાળાંક પ્રવાસ


આઈશ્રી સોનલમાં  વાળાંક પ્રવાસ

પૂ . ભક્ત બાપુના આમંત્રણને લઈ માને સાલેલી જવાનું હતું . તા . ૧૨-૪ - ૧૯પ૭ નાં ભાવનગર થઈ ભૂંગર પધાર્યા , 
ત્યાં ખૂબ પ્રેમપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું ત્યાંના ચારણો વાજીંત્રા ના ભારે શોખીન . એમના વાજીંત્રા ના સૂર સાંભળવા એ એક લ્હાવો છે . ત્યાં માએ સૌને આશી વર્ચનો આપ્યા . ગામ ઘણુ પ્રેમાળ અને સંપીલુ . 
ત્યાંથી મા મંગેળા પધાર્યા . ગામમા  , માએ ત્યાં સમયેચિંત ઉપદેશ આપ્યાં .

 ત્યાંથી સાલોલી પહોંચ્યાં . ત્યાં ભકતબાપુ વગેરે સામા આવ્યા . ત્યાં એક દિવસ માં રોકાયા . ભાગવત કથા માએ સાંભળી ત્યા ૧૦-૧૨ ગામના ચારણ ભાઈ - બહેનો ભેગાં થયાં હેતાં સૌને માએ આશીર્વાદ આપ્યા . ત્યાંથી મા સોડવદરી પધાર્યા . ત્યાંથી તા . ૧૫-૪-૫૭ના સવારના રવાના થઇ ખાટસુરા , ભાદ્રોડ , મહુવા થોડો થોડા વખત રોકાઈ બપોરે મજાદર પહોંચ્યાં પૂ . મા ભકતબાપુને ભાઈ કરીને બોલાવે . કારણ કે , પુ . મા અને ભક્ત બાપુ તુંબેલ  શાખાના છે . 
તા . ૧-૫ - પ ૭ નાં ફરીથી પુ . મા મજાદર પધારેલ અને તે વખતે અરડું શાખાના ચારણે અને કાતરના વરૂ શાખાના દરબારો વચ્ચે અપયા હતા તે બધાને ભેળા કરી અપયા દૂર કર્યા . સૌ સાથે બેસી જમ્યા . વેર ઝેર મીટાવ્યાં .

બોલો સોનલ માતની જય

સંદર્ભ :-
આઈ સોનલ ઈશ્વરી પુસ્તક માં થી 
લેખક :- પચાણભાઈ વિશ્રામભાઈ ગઢવી 

ગુરુવાર, 7 જાન્યુઆરી, 2021

આઈશ્રી સોનલમાં ની અમૃતવાણી


આઈશ્રી સોનલમાં ની અમૃતવાણી

" મને બોલાવીને જલસા કરો ખાવા -પીવાની મોજ ઉડાવો તેનો કોઈ અર્થ નથી.મારી પધરામણીથી કોઈનું ભલું થવાનું નથી . મારી પધરામણી વખતે તમે જે આ ભભકા અને ખોટા ખર્ચા કરો છો એ મને બિલકુલ ગમતું નથી વિદ્યાદાન માટે જ્ઞાતિમાં સંસ્કાર ફેલાવવા માટે જો તમે કોઈ સક્રિય પગલાં લેવાના હોય તો જ મને બોલાવવી..બાકી ‘ સોનલ માત કી જય “ બોલાવી ને છુટા પડવાથી કશું વળવાનું નથી " . 

:- આઇશ્રી સોનલ માં 

 ( ૧૯૫૭ માં કચ્છ ના માંજલ ગામમાં આપેલા પ્રવચનનો અંશ -માતૃ દર્શન માં થી સાભાર )

મંગળવાર, 5 જાન્યુઆરી, 2021

આઈશ્રી સોનલમાં ની અમૃતવાણી


આઈશ્રી સોનલમાં ની અમૃતવાણી 

મારું સન્માન કરવાનું કારણ શું ?
નાનાંને મોટા કામ સોંપે છે.
માં કે બાપ પોતાના બાળકોને કામ સોંપે છે.બાળકો કામ કરી નાખે છે.
માં બાપ પોતાના બાળકો માટે આખી જિંદગી કામ કરે છે.એમના સન્માન કરવાના મેળા મેં ક્યાંય ભાળ્યા નથી.
*હું કુદરત આદેશાનુસાર મારું  કર્તવ્ય બજાવી રહી છું.*
*જ્યાં કર્તવ્યની વાત આવી ત્યાં સન્માન ની વાત ક્યાં ટકે ?સન્માનએ બદલાની અપેક્ષા છે બદલાને  અંતે કર્તવ્યની કશી કિંમત નથી.માનવ કર્તવ્ય કરવા સર્જાયો છે*
 *મારા કર્તવ્ય કાર્યમા આ વિક્ષેપ રૂપ છે.કર્તવ્ય બજાવ્યા પછીના બદલાની લાલચ હાનિકારક છે.આનાથી પવિત્રતા  પાાંગળી બનશે.*

જૂનગાઢ તુલાવિધિ નો પ્રસ્તાવ મુકનાર ચારણ સમાજના અગ્રણીઓને આઈમા નો પ્રત્યુતર

સંદર્ભ :- આઈ સોનલ ઈશ્વરી પુસ્તક માં થી.
ગુજરાત રાજય સરકારના ગૃહ વિભાગમાં Dy.S.P તરીકે ફરજ બજાવતાં જે.બી. ગઢવી દ્વારા જુનાગઢ જિલ્લાના કેશોદ વિભાગીય કચેરીના મેદાનમાં ૩૦૦ થી વધુ વૃક્ષોનું વાવેતર અને જતન કરી પર્યાવરણની સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડેલ છે . ઉપરાંત દરરોજ રખડતી ગાયને લીલો ઘાસચારો નાખવામાં આવે છે . જે.બી. ગઢવીને અભિનંદન .

Featured Post

પરિવારની પાંખો થકી, ચારણની દીકરીએ ઊંચી ઉડાન ભરી; GPSC ની પરીક્ષા પાસ કરી ખંભાળીયાના દેવલબેન ગઢવી બન્યા TDO

પરિવારની પાંખો થકી, ચારણની દીકરીએ ઊંચી ઉડાન ભરી; GPSC ની પરીક્ષા પાસ કરી ખંભાળીયાના દેવલબેન ગઢવી બન્યા TDO ગુજરાત જાહેર સેવા આયો...