ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

શુક્રવાર, 8 જાન્યુઆરી, 2021

આઈશ્રી સોનલમાં વાળાંક પ્રવાસ


આઈશ્રી સોનલમાં  વાળાંક પ્રવાસ

પૂ . ભક્ત બાપુના આમંત્રણને લઈ માને સાલેલી જવાનું હતું . તા . ૧૨-૪ - ૧૯પ૭ નાં ભાવનગર થઈ ભૂંગર પધાર્યા , 
ત્યાં ખૂબ પ્રેમપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું ત્યાંના ચારણો વાજીંત્રા ના ભારે શોખીન . એમના વાજીંત્રા ના સૂર સાંભળવા એ એક લ્હાવો છે . ત્યાં માએ સૌને આશી વર્ચનો આપ્યા . ગામ ઘણુ પ્રેમાળ અને સંપીલુ . 
ત્યાંથી મા મંગેળા પધાર્યા . ગામમા  , માએ ત્યાં સમયેચિંત ઉપદેશ આપ્યાં .

 ત્યાંથી સાલોલી પહોંચ્યાં . ત્યાં ભકતબાપુ વગેરે સામા આવ્યા . ત્યાં એક દિવસ માં રોકાયા . ભાગવત કથા માએ સાંભળી ત્યા ૧૦-૧૨ ગામના ચારણ ભાઈ - બહેનો ભેગાં થયાં હેતાં સૌને માએ આશીર્વાદ આપ્યા . ત્યાંથી મા સોડવદરી પધાર્યા . ત્યાંથી તા . ૧૫-૪-૫૭ના સવારના રવાના થઇ ખાટસુરા , ભાદ્રોડ , મહુવા થોડો થોડા વખત રોકાઈ બપોરે મજાદર પહોંચ્યાં પૂ . મા ભકતબાપુને ભાઈ કરીને બોલાવે . કારણ કે , પુ . મા અને ભક્ત બાપુ તુંબેલ  શાખાના છે . 
તા . ૧-૫ - પ ૭ નાં ફરીથી પુ . મા મજાદર પધારેલ અને તે વખતે અરડું શાખાના ચારણે અને કાતરના વરૂ શાખાના દરબારો વચ્ચે અપયા હતા તે બધાને ભેળા કરી અપયા દૂર કર્યા . સૌ સાથે બેસી જમ્યા . વેર ઝેર મીટાવ્યાં .

બોલો સોનલ માતની જય

સંદર્ભ :-
આઈ સોનલ ઈશ્વરી પુસ્તક માં થી 
લેખક :- પચાણભાઈ વિશ્રામભાઈ ગઢવી 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Featured Post

આઈ શ્રી સોનલ માં એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સોનલમા એજયુકેશનલ એવોર્ડ' આપવા બાબત

સોનલમા એજયુકેશનલ એવોર્ડ આઈમાના આદેશ અનુસારની ઘણી રચનાત્મક અને પરિણામ લક્ષી પ્રવૃત્તિઓ આઈશ્રી સોનલમા એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ, રાજકોટ કર...