આઈશ્રી સોનલમાં દિવ્ય વિચાર ધારા
પ.પૂ.આઈશ્રી સોનલમાંએ સમયે સમયે જુદા જુદા સ્થળોએ હૃદયગમ વાણીને લાભ આપેલ છે તેમાનો એક અંશ અને તેનો વ્યાખ્યાનોનો સાર નીચે મુજબ છે .
ઉપાસના - ધ્યાન - તપ - વ્રત - નિયમ
આપણા મનમાં રહેતા મહિષાસુર વગેરે દૈત્યોને મારવા માટે સૌથી પ્રથમ તો આપણે ભગવતીને પ્રગટ કરવા જોઈએ .
એ કેમ પ્રગટે ?
ભગવતીને બિરાજવાનું મંદિર આપણું હૃદય તેને પવિત્ર કરવું જોઈએ .
એ કેમ બને ?
દાન , દયા કરીએ વ્રત નિયમ પાળીએ , આચાર વિચાર ઊંચા રાખીએ , તપ કરીએ આપણા હૈયાં રૂપી મંદિરને કચરો બાળી નાખીએ અને પછી એને સાચા ભાવથી બોલાવીએ એટલે ભગવતી જરુર પધારવાના એમાં શંકા નથી પવિત્ર થાવા માટે તપ જેવો એક્કે રસ્તો નથી
ગીતામાં ભગવાને કહ્યું છે કે , યજ્ઞ દાન અને તપ એતો મોટા સમર્થ બુદ્ધિશાળીઓની બુદ્ધિને પણ પવિત્ર કરનારાં છે . ઉપનિષદમાં વરુણે આત્મજ્ઞાન મેળવવા માટે પોતાના દીકરા ભુગુને તપ કરવાનું કહ્યાની વાત આવે છે , તપથી જે જોઈએ . તે પમાય રામાયણમાં તપનો મહિમા તુલસીદાસે વર્ણવ્યું છે કે :
तपबळ रयई प्रपच विधाता,तपबळ विश्र्नु सफळ जगत्राता |
तपबळ शंभु करहि संघारा, तपबळ शेषु धरई महि मारा||
તપનો આવો મહિમા છે , એનાથી પવિત્રતા આવે અને જ્યાં પવિત્રતા ત્યાં ભગવતી પ્રગટે એટલે અહન્કાર - કામ - ક્રોધ વગેરે મહિષાસુરોને મારે જ.
સંદર્ભ :-
આઈ સોનલ ઈશ્વરી પુસ્તક માં થી
લેખક :- પચાણભાઈ વિશ્રામભાઈ