ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. "

Sponsored Ads

શુક્રવાર, 22 ઑક્ટોબર, 2021

માનવતા નું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા હિતેશદાન ગઢવી અને તેમની ટીમ

માનવતા હજુ મરી નથી

 108ના ઈ એમ ટી હિતેશદાન ગઢવીઅને તેમની ટિમ ની ઈમાનદારી 50લાખના હીરા મૂળ માલિક ને પરત કર્યા

ગઈકાલે સાંજે મેંદરડા થી સાસણ રોડઉંપર એક ઇકો કાર અને હાય વેસ્ટર નુ એક્સીડેન્ટ થયેલ તેમાં ઇકો કારમાં બેસેલ 10વ્યક્તિ ઓને ગમ્ભીર ઈજા પહોંચી હતી અને એક વ્યક્તિ નુ મોત થયેલ હતુ ત્યારે એક્સીડેન્ટ ની જાણ 108ને થતા તુરંત ઘટના સ્થળે પહોંચી ગયેલ અને એક્સીડેન્ટ મા ઘાયલ લોકોને તુરંત નજીક ની હોસ્પિટલ મા સારવાર માટે લઈગયેલ ત્યારે બનાવ વાળી જગ્યા ઉપર એક્સીડેન્ટ મા ઘાયલ લોકોનો સર સમાન પડેલ તે સમાન મા એક બેગપણ હતી તે બેગ 108ની ટિમ ના ઈ એમ ટી વિસ્તૃતજોશી તેમજ ઈએમ ટી હિતેશદાન ગઢવી 108ના પાયલોટ મહેશભાઈ કરમટા ને ધ્યાને આવતા તે બેગ ચેક કરતા તેમાંથીકિંમતી સમાન અને રોકડ ભરેલ હોય ત્યારે સાસણ 108ની ટિમ દ્વારા ઈજાગ્રસ્ત અને આંગડિયા પેઢીના કર્મચારી નો હોય અને તેમાં અંદાજિત એક કરોડ રૂપિયા ના હીરા પેકેટ હોય જેથી 108ના કર્મચારી ઓ દ્વારા મૂળમાલિકને હીરાના પેકેટ ભરેલી બેગ પરત કરીને ઈમાન દારીનું એક ઉમદા ઉદાહરણ પુરુ પાડેલ હતુ

બુધવાર, 20 ઑક્ટોબર, 2021

ગઢવી સમાજનું ગૌરવ :- નરેશદાન ગઢવી

ગઢવી સમાજનું ગૌરવ નરેશદાન રવીદાનભાઈ ગઢવી 

તાજેતર મા યોજાયેલ ભજન પ્રસ્તુતિમાં પ્રથમ સ્થાન મેળવી ચારણ ગઢવી સમાજનું ગૌરવ વધાર્યું જૂનાગઢ શહેરના ટીંબાવાડી ખાતે આવેલ પુષ્ટિ સંસ્કાર સ્કૂલમાં જિલ્લા કક્ષાના યુવા મહોત્સવનું આયોજન કરાયું હતું . આ મહોત્સવમાં ખામધ્રોળ ગામના ખળેળ નરેશદાન રવિદાને ભાગ લઇ ભજન પ્રસ્તુતિમાં પ્રથમ નંબર મેળવી ચારણ ગઢવી સમાજનું ગૌ ૨ વ વધાર્યું છે .

તેમજ નેશનલ લેવલ નું પર્ફોર્મન્સ આપવા બદલ દિલ્હી Ncert દ્વારા અભિનંદન પાઠવતો પત્ર મને મળ્યો તે બદલ સમગ્ર શિક્ષા અભિયાન ટિમ જૂનાગઢ/ગાંધીનગર અને ગુજરાત રાજ્ય વતી ભાઈશ્રી નરેશદાનભાઈ ને ખૂબ ખૂબ અભિનંદન સહ શુભેચ્છાઓ 
💐💐💐
ઉતરોતર પ્રગતિ કરો એવી માતાજીને પ્રાર્થના

સોમવાર, 18 ઑક્ટોબર, 2021

आसो सूद तेरस ऐटले आईश्री मोगल मांना थडानो प्रागट्य दिवसतेरस मोगल थडा नो प्रागट्य दिन,

आसो सूद तेरस ऐटले आईश्री मोगल मांना थडानो प्रागट्य दिवस

तेरस मोगल थडा नो प्रागट्य दिन, जन्म दिवस नही

जन्मदिवस तो आसो नी अजवाळी सातम
ज्यारे मिठापुर के भिमराणा ओखा ना चारणो ने  मोगल नो थडो कई जग्याये छे ते खबर नोहती त्यारे... *ओखा धरा ने उजाळवा* ई दोहा ना चरण ने आशरे थडे दरशन करवा हारिज वाळा नारणदान झुला अने राफु थी शंकरदान लांबा गयेल पण त्यांतो बावळ नी झाडीयुं हती...नजीक ना नेहडे पातरामल नामे अगरवचा चारण ने त्यां रही थडो गोतवा मथामण करी पण थडो मळे नई..सांजे पाछा पात्रामल ने त्यां आव्या..त्यां एक अज्याणा जणे आविने पुछ्युं आ मेमान कोंण छे अने शुं गोते छे ? दुधमलीयो चारण पात्रामल खिजाणो अने बोल्यो के तारे शुं जोवानु ? त्यारे ई अजाण्यो जण बोल्यो के ई जे गोते छे ए हुं सवारे गोती आपीश मने खबर छे ई क्यां छे...बिजा दिवसे सवारे पेलो अजांण्यो माणह आव्यो ..बधा तेनी साथे गया...हाल ज्यां मोगल मंदिर छे त्यां कांटाळा बावळ नी झाडी हती तेना सामु आंगळी करी ने बताव्युं के त्यां छे...चारण पात्रामल अगरवचा, हारीज वाळा नारणदान झुला अने राफु वाळा शंकरदान लांबा त्रणेये ते झाडीमां जई ने सोध्युं तो त्यां माताजी ना सिंदुरिया वर्ण ना पत्थरो ना दर्शन थया...पण ते वखते त्यां आ त्रणज जण हता....ई थडो बतावनार मांणस त्यां नोहतो ..कोंण हसे ने क्यां गयो ते खबर नथी....
पण त्यार पछी ना वरसो मां आवन जावन रही मोगल जागृत थई ते पछी नो थडो बनाववानो यस समरतदान , रतनदान ,तथा देवल माताजी  वगेरे ने पण मोगल माताजीये अपाव्यो अने आजे ते स्थळे मोगल नुं मंदिर पण आकार पाम्यु छे...आ घटना ना जागता साक्षीयो मां पात्रामल साखे कदाच अगरवसा (हाल भिमराणा मिठापुर) पण जीवित छे,नारणदान झुला पण हयात छे..तथा भिमराणा ओखा रतनदान पण मोजुद छे...तेओनी हाजरी माँज आ सोध नो एहवाल सांभळी ने खराई करवा मां भिमराणा मंदिर ट्रस्टि रामदानजी झुला ,दिलिप सिलगा, जोगीदान चडीया,मंगल राठोड, वगेरे हता तथा पात्रामल चारण ना घरनी पण ते वखते मुलाकात बधाये लीधेल....
आ थडा नो जीर्णोद्धार करी प्रथम उजवणी करी ए तेरश नी करी हती अने माताजी ना प्रागट्य नी जांण ते दीवसे सौ ने करायेल...त्यारथी तेरस ने प्रागट्य दिन तरीके उजववा मां आवे छे..ओखा उजवे छे ई तर्कबद्ध उजवणुं छे..त्यांना थडा ना उजवणा नी तिथि प्रमांणे...बाकी बधे तो हेले हेलो हाल्युं छे तेरस नुं...
*डुबत चारण जग दधी, बांय ग्रही तें बाई*
*जनमी मोगल जोगडा, ओखा मंडळ आई*

ई.स.1195 थी 1200 आसपास राजकोट थी त्रिसेक किलोमिटर दुरी ना पिपळीया गामे देवसुर घांघणीया तेमना पत्नी राजलबा वाचा अने बेन चोराई मां अने परिवार सह रेहता..ज्यां पोतानी एकदी हाजरी नई अने तुर्कोये घण वाळ्युं..चोराई मां सहिद थयां....देवसुर घांघणीया नो रेंणाक बदलायो ने भिमरांणे थीयो..ज्यां मोगल नो जन्म...अने नेचडा ना नेस..एटले हाल ना गोरवियाळी मां आई ना लग्न...जगदंबा रोंणबाई मोगल ना दिकरी..सोडचंद्र दिकरो.. भगवती सेंणबाई मां ना पिता वेदो चारण पण आई मोगल ना प्रपौत्र ..
ईत्यादी वातो फरी क्यारेक पण हाल तो मात्र तेरस विसयक कहीये तो मात्र भीमराणा द्वारा तेरस नुं उजवणुं तार्कीक छे...कारण के ते थडा नी प्रतिष्ठा पण तेरस नी...बाकी हेले हेलो छे...

રવિવાર, 17 ઑક્ટોબર, 2021

ગઢવી મહિલાઓ નુ સર્વ પ્રથમ એવુ, સમાજની મહિલા વ્યવસાયીકો ને પ્રોત્સાહન આપવા જુદી જુદી ગૃહ ઉપયોગી વસ્તુઓનું માટેનું પ્રદર્શન અને વેચાણ.


અખિલ ભારતીય ચારણ ગઢવી મહિલા મહાસભા મહારાષ્ટ્ર સમિતિ , મુંબઈ ચારણ સમાજ ના સહયોગ થી પ્રસ્તુત કરે છે ગઢવી મહિલાઓ નુ સર્વ પ્રથમ એવુ, સમાજની મહિલા વ્યવસાયીકો ને પ્રોત્સાહન આપવા જુદી જુદી ગૃહ ઉપયોગી વસ્તુઓનું માટેનું પ્રદર્શન અને વેચાણ.

  💐ફક્ત મહિલાઓ માટે 💐

આ માટે આપ સૌને હાર્દિક આમંત્રણ છે.

બાંધણી સાડી, અજરખ સાડી,  દુપટ્ટા, બાટિક ડ્રેસેસ, બાળકો ની આઈટમ્સ, દિવાળી ના સુંદર દીવડા, વિવિધ જાતના ખાખરા, કચ્છી પકવાન, પેંડા, દેશી ઘી, મુખવાસ, કપ કેક, કુકીઝ - બિસ્કિટ્સ, ફેસ્ટિવલ ચોકલેટસ, ચોકલેટ ગિફ્ટ હેમપર્સ,વિવિધ લોટ,બ્યૂટી પ્રોડક્ટ્સ, મેક અપ, મેંહદી, નેઇલ આર્ટ જેવી અનેક વિધ વેરાઈટીઓ ની ખરીદી માટે જરૂરથી આવો.

આવો,  આવનારા દીપાવલી ના ઉત્સવ ને નવી ખરીદી કરી  ધુમધામ થી ઉજવીયે.

સ્થળ : સોનલ દર્શન, સોનલ માતાજીનું મંદિર, ગ્રાઉન્ડ ફ્લોર,ગૌશાળા રોડ, મુલુન્ડ, વેસ્ટ.

19 ઓક્ટોબર, 2021., મંગળવાર 
સમય - બપોરે  3-7.

નોંધ : સૌએ કોવીડ પ્રોટોકોલ જાળવવો જરૂરી રહેશે.
ખરીદી માટે પોતાની કાપડ ની થેલીઓ લઇ આવવી.

સંપર્ક -ડૉ માધવી ગઢવી 9819036979
શ્રીમતી પૂર્વીગઢવી-9821144381

              
               🙏🙏જય માતાજી 🙏🙏

Featured Post

આઈશ્રી સોનલ માઁ ચારણ સભા સંચાલિત શ્રી કાનજીભાઈ નાગૈયા કુમાર છાત્રાલય, ભૂમિ પૂજન, સામાજિક ચિંતન સભા આઈ આરાધના

આઈશ્રી સોનલ માઁ ચારણ સભા સંચાલિત શ્રી કાનજીભાઈ નાગૈયા કુમાર છાત્રાલય, ભૂમિ પૂજન, સામાજિક ચિંતન સભા આઈ આર...