ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

શનિવાર, 9 નવેમ્બર, 2019

કવિશ્રી દાદની રચના

જુના જમાનામાં સ્ત્રીઓ દ્વારા છાણને લીપીને ઘર સજાવવામાં આવતા એ સ્ત્રીઓને સમર્પિત કવિ દાદની આ કવિતા. 

ભીંતડિયું કેવી તમે ભાઇગશાળી,
ગાર્યું કરે ગોરા હાથવાળી;
ગોપીયું ચીતરી, કાનુડો ચીતર્યો,
ચીતર્યા ગોપ ને ગોવાળી……ભીંતડિયું …

ખરબચડા જેવી તું ઊભી’તી ખોરડે,
અટૂલી ને ઓશિયાળી;
ચૂડિયુંવાળા હાથે છંદાણી તું,
સુખણી થઇ ગઇ સુંવાળી……ભીંતડિયું …

ઘૂંઘટામાંથી બા’રે મોઢાં ન કાઢતી,
ન પેનીયું કોઇએ નિહાળી;
પદમણી તારી દેયું પંપાળે,
હેમ સરીખા હાથવાળી……ભીંતડિયું …

ધોળી તે ધૂળના છાંટા ઊડ્યા જાણે,
તારલે રાત્ય અજવાળી;
ચાંદની જેમ તને ચારે દશ્યુંએ,
ઓળીપો કરીને ઉજાળી……ભીંતડિયું …

પસીનો લૂછતાં ઓઢણી પડી ગઇ,
લજવાણી લાજાળી;
ભાવ ભરેલી એ દેહમાં ભાળી તેં,
રેખાઉં હરિયાળી……ભીંતડિયું …

‘દાદ’ કરમની દીવાલ ઊઘડી,
કોણે નમાવી ડાળી;
જડે ચેતનના પ્રતિબિંબ ઝીલ્યાં ઇ,
વાત્યું છે વીગતાળી…

ભીંતડિયું કેવી તમે ભાઇગશાળી
ગાર્યું કરે ગોરા હાથવાળી.

કવિ દાદ

કુમાર છાત્રાલય જુનાગઢ

જય મા સોનબાઇ।    જય બનું મા 

   આજે  આપની  સમક્ષ  આ  પોષ્ટ  લખતા   ખુબ રાજીપો  થાય છે

આઇ મા  સોનબાઇ મા  દ્રારા  સ્થાપિત  જુનાગઢ કુમાર છાત્રાલય હમણાં  તા:30/6/2020 ના  દિવસે  50 વર્ષ પુર્ણ કરવા જઈ રહી છે ત્યારે 
પૂજય  ગિરીશ આપા  ની  જહેમત થી  નવી બિલ્ડીંગ ના  સુદર મજા ના 33 રૂમ આકાર લઇ રહ્યા છે.

*સંસ્થા ના કાર્યકાળ ના 50 વર્ષ પુરા થયા છે  ત્યારે  આ નવા બિલ્ડીંગ ની  અર્પણ વિધી ની  તારીખ નક્કી થય ચૂકી છે  આગામી તા:30/05/2020 અને   તા:31/05/2020*  ના એક  ભવ્યાતિભવ્ય કાર્યક્રમોનું  આયોજન  થઈ રહ્યું છે  જેમાં  આપણા સમાજ ના સાડા ત્રણ પાહડા  તેમજ  તમામ સોનલ બીજ સમિતી  તથા ચારણ સમાજ માટે કાર્યરત તમામ અન્ય ટ્રસ્ટો તથા આગેવાનો ને ખાસ ઉપસ્થિત રહેવા  તથા ગુજરાત મા  ચાલતી ચારણ સમાજ ની  તમામ        શૈક્ષણિક સંસ્થાઓ  ઉપસ્થિત રહેવા પૂજય બનુંમા દ્વારા ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે

 વિશેષ આનંદ ની  વાત  એ છે કે આ જ  જગ્યાએ  સોનલ મા ની તૂલા વિધિ નો કાર્યક્રમ યોજાયો હતો  *જેની તારીખ 31/05/1974* હતી   અને યોગાનુયોગ આપણે આ કાર્યક્રમ ની  તારીખ પણ  એજ  આવી  છે

http://www.charanisahity.in/2019/11/blog-post_7.html

     *વંદે સોનલ માતરમ્*

રવિવાર, 3 નવેમ્બર, 2019

श्री शुभ तुलसी विवाह

जाहेर आमंत्रण...

         ||प.पू. आईश्री सोनलमां ||


*श्री शुभ तुलसी विवाह*

सहर्ष खूशाली साथे जणाववानुं के परम् क्रुपाळु परमात्मा भगवान श्री द्वारकाधीश भगवान नी असीम क्रुपाथी तेमज आद्ध्यशक्ति माताजीनी तेमज संतो महंतोना आशिर्वाद थी *श्री तुलसी विवाह* नुं आयोजन करेल छे 

सवंत 2076 कारतक सुद 11 
ता :- 8 - 11 - 2019 ,  
ना शुभ दिने निर्धारेल छे तो आप सर्वे धर्मप्रेमी भाईओ तथा बहेनोने पधारवा हार्दिक आमंत्रण पाठववामां आवे छे

*आयोजक :-*
श्री मेराणभाई ननकुभाई ठाकरीया 
9898429719

*शुभ स्थळ :-*
श्री मेराणभाई ननकुभाई ठाकरीया
जलाराम सोसायटी , शनिदेव मंदिरनी सामे , बायपास रोड महुवा 

*शुभ स्थळ :-*
रिज्नसी मेगासिटी , श्री गणपती मंदिरना सानिध्यमां , बायपास रेड महुवा 

*वधारे माहिती तेमज आमंत्रण पत्रिका डाउनलॉड करवा माटे निचेनी लिंक ओपन करशो :-*

Featured Post

આઈશ્રી દેવલમાં બલિયાવડ વાળા નું કાળેલા ગામે પ્રવાસ

આઈશ્રી દેવલમાં બલિયાવડ વાળા નું કાળેલા ગામે પ્રવાસ આઈ શ્રી દેવલમાં (બલિયાવડ) થી આપણા ગામ કાળેલા ખાતે આજે તા. .૨૦-૫-૨૪ ના રોજ પધા...