આઈશ્રી સોનલમાં ની અમૃતવાણી
તા.૯/૫/૫૯ અમદાવાદ આઈમાનુ પ્રવચન નો અંશ
ચારણો સરસ્વતી પુત્ર કહેવાય , કાલિકાના પુત્રો નહિ , વિદ્યા એમને વરેલી . ચારણોની પડતી વિદ્યાને ત્યાગ કરવાથી જ થઈ છે એ વિદ્યા ફરીને આપણા જીવનમાં આપણે લઈ આવવી જોઈએ એને માટે ધનની ખોટ નહિ આવે વિદ્યા લેવા માંડશુ એટલે ધન તો દોડતું આવશે .
ચારણાને બીજી જરૂર એકતાની છે , એકતા નહિ હોય પરસ્પર પ્રેમ નહિ હોય , તો દૈત્યો, દાનવો . એ વિદ્યા મેળવી જેમ દુરુપયોગ કર્યો તેમ થશે . ખરેખરી વિદ્યા તે એ કહેવાય કે જે એકબીજામાં પ્રેમ પ્રગટાવે એકતા લાવે . એકતા લાવવા માટે એક બીજાના ગુણ જોતા શીખવું જોઈએ એક બીજાથી સહકાર કરવો જોઈએ . અગુણ તો ઘણા દિવસ જોયા એક બીજાની ટીકા પણ ખુબ કરી . હવે એનાથી દુર રહેવું કે , જેથી સૌનું ભલુ થાય . નિંદામાં બુદ્ધિ વાપરવી એનું નામ જ અવિદ્યા .
નિંદા કરનારને ભલે જરાવાર ફરસાણ ખાવાનો સ્વાદ આવે . પણ નિંદા કરવી એ કોલસાની દલાલી જેવું છે . એમાં હાથ , કપડાં અને માં એ બધુય કાળું જ થવાનું ' . માટે ચારણાએ જે પોતાનું ભલું ચાહવું હોય તો નિંદા છોડી દેવી જોઈએ . અને એકતા કરવી જોઈએ .
I maa Bhagwati Sonbai Maa sada sahai🙏
જવાબ આપોકાઢી નાખો