સર્વે જ્ઞાતિજનોને ને જય માતાજી
વિશેષ જણાવવા નું કે વર્તમાન સમય માં સમગ્ર વિશ્વમાં મહામારી રૂપી દાનવે હાહાકાર મચાવ્યો છે ભારત વર્ષ પણ તેનાથી પ્રભાવિત થયેલ છે તે આપ સર્વે જાણો જ છો.
આ સાથે અત્યારે માં ભગવતી નાં નવલા ચૈત્રી નોરતા પણ ચાલી રહ્યા છે એ અવસરે આપણે સમગ્ર વિશ્વમાં રહેતા ચારણો આગામી દુર્ગાષ્ટમી તારીખ ૧/૪/૨૦૨૦ અને બુધવારે સાંજે ૬:૦૦ કલાકે બધાજ ચારણો નાં ઘરે ઘરે દેવીયાણ નો પાઠ કરીએ અને માં ભગવતી ને વિનવિએ કે હે ભવાની ચામુંડા નવદુર્ગા તુ હવે જ્યાં હો ત્યાંથી આવ અને જગત નું કલ્યાણ કર કદાચ ચારણો ની સમુહ પ્રાર્થનાથી જગદંબા સૌનું કલ્યાણ કરવા આ દાનવ ને ઝેર કરે કારણ કે સમુહ માં કોઈક તો એવી ચારણ જોગમાયા હશે જ કે તેની પ્રાર્થના ભવાની ને સાંભળવી જ પડશે
ભારત વર્ષ નું અને જગત નું કલ્યાણ કરવા નાં હેતુ થી આ કાર્ય કરવા માટે આ આ વિચાર આપ સર્વે સમક્ષ રજૂ કરૂ છું વળી આપણા દેશનો રાજા પણ માં ભવાની અંબા નો શક્તિ નો ઉપાસક છે માટે આ રીતે શકય થાય કે કેમ તે જણાવવા વિનંતી.
લી.ભુપતદાન દાંતી અમરેલી
( આપણા સમાજના બધા જ ગૃપ માં ફોરવર્ડ કરી ને મત જાણવા વિનંતી)
બઉજ સારો વિચાર છે અમે અમારા ઘરે જાપ કરીશુ
જવાબ આપોકાઢી નાખો