કોઈપણ સમાજની માનસિક્તા તેમની સ્ત્રીઓ પ્રત્યેની માનસિક્તાના વલણથી છતી થાય છે.આજે દુનિયા 21મી સદીમાં પ્રવેશી ગઈ છે ત્યારે આપણાં સમાજની સ્ત્રીઓ ને પરંપરાગત રિવાજો અને રુઢીઓની બેડીઓમાં જકડીને શોષણ કરવામાં આવે છે. ચારણ સમાજ તો દેવીપુત્ર હોવાનું ગૌરવ ધરાવે છે. તો પછી ચારણ સ્ત્રીઓની આવી દુર્દશા કેમ ? સાચું કહેજો, આપણાંમાંથી કેટલાં હશે કે જે પોતાના ઘરે દિકરીના જન્મની ઈચ્છા રાખે છે ? ખરેખર આ આંકડો ખૂબ જ ઓછો હશે. તો આપણે ચોક્કસપણે મનોમંથન કરવું પડે કે આવું કેમ ?
જો આપણે આ વાતના મૂળ સુધી જઈએ તો આપણને જે હકીકત છે તેનો સાચો ચિતાર મળે. આ વાત દ્વારા હું એમ નથી કહેવા માંગતી કે સ્ત્રીઓને મજબૂત બનાવો. સ્ત્રીઓ તો મજબૂત જ છે. ખાલી તેમની મજબૂતી જોવાનો આપણઓ નજરીયો બદલવાની જરૂર છે. આપણે સ્ત્રી તરીકે ઉપર ઊઠવાનું છે અને આગેવાની લેવાની છે. સ્ત્રી-પુરુષ એક ગાડાના બે પૈડા છે જે સરખા હશે તો જ સમાજ આગળ વધશે, પ્રગતિ કરશે. માટે દિકરા અને દિકરીઓ સમાન ઉછેર કરવાનો દ્રઢ નિશ્ચય કરીએ અને સમૃદ્ધ સ્વસ્થ સમાજનું નિર્માણ કરીએ. - જાગ્રુતિ જે. શામળ –ચરજ નેટવર્ક મેગેઝીન “શક્તિ વિશેષાંક ,જાન્યુઆરી ૨૦૧૮
તા : ક - ચૈત્રી નવરાત્રી ના આ પાવન દિવસોમાં ચારણ બહેનોની અભિવ્યક્તિ અને વિચારોનું આ નવતર અનુષ્ઠાન ચરજ મેગેઝીન દ્વારા શરુ કરવામાં આવ્યું છે. ચરજ મેગેઝીન આપણી ચારણ બહેનો -દીકરીઓના વિચારો અને અભિવ્યક્તિને પુરો આદર અને સન્માન આપે છે .
આ અનુષ્ઠાન દ્વારા આપણી બહેનો -દિકરીઓના વિચારો -અભિવ્યક્તિ અને સામાજિક નિસ્બત સમાજ સુધી પહોંચે એજ માત્ર ચરજ મેગેઝીન નો હેતુ છે .આશા છે કે આ નવરાત્રીના દિવસોમાં બહેનો -દીકરીઓની વાતને ખુબજ સંવેદનાપૂર્વક આપણે સાંભળીએ ,એમની વાતમાં રહેલા વાસ્તવિક સત્યને સમજવાનો પ્રયત્ન કરીએ અને આપણી બહેન -દીકરીઓ પ્રત્યે ના દ્રષ્ટીકોણ માં આપણે બદલાવ લાવીએ ,તો જ આ નવરાત્રી વધારે સાર્થક નીવડી ગણાશે ...આભાર
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો