ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

બુધવાર, 28 માર્ચ, 2018

ચરજ નેટવર્ક મેગેઝીનનું  પ્રથમ વાર્ષિક સ્નેહ-મિલન

ચરજ નેટવર્ક મેગેઝીનનું  પ્રથમ વાર્ષિક સ્નેહ-મિલન તારીખ :૨૫ માર્ચ ૨૦૧૮ના રોજ અમદાવાદમાં યોજાઈ ગયું .જેમાં ચરજ મેગેઝીન ટીમના સભ્યો અને શુભેચ્છકો હાજર રહ્યા. ચરજ મેગેઝીનની એકવર્ષની સમીક્ષા કરવામાં આવી ,જેમાં ઉપસ્થિત દરેક સભ્યો એ પોતાના પ્રતિભાવો અને અનુભવો જાણાવ્યા . મેગેઝીનની સામાજિક જરૂરિયાત,મહત્વ અને ભવિષ્યની રૂપરેખા વિષે ઊંડાણપૂર્વક ચર્ચા કરી.

વિદ્વાન ચારણી સાહિત્યકાર,સંશોધક અને લેખક શ્રી શિવદાનજી ઝૂલા ખાસ ઉપસ્થિત રહ્યા ,તેમણે ચરજ મેગેઝીનની સામાજિક જરૂરિયાત અને મહત્વ સમજાવતા કહ્યું કે “આપણો સમાજ ગમ્મે એટલો સમુદ્ધ બને ,ગમ્મે એટલા સામાજિક સંગઠનો રચાય  પણ જ્યાં સુધી ‘વૈચારિક પરિવર્તન’ નહિ થાય ત્યાં સુધી આપણો સમાજ  પ્રગતિશીલ બની શકશે નહિ ,ચરજ નેટવર્ક મેગેઝીન ના તમામ અંકો વાંચતા મને લાગે છે કે  આ  માત્ર મેગેઝીન નથી પણ આપણી સાચી ઓળખને પ્રસ્થાપિત કરતો આપણા સમાજનો સાંસ્કૃતિ ,સાહિત્યિક ,સામાજિક તથા રાજકીય દસ્તાવેજ છે.આપણા સમાજમાં ‘વૈચારિક પરિવર્તન ‘લાવવાનું સબળ અને સક્ષમ માધ્યમ છે. ચરજ મેગેઝીનથી આવતા વર્ષોમાં આપણા સમાજની નવી પેઢીને આપણી સાચી ઓળખ અને સાચો ઈતિહાસ મળશે અને સમાજને વધારે પ્રગતિશીલ બનાવતું વૈચારિક પરિવર્તન લાવવામાં આ મેગેઝીન મહત્વની ભૂમિકા ભજવશે એવી મને આશા બંધાઈ છે “

ચરજ મેગેઝીન ના અન્ય શુભેચ્છકો સુશ્રી નયનાબેન ગઢવી ,સુશ્રી ભાવનાબેન ગઢવી ,શ્રી કૈલાશદાન ગઢવી ,શ્રી રાજેશભાઈ ગઢવી ,શ્રી સુભાષભાઈ ગઢવી એ પોતાના અમુલ્ય પ્રતિભાવો અને સૂચનો જાણાવ્યા સૌનો ખુબ ખુબ આભાર. ચરજ મેગેઝીન ને ઘરે ઘરે પહોંચાડવા પ્રતિબદ્ધ યુવા પ્રતિનિધિઓ ને ‘બેસ્ટ પ્રતિનિધિ એવોર્ડ -૨૦૧૭ “ એનાયત કરવામાં આવ્યાં.

ચરજ નેટવર્ક મેગેઝીન ટીમ ના સભ્યો શ્રી દિનેશ માવલ ,કિન્તુ ગઢવી ,સત્યેન ગઢવી ,વિક્રમભાઈ ગઢવી ,નીલમબેન ગઢવી ,ભગવતદાન ગઢવી ,વિપુલ ગઢવી ,સાગરદાન ઝીબા ,રાહુલ ગઢવી ,રાકેશભાઈ ગઢવી અને રણજિત ગઢવી દ્વારા સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું .સમગ્ર કાર્યક્રમની વ્યવસ્થા અને સંકલન કો –ઓર્ડીનેટર સમીર ગઢવીએ સંભાળ્યા.  

આ કાર્યક્રમની અર્થસભર ચર્ચા અને અનુભવો જોઇને બધ્ધા ને એવું લાગ્યું કે ગુજરાતના જુદા જુદા જીલ્લા અને તાલુકામાં દર બે મહિને ચરજ મેગેઝીન દ્વારા આવો સ્નેહ મિલન નો કાર્યક્રમ થવો જોઈએ ..આવી લાગણી બધ્ધાને થવી એ જ આ કાર્યક્રમની અને મેગેઝીનની ફલશ્રુતિ ..સૌનો ખુબ ખુબ આભાર .khhftg

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Featured Post

પરિવારની પાંખો થકી, ચારણની દીકરીએ ઊંચી ઉડાન ભરી; GPSC ની પરીક્ષા પાસ કરી ખંભાળીયાના દેવલબેન ગઢવી બન્યા TDO

પરિવારની પાંખો થકી, ચારણની દીકરીએ ઊંચી ઉડાન ભરી; GPSC ની પરીક્ષા પાસ કરી ખંભાળીયાના દેવલબેન ગઢવી બન્યા TDO ગુજરાત જાહેર સેવા આયો...