આવડમાનો ભાવ (રાગ) સુના સમદરની પાળ
આવડને આશરે જાયે રે, જઈને મા નમીયે પાયે રે
માથે ઓઢી ભેળીયો માડી, ખબરુ લેશે માત ખમકારી રે
આવડમા અનંત ઉપકારી રે
એ. ખલકમા ખ્યાત છે બાનુ રે, અટકાવ્યો આભમા ભાનુ રે
બાંધ્યો બાઈ લોબડી છેડે વીર ઉગાયોઁ વીખ વીદારી રે
આવડમા અનંત ઉપકારી રે
એ. શોભે તેજ ટીલડી ભાલે રે, આભા જાણે પ્રસરી હાલે રે
રમવા રાસ નીશરી અંબા શોળ શજી મા રાજ રાજેશ્વરી રે
આવડમા અનંત ઉપકારી રે
દયાભરી દીલમા માજી રે, રેજે તુ અમપર રાજી રે
આજો છે એક તીહારો સમરતા દેજે સાદ સુખકારી રે
આવડમા અનંત ઉપકારી રે
જનમી જગ પ્રસિધ્ધ માદાની રે
ઉજાળી નાત કુળ અવની રે
કીશોર ભાવ ભાવથી ગાવે આપજે આશીષ માત અવિકારી રે
આવડમા અનંત ઉપકારી રે
રચના કીશોરદાન સુરુ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો