મનાવુ હુ રોજ તમને માવા (રાગ ) આંગણીયા પુછી કોઈ આવે
મનાવુ હુ રોજ તમને માવા રે, નંદલાલા મારા માનજો રેજી
ધૂપ દીપ કાઈન જાણુ, એક જાદવ તને જાણુ રે
એજી. મોજુ તારામા માધવ માણુ રે
પ્રીતેથી પ્રિતમ પાળજો રેજી
નાદરે સુણીને નાતો, નીભાવી જાતો રે
એજી. એમ વેદો પોકારી કેછે વાતો રે
ધ્યાને ઈ વાતુ ધરજો રેજી
કઈ ભકતોના કાજે, બોલડીયે બંધાણા રે
એજી. આજ ઠાકર કહુછુ કયા ઠેરાણા રે
બળીયા રે જાલો બાવડી રેજી
ભરોસો રુદીયામા ભારી, સુદશઁન ચક્રધારી
એજી. ત્રીકમ આવયોછુ શરણે તારી રે
સેવામા લેજો શામળા રેજી
શ્યામ કીશોરદાન કે સુણો, ગાવા તારા ગુણો રે
એજી. જોજેના જરીયે મુજ અવગુણો રે
ક્રૃપા કર ક્રૃપા નાથજી રેજી
રચના કીશોરદાન નારણદાનબાપુ સુરુ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો