ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

શુક્રવાર, 23 ડિસેમ્બર, 2022

એક અનોખો ભક્તિ યજ્ઞ કરતા લાખાભાઈ ગઢવી.

એક અનોખો ભક્તિ યજ્ઞ કરતા લાખાભાઈ ગઢવી.
 ─────────────────────
▪️જામ જોધપુરના લાખાભાઇ અવિરત ૨૦ વર્ષથી મઢડા જ્યોત લેવા પગપાળા જાય છે. 

 ▪️જ્યાં શ્રધ્ધા છે ત્યાં સર્વસ્વ અર્પણ છે. જયાં શ્રધ્ધા છે ત્યાં સુધી પહોંચવા તેમજ નિયમ જાળવવા જગતનો કોઇ વિઘ્ન વચ્ચે આવી શકતો નથી તેનો પુરાવો આપી રહ્યા છે, લાખાભાઇ ગઢવી.  જામ જોધપુરના લાખાભાઇ ગઢવી જે છકડો રીક્ષા ચલાવતા સામાન્ય માણસ છે પણ તેમનો શ્રધ્ધાનો દિવડો જોંતા તેઓ સામાન્ય નહીં પણ  વ્યકિત વિશેષ જણાય છે. 

▪️તેઓ દર વર્ષે સોનલ બીજ પર પોતાનો કામ ધંધો બંધ રાખી  જામજોધપુરથી સોનલધામ મઢડા ખાતે અંદાજે ૧૦૦ કિમી જેટલું ચાલીને જ્યોત જાય છે. આ વર્ષે પણ નિયમ અનુસાર તેઓ સોનલ ધામ મઢડા ખાતે  જ્યોત લેવા પગપાળા નીકળી ગયા છે. તેઓ સોનલધામથી સોનબાઇ માંની જ્યોત લઇને પરત  જામજોધપુર પહોંચતાં પહેલા આગલી રાત્રે નજીકમાં આવેલા નાગબાઇમાના મંદિર, પાટણ  રોકાસે અને બીજના દિવસે  વહેલા જામ જોધપુર પહોંચી  સોનબાઇ માનાં મંદિરમાં તેઓ  જ્યોત પધરાવશે. 

▪️જેના હ્રદયમા લાખાભાઇ જેવી શ્રધ્ધા હોય તેના પર માતાજીની કૃર્પા અને આશિષ ચોક્કસ ઉતરે છે. ધન્ય હો લાખાભાઇ, ધન્ય હો ચારણ...  જય આઇ સોનબાઇ માં..

─────────────────────

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Featured Post

પ્રતીક અનિલભાઇ ગઢવીએ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જૂનાગઢમાંથી ઇતિહાસ વિષયમાં “રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ” (સૌરાષ્ટ્ર પ્રાંત)નાં સેવાકાર્ય પર રિસર્ચ સાથે મહા નિબંધ પૂર્ણ કરી ડોક્ટરની પદવી પ્રાપ્ત કરી છે.

પ્રતીક અનિલભાઇ ગઢવીએ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જૂનાગઢમાંથી ઇતિહાસ વિષયમાં “રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ” (સૌરાષ્ટ્ર પ્રાંત)નાં સેવાકાર્ય...