ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

મંગળવાર, 10 ઑગસ્ટ, 2021

ચારણ મહાત્મા ઇસરદાસજી ની જન્મ જયંતિ




મહાત્મા ઇસરદાસ 
શ્રાવણ સુદ બીજ એટલે ચારણ માહાત્મ્ય ઇસરદાસજી નુ પ્રાગટય દિવસ કોટી કોટી વંદન ચારણ મહાત્મા ઇસરદાસજી ને....

જન્મ વિક્રમ સંવત ૧૫૧૫ શ્રાવણ સુદ બીજ

મહાત્મા ઇસરદાસજીનો જન્મ મારવાડના ભાદ્રેશ ગામમાં વિક્રમ સંવત ૧૫૧૫ માં શ્રાવણ સુદ બીજના પવિત્ર દિવસે થયો. તેમના પિતા સુરાજી અને તેમના માતૃશ્રી સરળ સ્વભાવના અને પ્રભુ પરાયણ વૃત્તિ ધરાવતા હતા. તેઓ સાદુ અને સંસ્કારી જીવન જીવનારા હતા. સુરાજીના ભાઇ આશાજી લક્ષ્મણજી તરફ અનન્ય શ્રધ્ધા અને ભક્તિ ધરાવતા હતા. સાંસારિક તકલીફોમાં પણ સુરાજી સમતા રાખી શાંત ચિત્તે પ્રભુ સ્મરણ કરતા હતા. 

એક એવો પ્રસંગ કહેવાય છે કે ખેતરમાં કામ કરતામજૂરો માટે સુરાજીએ બનાવેલી રસોઇ સુરાજીના પિતરાઇઓની ખટપટને કારણે મજૂરો કામ પર ન આવતા બગડે તેમ હતી. તેજ સમયે મહંત જ્વાલાગીરીજીની જમાત જે જોગાનુજોગ ગામમાં હતી તેમને ભાવપૂર્વક નિમંત્રણ આપીને સુરાજીએ ભોજન કરાવ્યું. સંત જ્વાલાગીરીજીને આ ઘટનાની વિશેષ જાણકારી મળતા તેમના દયાળું સ્વભાવને કારણે સુરાજીના પિતરાઇ ભાઇ ગુમાનદાનજીને સમજાવવા પ્રયાસ કર્યો.ગુમાનદાનજીએ તેમની તામસી પ્રકૃતિને કારણે સંતની વાત કાને ધરી નહિ અને તેમને ખૂબજ અપમાન જનક શબ્દો કહ્યા. તેમણે ઇસરદાસજી અપુત્ર હોવાથી તેમની તમામ મિલ્કત પોતાને જ મળવાનો હુંકાર પણ કર્યો. એમ કહેવાય છે કે સંત જ્વાલાગીરીજીએ આ સમયે સુરાજીને ત્યાં પુત્ર તરીકે જન્મ લેવાનું નક્કી કર્યું અને તે પ્રમાણે વરદાન સુરાજીને આપી ત્યાંથી પ્રયાણ કર્યું.

સુરાજીએ પુત્ર જન્મને ઇશ્વરના આર્શીવાદ તથા સંતનો અનુગ્રહ સમજી તેના નામકરણ સંસ્કાર કર્યા. ઇસરદાસજીના જન્મ પછી તેમના પિતાજીની ઉન્નતિ થવા લાગી. ઇસરદાસજીને કાવ્ય અભ્યાસ કરાવવામાં તેમના કાકા આશાજીનો ઘણો મોટો ફાળો હતો. આશાજી પણ લક્ષ્મણજીના પરમ ઉપાસક હતા અને સાહિત્યમાં તેમની ઊંડી સૂઝ હતી. ઇસરદાસજીના લગ્ન દેવલબાઇ સાથે થયેલા. જેઓ ખૂબજ સંસ્કારી સ્વભાવના હતા. ઇસરદાસજીનો તેમના કાકા આશાજી સાથેનો ગીરનારનો પ્રવાસ એક ઔલોકિક ચમત્કારરૂપ બન્યો હોય એમ કહેવાય છે. લક્ષ્મણજીએ તેમને ગીરનારના દર્શન આપીને ભક્તિ અને જ્ઞાનના ઉચ્ચતમ શીખરોનું દર્શન કરાવ્યું અને આ માર્ગે તેમની સતત ઉન્નતિ થાય તેવા આર્શીવાદ આપ્યા. 

તેમના જીવનની બીજી એક વાત કે જેના કારણે તેમના જીવનને એક નવો વળાંક મળ્યો તે પણ પ્રચલિત છે. જામરાવલની કચેરીની ઇસરદાસજીની મુલાકાત વખતે તેમના કાવ્ય વૈભવથી મહારાજા સહિત સૌ દરબારીઓ પ્રસન્ન થયા.પરંતુ એક વિચક્ષણ અને વિદ્વાન ભૂદેવે તેમને સંસારીઓની સંગત છોડી ઇશ્વરનો ગુણાનુરાગ કરવા માટે કલમ ઉપાડવા પ્રેરિત કર્યા. શ્રી પિતાંબર ભટ્ટ નામના આ પવિત્ર તથા સંસ્કારી ભુદેવના અમૂલ્ય  ઉપકારનું ઋણ સ્વીકારીને ભક્તકવિએ તેમને ગુરૂપદે સ્થાપેલ છે. પરમતત્વની ઉપાસનાના માર્ગે હવે તેઓ પોતાની કવન શક્તિ વાળે છે. 

ઇસરદાસજીનાજીવન સાથે ઘણી બધી લોકોકિતઓ જોડાયેલી છે. આ બધી કીવદંતીઓને જોઇએ તો એ વાત સ્પષ્ટ થાય છે કે તેમની વ્યક્તિગત પ્રતિભા તથા પ્રખર કાવ્ય શક્તિને તે કાળમાં ઘણો બધો આદર અને અહોભાવ મળ્યા હતા. 

ક્ષત્રિયો વચ્ચેના બીનજરૂરી સંઘર્ષો ટાળવાના તેમના પ્રયાસો પણ નોંધપાત્ર છે. ઇસરદાસજીના બીજા લગ્ન રાજબાઇ સાથે થયા. જેઓ તેમના પ્રથમ ધર્મપત્નિનો બીજો અવતાર હોવાનું કહેવાય છે. ઇસરદાસજીના વંશજો ઇસરાણી-બારહટ્ટ તરીકે ઓળખાય છે.

હરિરસ પુસ્તક ડાઊનલોડ કરવા માટે અહીંયા :- ક્લિક કરો
છોટા હરિરસ પુસ્તક ડાઊનલોડ કરવા અહીંયા :- ક્લિક કરો
ગુણ નિંદા પુસ્તક ડાઊનલોડ કરવા માટે અહીંયા :- ક્લિક કરો

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Featured Post

રાજકોટ ચારણ સમાજનું ગૌરવ કુ.મીરા કાનાભાઈ ગઢવી

રાજકોટ ચારણ સમાજનું ગૌરવ  કુ.મીરા કાનાભાઈ ગઢવી WEIGHT LIFTING, WRESTLING સ્પર્ધામાં માં ગોલ્ડ મેડલ મેળવીને પરિવાર સાથે સમાજનું ગૌરવ વધારેલ છ...