ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

શનિવાર, 18 એપ્રિલ, 2020

રાજકોટ ચારણ - ગઢવી સમાજ

*અભિનંદન રાજકોટ*
               *અભિનંદન યુવાનો*

*Covid - 19* ના સંક્રમણથી જાહેર થયેલ લોકડાઉનમાં,

*50,000/- આઈ શ્રી સોનલમાં એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ, રાજકોટ.*

*50,000/- ઈન્દુબેન ધીરૂભાઈ ગઢવી મેમોરિયલ ટ્રસ્ટ, રાજકોટ.*

*50,000/- ચારણ ગઢવી સમાજ સમુહલગ્ન સમિતિ(જુની), રાજકોટ.*

*ઉપરોકત ત્રણેય સંસ્થાઓ દ્વારા રૂપિયા 1,50,000/- એક લાખ પચાસ હજાર પુરા અનુદાન મળેલ છે.*

આ રકમમાંથી આપણા સમાજના જરૂરિયાતમંદ પરિવારોને અનાજ-કરિયાણાની રાશન કિટ તૈયાર કરી,

*શ્રી શક્તિ ચારણ(ગઢવી) યુવા સંગઠન-રાજકોટ દ્વારા વિતરણ કરવામાં આવ્યું હતું.*

10 કિ.ગ્રા. ઘઉંનો લોટ,
5 કિ.ગ્રા. ચોખા,
2 કિ.ગ્રા. મગદાળ,
2 કિ.ગ્રા. ચણા,
1 કિ.ગ્રા. અળદની દાળ,
1 કિ.ગ્રા. ચણાની દાળ,
2 કિ.ગ્રા. ખાંડ,
250 ગ્રામ ચા,
500 ગ્રામ મરચું,
200 ગ્રામ ધાણાજીરુ,
200 ગ્રામ હળદર,
1 કિ.ગ્રા. મીઠું,
2 કિ.ગ્રા. તેલ,
1 કિ.ગ્રા. ગોળ....

આ ઉપરાંત અતુલભાઇ ચાન્દ્રા દ્વારા નિતુભાઈ ઝીબા મારફત મળેલ અનુદાન અને લંડન નિવાસી મુળજીભાઈ લાંબા તરફથી મળેલ સહાયની રકમની પણ કીટ બનાવી ઉપરોક્ત સંગઠનના યુવાનો દ્વારા જરૂરીયાતમંદ પરિવાર સુધી પહોંચાડવાની જવાબદારી સુપેરે નિભાવી સમાજની સેવાનું ઉત્તમ ઉદાહરણ પુરું પાડેલ છે.

સમાજના યુવાનો, સંસ્થાઓ અને દાતાઓને લાખ લાખ અભિનંદન....🌷💐🌷

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Featured Post

પરિવારની પાંખો થકી, ચારણની દીકરીએ ઊંચી ઉડાન ભરી; GPSC ની પરીક્ષા પાસ કરી ખંભાળીયાના દેવલબેન ગઢવી બન્યા TDO

પરિવારની પાંખો થકી, ચારણની દીકરીએ ઊંચી ઉડાન ભરી; GPSC ની પરીક્ષા પાસ કરી ખંભાળીયાના દેવલબેન ગઢવી બન્યા TDO ગુજરાત જાહેર સેવા આયો...