ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

સોમવાર, 10 ઑગસ્ટ, 2020

ચારણ સમાજનું ગૌરવ નિવૃત જજ વી.વી. ગઢવી સાહેબ


સૌરાષ્ટ્ર - કચ્છના એક હજારથી વધુ કેસની થશે નિયમીત સુનાવણી 

સૌરાષ્ટ્ર - કચ્છના જમીન વળતરના કેસ નિકાલ માટે રાજ્ય સરકાર દ્વારા રાજકોટમાં ખાસ પ્રમુખ અધિકારીની કરવામાં આવેલી નિમણુંકનો ચાર્જ આજે નિવૃત જજ વી.ડી.ચારણે સંભાળી લીધો છે અને આવતીકાલથી જ જમીન સંપાદનના વળતરના એવોર્ડ સામે થયેલ કેસોની અપીલની સુનાવણી શરૂ કરવામાં આવશે . રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં રાજકોટ સહિત 4 મોટા શહેરોમાં જમીન સંપાદનના વળતર મામલે અલગથી ટ્રીબ્યુનલ શરૂ કરવાની જાહેરાત બાદ પ્રમુખ અધિકારી તરીકે સરકારે નિવૃત પ્રિન્સીપલ જજ વી.ડી.ચારણની નિમણુંક કરવામાં આવી છે . તેઓ આજે જીલ્લા કલેકટર કચેરી ખાતે હાજર થઈ ચાર્જ સંભાળી લીધો છે . હાલ તુરંત , પ્રમુખ અધિકારી મધ્યાહન ભોજન યોજનાની કચેરીમાં બિરાજમાન થશે . આવતીકાલથી જીલ્લા કલેકટર દ્વારા પ્રથમ માળે ચલાવવામાં આવતાં અપીલ કેસના બોર્ડના રૂમમાં જમીન સંપાદનના કેસોની સુનાવણી શરૂ કરશે . બુધવાર સિવાય પ્રમુખ અધિકારી દ્વારા સૌરાષ્ટ્ર - કચ્છનાં 12 જીલ્લાના 1000 થી વધુ કેસનો નિકાલ કરવા સુનાવણી હાથ ધરવામાં આવશે . જમીન સંપાદનના વળતર સામે થયેલા કેસના નિકાલ માટે પ્રમુખ અધિકારી સહિત અલગથી મહેકમ રાજ્ય સરકારે મંજૂર કર્યું છે . તેમાં મામલતદાર , બે નાયબ મામલતદાર , એક કારકૂન અને એક ડ્રાઈવર સહિતનો સ્ટાફ ફાળવવામાં આવ્યો છે

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Featured Post

પરિવારની પાંખો થકી, ચારણની દીકરીએ ઊંચી ઉડાન ભરી; GPSC ની પરીક્ષા પાસ કરી ખંભાળીયાના દેવલબેન ગઢવી બન્યા TDO

પરિવારની પાંખો થકી, ચારણની દીકરીએ ઊંચી ઉડાન ભરી; GPSC ની પરીક્ષા પાસ કરી ખંભાળીયાના દેવલબેન ગઢવી બન્યા TDO ગુજરાત જાહેર સેવા આયો...