આજે ક્રાંતિકારી ઠાકુર જોરાવરસિંહ બારહઠની ૧૩૭મી જન્મજયંતી
આજે ક્રાંતિકારી ઠાકુર જોરાવરસિંહ બારહઠની ૧૩૭મી જન્મજયંતી
ભારત દેશની આઝાદીની ચળવળમાં જેઓનું અમૂલ્ય પ્રદાન છે અને માં ભોમની રક્ષા માટે પ્રાણની આહુતિ આપનાર શહીદ ક્રાંતિકારી ઠાકુર જોરાવરસિંહ બારહઠ (ગઢવી)ની આજે ૧૩૭મી જન્મજયંતી છે.
દિલ્હી ખાતે હિન્દુસ્તાનના વાઇસરોય લોર્ડ હાર્ડિંગની શાહી સવારી પર ચાંદની ચોકમાં બૉમ્બ ફેંકવાના ગંભીર ગુન્હા ઉપરાંત સ્વાતંત્ર્ય સંગ્રામના અન્ય ગુન્હામાં બ્રિટિશ પોલીસ તેઓની શોધમાં હતી પરંતુ આ નરકેસરીને ક્યારેય બ્રિટિશ પોલીસ કેદ કરી શકી ન હતી. આશરે ત્રણ દાયકા સુધી તેઓ ભ્રમણ કરતા રહ્યા અને બ્રિટિશ પોલીસ તેઓને શોધતી જ રહી.
ઈ.સ. ૧૯૩૯ માં અંતિમ શ્વાસ લીધા ત્યાં સુધી તેઓ મુકત જ રહ્યા અને છેવટે માતૃભૂમિ અને આરાધ્ય દેવી કરણીજીને જ પોતાની જાતનું સંપૂર્ણ આત્મગૌરવથી સમર્પણ કર્યું હતું. તેઓની વીરતા અને બલિદાનની આ એક અમર ગાથા છે.
તેઓની જન્મજયંતીની ઉજવણી નિમિત્તે આજે સવારે રાજકોટ શહેર ખાતે અખિલ ભારતીય ચારણ ગઢવી મહાસભા (યુવા) દ્વારા Covid-19 મહામારી સંદર્ભે સરકારશ્રીની માર્ગદર્શિકા અનુસાર માસુમ વિદ્યાલય ખાતે પુષ્પાજંલી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું....
જેમાં નીચે મુજબના ભાઈઓ ની હાજરી રહેલ...
મુન્નાભાઈ અમોતિયા
શાંતિભાઈ ફુનડા
હેમુભાઈ બાવડા
પ્રવિણભાઈ વડગામા
દિપભાઈ વિકલ
વિરુભાઈ ગઢવી
ભરતભાઈ સાજકા
મનુભાઈ અમોતિયા
જયસુખભાઈ અમોતિયા
ધનરાજભાઈ માવલિયા
ધનાભાઈ માલાણી
અમિતભાઈ પાલિયા
ધવલભાઈ ગોલ
અજયભાઈ પાલિયા
દિનેશભાઈ રાબા
સદર અખબારી યાદી ની તવારીખો તેમજ નોંધ શ્રી હિતેશ ભાઈ નરેલા દ્વારા કરવા માં આવી
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો