ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

શનિવાર, 19 સપ્ટેમ્બર, 2020

ચારણ ગઢવી સમાજ જોગ સંદેશ

ચારણ ગઢવી સમાજ જોગ સંદેશ

જય માતાજી સાથે સાદર જણાવવાનું કે, આદિપુર કચ્છ મધ્યે ચારણ(ગઢવી) સમાજની દીકરીઓના ઉચ્ચ અભ્યાસ માટે શ્રી જબ્બરદાન નારાણજી રત્નું દ્રારા નિર્મિત ગઢવી સમાજ કન્યા છાત્રાલયનું તા.21-08-2020ના રોજ ચારણ સમાજના આગેવાનોની ઉપસ્થિતિમા લોકાર્પણ કરવામાં આવેલ હતું. આ સંસ્થાનું સંચાલન અમીત જબ્બરદાન  ગઢવી મેમોરિયલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્રારા કરવામાં આવશે.

આ છાત્રાલયનો મુખ્ય ઉદ્દેશ્ય કન્યા કેળવણીમા જાગૃતિ લાવવાનું અને જરૂરિયાતમંદ પરિવારો કે જે આર્થિક નબળી પરિસ્થિતિને કારણે દીકરીઓને અભ્યાસ નથી કરાવી શકતા તેવી દીકરીઓને પ્રાથમિકતા આપી તેમના દાતાશ્રીઓ શોધી તે કાયમી દાતાશ્રીઓ જે તે દીકરી ની હોસ્ટેલ ફી ભરપાઈ કરી આપેલ છે. જેથી કોઈપણ દીકરી પૈસાના અભાવે અભ્યાસ થી વંચિત ન રહી જાય.

આ માટે પ્રત્યેક દીકરી દીઠ વાર્ષિક ફી રૂ. 20,000 /- અંકે વીસ હજાર પુરા નક્કી કરવામાં આવેલ છે.

આપણા સૌના સદભાગ્યે છાત્રાલયના લોકાર્પણના દિવસે જ 84 દીકરીઓના કાયમી વાર્ષિક દાતાઓ મળી ગયેલ છે. અને આ કન્યા કેળવણીના યજ્ઞમા ગઢવી સમાજના આર્થિક સંપન્ન વધુને વધુ કાયમી દાતાઓને જોડાવવા માટે વિનંતી કરવામાં આવે છે. આ સાથે અત્યારસુધી મળેલ કાયમી દાતાશ્રીઓ અને તેમના દ્રારા વ્યકિતગત રીતે દત્તક લીધેલ દીકરીઓ (છાત્રાઓ)નું લીસ્ટ આ સાથે આપની જાણ માટે સામેલ કરેલ છે.

(1) 11 દીકરીઓ શ્રી જબ્બરદાન નારાણજી રત્નુ - રાયધણપર હાલે આદિપુર

(2) 11 દીકરીઓ શ્રી ચંદ્રશેખર નારસંગજી અયાચી - મોડવદર હાલે ગાંધીધામ

(3) 11 દીકરીઓ શ્રી હંસુભા ખાનજી અયાચી હસ્તે દિલીપ હસુભા અયાચી - મોડવદર હાલે ગાંધીધામ

(4) 11 દીકરીઓ અખિલ ભારતીય ચારણ(ગઢવી) મહિલા પરિષદ ગુજરાત હસ્તે પ્રમુખ  શ્રીમતી નયનાબેન કૈલાશદાન ગઢવી - લાખૌદ હાલે અમદાવાદ

(5) 5 દીકરીઓ શ્રી ભરતભાઈ નારાણજી રત્નુ - રાયધણપર હાલે અંજાર

(6) 5 દીકરીઓ શ્રી જગદીશભાઈ નારાણજી રત્નુ - રાયધણપર હાલે ગાંધીધામ

(7) 5 દીકરીઓ સ્વ.રવદાનજી ડોસાજી સિંઢાયચ - જનાણ હાલે ગાંધીધામ હસ્તે અશોકદાન તથા નરેન્દ્ર દાન

(8) 5 દીકરીઓ શ્રી ખેતશીભાઈ દેવરાજભાઈ મધુડા - લાયજા - મુંબઈ

(9) 5 દીકરીઓ શ્રી ઈશ્વરભાઈ અરજણભાઈ મધુડા - રાયણ

(10) 5 દીકરીઓ સ્વ. દેવશ્રીબેન રામભાઈ ગીલવા હસ્તે પ્રભુભાઈ ગીલવા - મોટી ખાખર

(11) 02 દીકરીઓ શ્રી રમેશભા મુલકરણભા સાદૈયા - સીણધરી, રાજસ્થાન આદિપુર

(12) 02 દીકરીઓ શ્રી મોમાયાભા પરબતભાઈ ગઢવી - સીંધોડી હાલે આદિપુર

(13) 01 દીકરી શ્રીમતિ વિધાબેન મોરારદાન ભાઈ ઝુલા - રોઝૂ હાલે માધાપર

(14) 01 દીકરી લતાબેન શૈલેષભાઈ ગઢવી - જાંબુડા જામનગર

(15) 01 દીકરી શ્રી ઘનશ્યામભાઈ વાઘજીભાઈ રત્નું - રાયધણપર હાલે ભુજ

(16) 01 દીકરી શ્રી સાત્વિકદાન મહેશદાનભાઈ ગઢવી - જામથડા હાલે ભુજ 

(17) 01 દીકરી શ્રી રમેશદાન રોહડિયા ( રિ. પી.આઈ) - રાજકોટ

(18) 01 દીકરી શ્રી અમૃતલાલ શિવાભાઈ નેચડા - જાંબુડા હાલે લંડન

આ વ્યવસ્થા દ્રારા ભેગા થયેલ ભંડોળનો ઉપયોગ ફક્ત ને ફક્ત આ સંસ્થામા દાખલ થયેલ ચારણ ગઢવી સમાજની દીકરીઓને વધુમાં વધુ અભ્યાસને લગતી રહેવા,જમવા, ઉત્તમ ગુણવતા પ્રદાન માટે કરવામાં આવશે. 

આ ઉપરાંત જરૂરિયાતમંદ નબળી આર્થિક પરિવારની દીકરીઓની સ્કૂલ ફી ભરપાઈ કરવાની, તેમને મફતમા પુસ્તકો, યુનિફોર્મ, વગેરે આપવા અને તેમાં પણ વિધવા બહેન કે ત્યકતા/છૂટાછેડા થયેલ માતાની દીકરીઓને પ્રાથમિકતા આપવામાં આવશે.

આમ દાતાઓ દ્રારા એકત્રિત થયેલ ફંડનો પાઈ પાઈનો વાર્ષિક અહેવાલ તમામ દાતાશ્રીઓને મોકલી આપવામાં આવશે. 

આ સિવાય કોઈ વ્યકિત રૂ. 5100 /- કે તેથી વધુ રકમ નો ફાળો સંસ્થા મા ભેટ આપવા માંગતા હોય તો તે પણ આ સંચાલક સંસ્થા તરફથી સાભાર સ્વીકારવામાં આવશે.

આ સંસ્થા નો હેતુ શિક્ષણ સિવાય દીકરીઓમા સંસ્કાર સિંચન કરવામાં અને તેમને તમામ પ્રકારનું સંરક્ષણ પ્રદાન કરવાનો છે. આ વ્યવસ્થાનો અમલ સરકારશ્રી નિયમિત રીતે સ્કૂલ/કોલેજો શરૂ કરવામાં આવશે ત્યારથી થશે.

*યોગદાન આપવા તથા વધારે માહિતી માટે*
શ્રી જબ્બરદાનભાઈ ગઢવી મો. 9879507015
શ્રી મહિદાનભાઈ ગઢવી મો.94269 97778


      *વંદે સોનલ માતરમ્*

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો