આપણા ચારણો અને ચારણ યુવાનોએ "દેશભક્તિ" શીખવી હોય તો કોના પાસેથી શીખવી જોઈએ ?
જવાબ છે – ૧) શ્રી કેશરીસિંહજી બારહઠ ૨) શ્રી કાનદાસજી મેહ્ડું ૩) શ્રી નિરંજન વર્મા અને ૪)શ્રી દુલાભાયા કાગ...જેવા ચારણ પૂર્વજો પાસેથી .
આ ચારેય મહાન ચારણ વિભૂતિ અને ક્રાંતિકારીઓ પાસેથી "દેશ" કોને કેહવાય અને "દેશભક્તિ" કોને કેહવાય એના સંસ્કાર આપણને ગળથૂથીમાં મળેલાં છે .આ ચારેય ચારણ વિભૂતિઓના ‘દેશભક્તિ ‘ અને “દેશ “ વિશેના વિચારો ખુબજ સ્પષ્ટ અને સાચા હતા.
એમની ગળથુંથીને ભૂલીને, જેમણે આઝાદીની લડતમાં શેક્યો પાપડેય નથી ભાંગ્યો એમની પાસેથી દેશભક્તિને રાષ્ટ્રવાદ શીખવા જવું ..એવાની વાતમાં હઈસો હઈસો કરીને તાબોટા પાડવા ..એવા તકવાદીઓથી અંજાઈ જવું ....એના જેવી મુર્ખામી બીજી કોઈ નથી.
આજે આપણા વડીલો અને યુવાનો પોતાના નાના એવા સ્વાર્થ,ખોટી લોકપ્રિયતા અને ઈતિહાસની ખોટી સમજણથી, 24 X 7 ફેસબુક અને સોશિયલ મીડિયા પર, ખોટા દેશભકત અને રાષ્ટ્રવાદીઓના જે ગુણગાન કર્યા કરે છે.....એમને એટલું જ કેહવાનું કે તમે તમારા મુળિયાને ,આપણા ચારણ પૂર્વજોએ દેશ માટે આપેલા બલિદાનને,એમની વિચારધારાને અને આપણા સાચા ઈતિહાસ ને ભૂલી ગયા છો....સહેજ પણ જો તમારામાં ચારણપણું બચ્યું હોય તો.. ચેતો બાપ..ચેતો !!!
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો