અમૂલ્ય દાન શિક્ષણ ને....
સમગ્ર ચારણ ગઢવી સમાજ માં સૌથી મોટી જરૂરિયાત શિક્ષણની ઉભી થવા પામેલ છે. અને જે આજના સમય ની સૌથી મોટી માંગ પણ છે. આઈ શ્રી સોનલમાં એ અથાગ પરિશ્રમ અને મહેનત સાથે સમાજ માટે સેવેલું સપનું હવે ક્યાંકને ક્યાંક સફળ થતું દેખાઈ રહ્યું છે. ત્યારે સમગ્ર ગુજરાતમાં સોનલમાં ની કૃપા થી શિક્ષણના વિકાસ માટે બોર્ડીંગો દ્વારા અને જુદી જુદી રીતે ગઢવી સમાજના બાળકો ના શિક્ષણ નો વિકાસ થઈ રહ્યો છે. ત્યારે માં સોનબાઇ ના ચરણ ની રજ જ્યાં કણે કણ માં વ્યાપી છે. જ્યાં માં ના અખૂટ આશીર્વાદ અને ચેતના હાજરા હજુર છે. અને જેને સમગ્ર ચારણ ગઢવી સમાજની માતૃ સંસ્થા ગણવામાં આવે છે તેવી ભાવનગર ની "શ્રી ક્રુષ્ણકુમાર સિંહજી ચારણ બોર્ડિંગ" ચારણ સમાજના બાળકો - યુવાનો ને શિક્ષણ અને સંસ્કાર ના સીંચન નું અવિરત કામ વર્ષો થી કરી રહી છે. તેવા સમયે આ બોર્ડીંગ ના વિકાસ માટે ચારણ-ગઢવી સમાજ ના અનેક સફળ અને સુખી વ્યક્તિઓએ આર્થીક રીતે મદદ કરી આ ભાવનગર બોર્ડીંગ ને વિકાસ ના પંથે દોડતી કરી છે. ત્યારે આનંદ અને ગૌરવ સાથે કહેવું પડે કે ભાવનગર બોર્ડીંગ માંજ યુવાવસ્થા સમયે અભ્યાસ કરેલ અને આ બોર્ડીંગ માં શિક્ષણ મેળવી અનેક વિકાસ ની ક્ષિતિજો સર કરી છે તેવા શ્રી શાંતિભાઈ જીવાભાઈ નેચડા જાંબુડા ના વતની અને હાલ લંડન કે જેઓ સમગ્ર ચારણ -ગઢવી સમાજ નું ગૌરવ છે. જેઓ એ ગઢવી સમાજ ના અનેક સત્કાર્યો માં આર્થીક મદદ કરી છે ત્યારે ભાવનગર બોર્ડીંગ માં શિક્ષણ ના વિકાસ માટે નવા બિલ્ડીંગ ના 24 રૂમો વિદ્યાર્થીઓ માટે બનાવવામાં આવેલ છે. તેમાં તેમના તરફથી રૂ.1,50,000/- અને આજીવન ભોજનતીથી માટે રૂ.25000/- નું યોગદાન ઓગસ્ટ 2018 માં આપી પોતાના જીવનમાં પાયાનું શિક્ષણ મેળવેલ જગ્યા નું ઋણ ચૂકવેલ છે. અને આઈ શ્રી સોનલમાં ના સફળ થતા સપનામાં ભાગીદાર થયા છે. આપના તરફથી મળેલા યોગદાનથી ભાવનગર ચારણ બોર્ડિંગ માં શિક્ષણ ના કાર્ય ને વેગ મળશે. આપના યોગદાન થી બોર્ડીંગ ના વિકાસ માટે મેહનત કરતા સમાજના વ્યક્તિઓને હજુ સારા બોર્ડિંગ ના કાર્યો કરવાનું બળ મળશે. આપના યોગદાન થી સમાજ ના જરૂરિયાતમંદ બાળકોને શિક્ષણ આપવા માટેની વ્યવસ્થા માં ખુબજ મોટી સરળતા ઉભી થઇ છે. આપના તરફથી મળેલ યોગદાન માટે આપની સાથે સંપર્ક કરી અને બોર્ડિંગ ને આપનો આર્થિક સહયોગ મળવા પ્રવીણભાઈ લાંગાવદરા, રાહુલભાઈ લીલા, વજેસંગ ચડીયા, આ શ્રેષ્ઠ કાર્ય માં કડીરૂપ બન્યા છે. ભાવનગર ચારણ બોર્ડીંગ ને મળેલ આર્થીક સહયોગ બદલ ભાવનગર બોર્ડીંગ આપના આભારી છે..
અજીત ખળેલ
ભાવનગર.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો