સેવા પરમો ધર્મ ને માનનાર , ચારણો ચાહક એવા મારા પરમ મિત્ર ભાઈશ્રી રામભાઈ ગઢવી (પાલીતાણા) ને જન્મ દિવસની હાર્દિક શુભેચ્છાઓ માં સોનલ તમને નિરોગી દિર્ધાયુ પ્રદાન કરે તેમજ આપ કાયમ ખુશ રહો અને ખૂબ પ્રગતિ કરો એવી શુભકામનાઓ...
રામભાઈ ગઢવી એટલે કોણ ?
આવો જાણીએ.
રામભાઈ નરેશભાઈ ગઢવી પાલીતાણા જેઓ વ્યવસાયે ખેડૂત હોવાની સાથે સાથે પાલીતાણા તાલુકા ના તમામ મોબાઈલ કંપની ના ટેલિફોન ટાવરો માં સિક્યુરિટી નો કોન્ટ્રાક્ટ ધરાવે છે
૩૦ ભેંસો સાથે તબેલો ધરાવે છે
જ્યાં ગરીબ પરિવાર ને દૂધ પૈસા હોય તો ઠીક ન હોય તોય ઠીક એ ધોરણે આપવાનો માણસો ને એમનો આદેશ છે પાલીતાણા માં સ્વ ખર્ચે સોનલ ધામ મંદિર બનાવેલ છે
જ્યાં અવાર નવાર ધાર્મિક પ્રોગ્રામો પોતાના ખર્ચે યોજ્યા કરે છે સોનલબીજ પણ પાલીતાણા માં વર્ષો થી ધામધૂમ થી તેમના દ્વારા યોજવા માં આવે છે
સાથે સાથે સામાજીક કાર્યકર તરીકે પણ તેઓ સક્રિય છે.
તેઓ અખિલ ભારતીય ચારણ - ગઢવી મહાસભા (યુવા) ના ભાવનગર જીલ્લા વરિષ્ઠ ઉપાધ્યક્ષ તરીકે પોતાની જવાબદારી નિભાવી રહ્યા છે.
શ્રી રામભાઈ ગઢવી ને ફરી ફરી જન્મ દિવસની શુભેચ્છાઓ 💐💐💐
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો