*હરિરસ મહાત્મ્ય*
*હરિગીત છંદ*
સંસાર દુસ્તર સિન્ધુમાં આ હરિરસ જલયાન છે,
અજ્ઞાન તમ પર આ હરિરસ સૂર્ય રશ્મિ સમાન છે.
કલ્મષ કનક કશ્યપ પરે આ હરિરસ છે નરહરિ.
ભવ રોગ હર ભેષજ સુખદ છે હરિરસ સર્વોપરી.
મન મોહ મદ માતંગ પર આ હરિરસ મૃગરાજ છે.
દલ દ્રોહ દવ પર આ હરિરસ સઘન સમ સુખરાજ છે.
સુવિચાર સકુની તણું સ્થળ આ હરિરસ ઉદ્યાન છે.
વૈકુંઠ સિધાવા હરિરસનું કથન વર વૈમાન છે.
કુવિચાર કાકોદર પરે આ હરિરસ હરિયાન છે.
ઈર્ષ્યા નિશાચરિ લંકની પર હરિરસ હનુમાન છે.
શાંતિ પ્રદાતા હરિરસ ભગવાન રૂપે ભવ્ય છે.
સદ્દજ્ઞાન દાતા હરિરસ સદ્દગુરુ રૂપે દિવ્ય છે.
પ્રભુ ભેટવા આ હરિરસતણો પાઠ એ સતપંથ છે.
''ઈશર કે પરમેશરા'' ચારણ રચિત આ ગ્રંથ છે.
શંકર પ્રભુનો દાસ"શંકર'' કહે સત સ્તુતિ કરી,
હર રૂપ હરિ-હરિરૂપ હર-હર,શ્વાસ સમરો હર-હરિ.
*કવિરાજ: શંકરદાન જેઠીભાઈ દેથા*
*🌹ટાઈપિંગ = ચારણ ટપુભા.વી🌹*
*ગોધરા(પંચમહાલ)*
*9724138925*
*🙏🏻ભુલચુક સુધારીને વાંચવી🙏🏻*
*🙏🏻🌹જય કૈશવાનાથ🌹🙏🏻*
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો