ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

સોમવાર, 9 ડિસેમ્બર, 2019

આઈ સોનલ સ્તુતી :- રચના : નારણદાન બાપુ સુરુ


*આઈ સોનલ સ્તુતી*               || *દોહો* ||*સોનલ જગ શકતી સદા,બાંય ગ્રહીલે બાઈ**સત જુગીયા ચારણ તણી, દરીયે નાવ ડોલાઈ*              *છંદ સારસી* *વીપતી કલા જુગ ચડી વ્રહમંડ, ઘોર નોબત ગડહડી**પરપંચ મા પ્રથી ભાન ભૂલ્યા, જોમ કાયા લડથડી**ગ્યા ભાન પુરાણો તણા, હવે હીમત ગઈછે હારતી**એ સમે સોનલ સાદ દેતી, અમણી હરજે આરતી**ભમ્યા અનહદ ભુ પરે,સત ચારણા જગ પરહયાઁ**ભટકયા ઘરોઘર ભામ સંગે, ભુવા થઈ ઉદર ભયાઁ**કથળ્યા કલેવર કંપ કાયા, દેહ વીપતી ડારતી**એ સમે સોનલ સાદ દેતી અમણી હરજે આરતી* *કવીરાજના બીરુદ ધયાઁ, અમે વાણીયુ અવળી વદી* *ગાયા અહરનીશ ગાન કંઠે, કીધી ન કવીતા હર કદી**શિલવંત જનની શારદા પણ, હીમત જાયછે હારતી**એ સમે સોનલ સાદ દેતી અમણી હરજે આરતી* *વંદન શમા નરહર કવી, વળી ઈશરા પરમેશ્વરા**સુયઁમલ સે શુધ્ધ કવીઓ, ઈશ ધ્યાની ઘન ખરા**એ સવઁની કવીતા અમાણા, ઉદરમા પધરાવતી**એ સમે સોનલ સાદ દેતી અમણી હરજે આરતી* *સાદ દેજે સ્નેહથી, હે ચારણી બ્રહમચારણી**બનજ કવી કે બાઈ બોહીત, કલી સાગર તારણી* *કરજોડ વીનતી કરે નારણ, વિમલ કર મનની વ્રતી**એ સમે સોનલ સાદ દેતી અમણી હરજે આરતી* *રચના કર્તા: નારણદાન બાપુ સુરુ*✍🏻🌹🌹🌹🌷💐🌷🌹🌹🌹.                 🙏🏻

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Featured Post

શ્રીમતી વિણાબેન દિલીપદાન ગઢવી (MSC, MED)ને વર્લ્ડ વાઈડ બુક ઓફ રેકોર્ડસ મા સ્થાન પામવા બદલ ખુબ ખુબ અભિનંદન.

ઈડર ની શ્રી કે.એમ.પટેલ વિદ્યામંદિર, ના ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં રસાયણ વિજ્ઞાનના શિક્ષક તરીકે...