જય સોનલમાં
આપ સૌ જ્ઞાતિજનો ને જણાવતા ખૂબ જ હર્ષની લાગણી અનુભવીએ છીએ
કે કવિશ્રી મેઘરાજભા મુળુભા રતન (મઢાદ) તેઓશ્રી એ માં સોનલમાં ના ફક્ત એકજ આશિર્વચન માં થી મળતી સંસ્કારી અને સુલક્ષ્ણ જીવન જીવવાની શૈલી ને છંધેક્ત કરી *"આઈ સોનલ આદેશ"* ની રચના કરી સમાજને ભેટ આપી છે.
આપણે આ આદેશો ને *"ચારણ સંહિતા અથવા *"ચારણોની ગીતા"* પણ કહી શકીઅે.
આ આદેશો ઘણાબધા પુસ્તકો માં પ્રસિદ્ધી પામ્યા છે તથા લોક કંઠે અને લોક હૈયે ગવાયા પણ છે.
અમે આ આદેશો ને જીવંત રુપ આપવાના પ્રયાસ કરી રહ્યા છીએ જેથી કરી આવનારી યુવાપેઢી ને આદેશોનું અનુસરણ કરવામાં આઈ સોનબાઈ ની આશિષ મળી રહે તેથી ૫૧ આદેશના ૫૧ એપીસોડ ની વેબસીરીશ તૈયાર કરેલ છે.
આજે આઈ મા ના આશિર્વાદથી રાજકોટ ખાતે ચાલી રહેલ ચારણી સાહિત્ય સંગોષ્ઠી કાર્યક્રમમાં આઈશ્રી દેવલમાં ના વરદ્ હસ્તે તેમજ વિશ્વ વિખ્યાત સંત પ.પૂ મોરારીબાપની દિવ્ય સન્નધીમાં તથા સમાજનાં પ્રસિધ કવિઓ ,અગ્રણીઓ ,વડીલો ની દિવ્ય ઉપસ્થીતીમાં મેઘરાજભા મુળુભા રતન (મઢાદ) દ્વારા રચેલ આઈ સોનલ આદેશ વેબસીરીશનું મંગલમય લોંચીગ થયુ છે
*વેબસીરીશ બનાવવાનો હેતુ :-*
સમાજ સુદ્ધારક અને સામાજિક ના પ્રણેતા અેવી ભગવતી આઈશ્રી સોનલમાં ના આદેશો દરેક ઘર અને દરેક ચારણ સુધી પહોંચે અને સરળતાથી જોઈ શકે તેમાથી તેમને પ્રેરણા મળી રહે તે માટે નાનકડો પ્રયાસ કરેલ છે આશા છે કે આપ સૌ ને ગમશે
વધુ માહિતી માટે જોડાયેલ રહો
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો