. 🚩#જય_હો_ચારણત્વ 🚩
સૌ જ્ઞાતિજનો મહારેલી માં પધારો
તા ૨૭/૧૨/૨૦૧૯ શુક્રવાર બપોરે ૦૩:૦૦ વાગ્યે
હર્ષ અને ઉલ્લાસપૂર્વક "સોનલબીજ" ઉજવતા ચારણો " ચારણ એક ધારણ " મહામંત્રને અપનાવે...!
આ યુગમાં ચારણ સમાજ પ્રાદેશિક અલગતાના પ્રશ્નને પ્રતિષ્ઠાનો પ્રશ્ન બનાવવા લાગ્યા છે. જે ઉચિત નથી.
આખાયે સમાજને કુરુઢિઓથી મુક્તિ અપાવનાર ચારણ સમાજ આંતરિક ભેદભાવની સંકીર્ણતાનું સ્વરૂપ ધારણ કરે છે જે ચારણ સમાજની પ્રગતિના માર્ગમાં બાધક રૂપ છે.
આજે જ્યારે વિશ્વબંધુત્વની ભાવના ચારે બાજુ પ્રજ્વલિત બની રહી છે ત્યારે આપણે ચારણ સમાજના બાંધવોએ આંતરિક તેમજ પ્રાદેશિકતાના ભેદભાવ દૂર કરી " ચારણ એક ધારણ " ના મહામંત્રને માનવો જોઈએ અને ભેદભાવોને ખતમ કરવા જોઈએ.
પૂ. આઈમા કહેતા તમે વાડાઓનો ત્યાગ કરો કારણ કે ચારણ ગમે તે જગ્યાએ રહેતો હોય પણ તેના ગુણ ચારણના જ રહેવા જોઈએ.
જ્યારે એક વ્યકિત બીજી વ્યકિતને પૂછતો હોય કે તમે કેવા ચારણ છો ? પરજીયા કે તુંબેલ, કાછેલા કે મારૂ. ત્યારે મને બહુ દુ:ખ થાય છે.
હે ચારણો, તમે એકબીજાને મળો ત્યારે કહો કે અમે સૌ " ચારણ એક ધારણ " છીએ અને એક જ મગની બે ફાડ છીએ. તો પછી ભાઈ ભાઈમાં મતભેદ શું કામ ?
કારણ કે ચારણો એક જ માના સંતાનો છે.
સાડા ત્રણ પહાડા તણા, ચારણ ધારણ એક,
આઈ એમ આખવીયું, વેધુ જાણે વિવેક.
ક્યા મારુ ક્યા ગુજરા, ક્યા પરજ તુંબેલ,
સબકી જનની એક, ક્યું રાખત ભીનભેદ.
ઈશ્વરે નરો ઉપાવિયો, કૃષ્ણ ચોરાડો કીધ,
બ્રહ્મ ચુવો નિપાવિયો, શાખા તીનુ સિદ્ધ.
આશા છે કે ચારણો હવે સાચી દિશાની રાહે આગળ વધશે અને " ચારણ એક ધારણ " ના મહામંત્રને અપનાવશે.
II જય સોનલ માતરમ્ II
#વિરમ_સંઘડિયા 🆚
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો