સૌ માતૃ શક્તિઓને જયમાતાજી 🙏🙏
અખિલ ભારતીય ચારણ ગઢવી મહિલા મહાસભા મહારાષ્ટ્ર સમિતિ તરફથી આઈમાં સોનલ ના પ્રાગટ્ય દિવસે આઈમાં ના ગુણગાન ગાવાના સત્સંગ ના કાર્યક્રમ નું આયોજન કર્યું છે.
તા 15/01/21, સાંજે 4 વાગે.
આ વર્ષે આપડે સૌએ સરકારી નિયમોનું પાલન કરવાનું હોઈને આ કાર્યક્રમ ઓનલાઇન રાખેલ છે.
સત્સંગ ની શરૂઆત પ્રખર ધર્મપ્રેમી, ભક્તિવાન ભજનિક કમશ્રી માતાજી (મોટા લાયજા ) આઈમાં ની સ્તુતિ ગાઈને કરશે તથા આપણને ભજનો ની પ્રસાદી અપાશે. આ સાથે જ બહેનો તરફથી આઈ સોનલ નું જીવન ચરિત્ર, સોનલ આદેશ સાંભળવા નો લ્હાવો મળશે.
સમય ની મર્યાદા પ્રમાણે કોઈ બહેનો ને ભજન ગાવાની ઈચ્છા હોય તો તે પણ ગાઈ શકશે.
આ કાર્યક્રમ ઓનલાઇન હોઈ ઘર બેઠા માતાજીની ભક્તિ કરી શકાશે. આ માટે ની લિંક એક બે દિવસોમાં શેર કરવામાં આવશે.
તો આપ સૌ ને વિનંતી કે નવ વર્ષ ના આ પ્રથમ સામાજિક સત્સંગ કાર્યક્રમ માં જરૂર થી ભાગ લેજો.
ABCGMM સમિતિ ની બહેનો તરફથી જયમાતાજી 🙏🙏
.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો