ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

સોમવાર, 11 જાન્યુઆરી, 2021

આઈશ્રી સોનલમાં ની અમૃતવાણી


આઈશ્રી સોનલમાં ની અમૃતવાણી

મુંબઈમાં પૂ . આઈશ્રી સોનલ  માના આશીવચન
 તા . ૨૯-૧૨-૭૩ ‘ ‘

 પૂ.આઈનો કંઠ અને આંખો મીચેલા ધ્યાનસ્થ ભાવથી એમના હૃદયતળ  માંથી આ પ્રાર્થના દોહો ગહેકી ઉઠ્યો

 શાંતિકરણ જગ ભરણ તું , ઘડણ  ઘણા ભવધાટ , 
નમો આદિ નારાયણી ! વિશ્વરૂપ વેરાટ .

 ત્યારે વાતાવરણમાં વિશુદ્ધિ સવાઈ ગઈ
 પૂ.આઈ એ બે પળ પછી આંખો ઉઘાડીને કહ્યું : “ ચારણો વિદ્યાને વરેલા હતા , તપને વરેલા હતા . એ વાત સાચી . પણ આજે એ વાત જૂની થઈ ગઈ છે , તેને તાજી કરવાની જરૂર છે . વિદ્યા બે પ્રકારની છે . વિદ્યા અને અવિદ્યા . 
જે જાણવાથી આપણું અને બીજાનું હિત થાય અને એ જ્ઞાનને પાછું ’ અમલમાં મૂકાય તે વિદ્યા . અને જે વસ્તુ જાણવાથી પોતાનું અને બીજાનું કંઇ ભલું ન થાય અને જે આચરણમાં ન ઉતરે , કેવળ તર્ક વિતર્ક અને અભિમાન ઉત્પન્ન કરે , તે વિદ્યા નહિ પણુ અવિદ્યા છે . અત્યારે જમાનાને ઝુકાવ વિદ્યા ફરતા અવિદ્યા તરફ વિશેષ છે ન ખાવાનું ખવાય છે , ન પહેરવાનું પહેરાય છે . જે આચરણ ભારત સંકુતિની વિરુદ્ધ છે તેવા આચરણ માં ગૌરવ મનાવા લાગ્યું છે . કાળા બજાર , રૂશ્વત ખોરી ચાલુ છે . ભારતવર્ષ આમાંથી બચે પોતાની સંસ્કૃતીને અપનાવે , સાચી વિદ્યાને વરે , એમ મારી જગદંબા પાસે પ્રાર્થના.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Featured Post

શ્રીમતી વિણાબેન દિલીપદાન ગઢવી (MSC, MED)ને વર્લ્ડ વાઈડ બુક ઓફ રેકોર્ડસ મા સ્થાન પામવા બદલ ખુબ ખુબ અભિનંદન.

ઈડર ની શ્રી કે.એમ.પટેલ વિદ્યામંદિર, ના ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં રસાયણ વિજ્ઞાનના શિક્ષક તરીકે...