કવિશ્રી દાદની રચના
*દૈત્યો તણા આ દેશમાં મારા જુગ સમા દિન જાય છે*
બેટ સમંદર તણે બેઠી જાનકી જકડાય ને,
પૃથ્વીઅે ઢાળી પોપચાં સંભારતી રઘુરાય ને,
દશરથ તણા નંદન હવે ધરતી જ ખાવા ધાય છે,
દૈત્યો તણા આ દેશમાં મારા જુગ સમા દિન જાય છે
ચન્દ્ર મુખી સહિયરું નિત ઘુમતી જેની ઘરે,
ઈ જાનકીની ખડગ ઝાલીને ચોકયું દૈત્યણ કરે,
પલ પલ મારાં પ્રાણ ફફડે મન મારું મુંઝાય છે,
દૈત્યો તણા આ દેશમાં મારા જુગ સમા દિન જાય છે
છે સ્ફટીક મણીના મહેલ પણ વસનાર સૌ વિકરાળ છે,
છે ફુલની સુવાસ પણ સરપો તણી રખવાળ છે,.
કહે *"દાદ"* કંચન થાળમાં નિત પશુ રુધીર પીરસાય છે
દૈત્યો તણા આ દેશમાં મારા જુગ સમા દિન જાય છે
વાહ અદભુત રચના
જવાબ આપોકાઢી નાખોવાહ અદભુત રચના
જવાબ આપોકાઢી નાખો