ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

શુક્રવાર, 30 માર્ચ, 2018

આઈશ્રી સોનલ કેરિયર ડેવલપમેન્ટ એકેડમી રાજકોટ


આઈ શ્રી સોનલમાં સ્ટડી સેન્ટર -રાજકોટ

    (આઈ શ્રી કંકુકેશરમાં દ્વારા પ્રેરીત)

*આપ સૌ ને જણાવવાનું કે સ્પર્ધાત્મક પરિક્ષાના સમયમાં ચારણ (ગઢવી) સમાજમાં સરકારી સેવાઓમાં નિમણુક થવા ઈચ્છતા આપણા સમાજના ઉમેદવારો આઈશ્રી સોનલમાંના આશિર્વાદ અને વડીલોના સહકાર દ્વારા કામગીરી હાથ ધરેલ હોય આ સ્પર્ધાત્મક પરિક્ષા આવનાર ભવિષ્યના સમયમાં આ વર્ગ ઉમેદવારોને ઉપયોગી બની રહે તે માટે નિચે મુજબની કામગીરી અને સેવાઓ હાથ ધરાશે.*


1. સૌરાષ્ટ્રની અનુભવી ટીચીંગ ટીમ જેમા માત્ર સ્પર્ધાત્મક પરિક્ષાના જ ક્ષત્રે કાર્યરત હોય તથા રાજકોટની નામાંકીત સંસ્થાઓમાં સેવા આપી રહ્યા હોય


2. સ્પર્ધાત્મક પરિક્ષામા જરુરી વિષય ઈતિહાસ , ભુગોલ ,ગણીત , વર્ક, સામાન્ય વિગ્નાન, બંધારણ અને કાયદાના નિષ્ણાંતો જેવા કે શ્રી મનિષભાઈ ગઢવી , શ્રી ભૌતિક ઠક્કર (સ્પીપા ફેક્લટી અને મેથ્સ ગુરુ)તથા શ્રી જગતભાઈ ગઢવી જેવી અનુભવી ફેકલ્ટીઓ સેવા આપશે 


3. આવનાર સ્પર્ધાત્મક પરિક્ષાઓ જેવી કે પી.એસ.આઈ. પોલીસ કોન્સટેબલ , તલાટી , હાઈકોર્ટ ક્લાર્ક અને રેલ્વે જેવી સ્પર્ધાત્મક પરિક્ષાઓ માં થવા માટે શોર્ટ કટ રીતોનું ગ્નાન આપવામાં આવશે.


4.  સમયાંતરે પરિક્ષાઓનું આયોજન હાથ ધરાશે .


5  સ્પર્ધાત્મક પરિક્ષા માટે જરુરીયાત મુજબનું સચોટ અને ખરુ સાહિત્ય પણ આપવામાં આવશે.


6.  નક્કી થયેલ ફેકલ્ટી સિવાય અન્ય કોઈ મહેમાન કે અન્ય દ્વારા ક્યારેય પણ વિદ્યાર્થીઓના સમય બગાડવામાં નહિ આવે.


7.  આ સ્પર્ધાત્મક તાલીમ વર્ગો સેવાકીય હેતુ થી અેટલે કે ટોકન દરે ફ્રી થી શરુ કરવાના હોય તો દરેક ઉમેદવાર સહકાર અને સેવાના માધ્યમથી જોડાઈ તે ઈચ્છનીય છે.


8.  આ સ્પર્ધાત્મક વર્ગ ફક્ત સેવાકીય હેતુ માટે જ કરવાનો થતો હોય સમાજના અગ્રણીઓ તથા ભામાશાઓ રસ દાખવે તે ઈચ્છનીય હોય તો સહકાર આપવા વિનંતી છે.


*નોંધ :- નિચે જણાવેલ મોબાઈલ નંબર પર વોટ્સએપ અથવા ફોન કરી રજીસ્ટેશન કરાવવું ફરજીયાત છે.*


*સંપર્ક :-*


*આઈશ્રી સોનલ કેરિયર ડેવલપમેન્ટ એકેડમી રાજકોટ*


*વધારે માહિતી માટે સંપર્ક*

*એસ.એન.ગઢવી- 9974023007*

*જયવીર ગઢવી - 9724320818*


*ચારણત્વ બ્લોગ પર જોવા માટે*


*વંદે સોનલ માતરમ્*

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો