Sponsored Ads
શુક્રવાર, 20 મે, 2022
સોનલ માં મંદિર ના ૯ માં પાટોત્સવ ઉજવણી નું આયોજન
મંગળવાર, 10 મે, 2022
કાઠડાના યુવાને ૪૦૦ મીટર દોડમાં રાષ્ટ્રીય કક્ષાએ તૃતિય સ્થાન
કાઠડાના યુવાને ૪૦૦ મીટર દોડમાં રાષ્ટ્રીય કક્ષાએ તૃતિય સ્થાન : મૂળ કાઠડાના અને માંડવી રહેતા દેવેન્દ્ર ખેતસી ગઢવીએ 400 મીટર દોડની હરીફાઈમાં નેશનલ કક્ષાએ તૃતીય નંબર મેળવી માંડવીનું ગૌરવ વધાર્યું હતું. સ્પોર્ટ્સ ઓથોરિટી ક્લબ એશિયન ગેમ્સ દ્વારા ઓપન એજ અથલેટિક્સનો આયોજન અમરેલી ખાતે કરાયું હતું. જેમાં નેશનલ કક્ષાએ ૪૦૦ મીટર દોડમાં દેવેન્દ્ર ગઢવીએ ત્રીજો સ્થાન મેળવી અનેરી સિદ્ધિ હાંસલ કરી હતી.
આર્મીમાં જોડાઈ દેશની સુરક્ષામાં સેવારત થવાની ખેવના ધરાવતા દેવેન્દ્ર ખેતશી ગઢવી સામાન્ય પરિવારમાંથી આવે છે અને અગાઉ વર્ષ 2019 માં સુરત ખાતે ખેલ મહાકુંભમાં ટેની કોઈટ માં રાજ્યમાં દ્વિતીય તેમજ ચાલુ વર્ષે ભુજ ખાતે આયોજિત એથ્લેટિક્સમાં ૪૦૦ મીટર દોડમાં રાજ્યમાં તૃતીય નંબર મેળવ્યું હતું. તેણે માતા-પિતા અને પરિવાર દ્વારા મળતી પ્રેરણાને પ્રોત્સાહન બળ ગણાવ્યું હતું.
અગાઉ એટલાન્ટિકમાં મળેલી સિદ્ધિ બદલ ખીમજી રામદાસ ટ્રસ્ટ અને આઇપીએસ સુભાષ ત્રિવેદીના હસ્તે તેમજ ચારણ સમાજ દ્વારા પણ તેનું સન્માન થઈ ચૂક્યું છે. માંડવીની એસ. વી.કોલેજમાં ટી.વાય.બી.એ નો અભ્યાસ કરતા દેવેન્દ્ર ગઢવીને તેની સિદ્ધિ બદલ ચારણ સમાજના પ્રમુખ વિજયભાઇ ગઢવી, રાણસીભાઇ ગઢવી, ભારુભાઈ ગઢવી(કાઠડા), વિરમભાઇ ગઢવી(નાના લાયજા) અને સ્નેહીજનો માંથી અભિનંદન મળી રહ્યા છે.
રવિવાર, 8 મે, 2022
ચારણ/ગઢવી સમાજ ના જજ (ન્યાયાધીશ) સાહેબશ્રી ઓ ની નીચે પ્રમાણે બઢતી અને બદલી થયેલ છે.
શનિવાર, 7 મે, 2022
ચારણ સમાજનું ગૌરવ :- પ્રતાપદાન શંભુદાન મહેડુ
મંગળવાર, 3 મે, 2022
આઈ શ્રી મોગલધામ ભગુડા ખાતે ૨૬મો પાટોત્સવ અને ૮મો માં મોગલ શક્તિ એવૉર્ડ અર્પણ સમારોહ નું ભવ્ય આયોજન
મંગળવાર, 12 એપ્રિલ, 2022
ચારણ સમાજનુ ગૌરવ
*ચારણ સમાજનુ ગૌરવ*
શૈક્ષણિક વર્ષ ૨૦૨૦-૨૦૨૧ દરમ્યાન લેવાયેલ નેશનલ એલીજીબીલીટી કમ એન્ટ્રસ ટેસ્ટ (NEET) પાસ કરી યશ સંજયદાન ગઢવી જુનાગઢ મેડીકલ કોલેજમાં MBBS ના પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવેલ છે
અને તેમની સાથે જ નંદિની સંજયદાન ગઢવી એ પણ નેશનલ એલીજીબીલીટી કમ એન્ટ્રસ ટેસ્ટ (NEET) પાસ કરી જુનાગઢ નોબલ હોમીયોપેથીક મેડીકલ કોલેજમાં પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવેલ છે .
ગત વર્ષે જુનાગઢ નરસિંહ મહેતા યુનિ.માં એમ.એસ.સી. માઇક્રો બાયોલોજી પરીક્ષામાં પ્રથમ ક્રમે ઉતીર્ણ થઈ ગોલ્ડ મેડલ મેળવી મેઘા સંજયદાન ગઢવી એ ચારણ સમાજનું ગૌરવ વધારેલ છે .
અને હાલ તેઓ પીએચડી માં અભ્યાસ કરે છે . યશ , નંદિની અને મેઘા ના પિતા સંજયદાન હિંમતદાન ગઢવી મુળ સનાળી ગામના અને લીલા પરીવારના હોય , આ પરીવારના કવિ શ્રી કરણભાઇ અને કવિ શ્રી મેકરણભાઇ અને પરદાદા ગગુભાઇ લીલાના ઉજ્જવળ વારસાને જ્વલન સફળતા મેળવી ઉજાગર કરેલ છે .
તેમજ બાળકોની શૈક્ષણિક સફળતામાં પિતા તથા માતા અંજનાબેન ગઢવી નું નોંધપાત્ર યોગદાન રહેલ છે . યશ , નંદિની અને મેઘા ના મોસાળ પક્ષે પદ્મશ્રી લોકસાહિત્યકાર ભીખુદાનભાઇ ગઢવી નાના બાપુ થતા હોય આમ , મોસાળ પક્ષ તેમજ પિતુ પક્ષ અને સમગ્ર ચારણ સમાજનું ગૌરવ વધે તે રીતે ઉતીર્ણ થઈ સમાજનું તેમજ લીલા પરીવારનું ગૌરવ વધારેલ છે .
સંજયદાન ભાઈ લીલા પરિવાર ને ખૂબ ખૂબ અભિનંદન 💐💐💐
આજ રોજ. તારીખ ૧૨/૪/૨૦૨૨ ઐતિહાસિક શહેર અંજાર, ખાતે આદરણીય પૂ.માવલ સાબાણીના નામના રોડની તકતીના અનાવરણ પ્રસંગ. યોજયેલ
Featured Post
દેવભૂમિ દ્વારકાની દીકરી દેવલબેન ભરતભાઈ ગઢવીની GPSC વર્ગ-૨માં ભવ્ય સફળતા – રાજ્ય કર અધિકારી (GST) તરીકે પસંદગી મેળવી ગઢવી સમાજનું ગૌરવ વધાર્યું!
દેવભૂમિ દ્વારકાની દીકરી દેવલબેન ભરતભાઈ ગઢવીની GPSC વર્ગ-૨માં ભવ્ય સફળતા – રાજ્ય કર અધિકારી (GST) તરીકે પસંદગી મેળવી ગઢવી સમાજનું ગૌરવ વધાર્ય...
-
आजे(ता.25-11-2016) ऐटले पद्म श्री दुला भाया काग (भगत बापु)नी जन्म जयंती छे आजे काग बापु ना टुंकमां परिचय साथे तेमना स्वरमां अप...
-
આઈ નાગબાઈ ના દોહા ગંગાજળીયા ગઢેચા, (તું) જૂને પાછો જા (મારૂં) માન ને મોદળ રા' ! (નીકે) મું સાંભરીશ માંડળિક॥૧॥ ગંગાજળિયા ગઢેચા વાતુ...
-
મુસાફિર હું મુસાફિર છું II ગઝલ || મુસાફિર હું મુસાફિર છું , લહેરની વાટ લેવી છે , મળે સથવારો જો સારો , તો એક બેવાત કેવી છે ... ટેક ગવનના ...