*ચારણ સમાજનુ ગૌરવ*
શૈક્ષણિક વર્ષ ૨૦૨૦-૨૦૨૧ દરમ્યાન લેવાયેલ નેશનલ એલીજીબીલીટી કમ એન્ટ્રસ ટેસ્ટ (NEET) પાસ કરી યશ સંજયદાન ગઢવી જુનાગઢ મેડીકલ કોલેજમાં MBBS ના પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવેલ છે
અને તેમની સાથે જ નંદિની સંજયદાન ગઢવી એ પણ નેશનલ એલીજીબીલીટી કમ એન્ટ્રસ ટેસ્ટ (NEET) પાસ કરી જુનાગઢ નોબલ હોમીયોપેથીક મેડીકલ કોલેજમાં પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવેલ છે .
ગત વર્ષે જુનાગઢ નરસિંહ મહેતા યુનિ.માં એમ.એસ.સી. માઇક્રો બાયોલોજી પરીક્ષામાં પ્રથમ ક્રમે ઉતીર્ણ થઈ ગોલ્ડ મેડલ મેળવી મેઘા સંજયદાન ગઢવી એ ચારણ સમાજનું ગૌરવ વધારેલ છે .
અને હાલ તેઓ પીએચડી માં અભ્યાસ કરે છે . યશ , નંદિની અને મેઘા ના પિતા સંજયદાન હિંમતદાન ગઢવી મુળ સનાળી ગામના અને લીલા પરીવારના હોય , આ પરીવારના કવિ શ્રી કરણભાઇ અને કવિ શ્રી મેકરણભાઇ અને પરદાદા ગગુભાઇ લીલાના ઉજ્જવળ વારસાને જ્વલન સફળતા મેળવી ઉજાગર કરેલ છે .
તેમજ બાળકોની શૈક્ષણિક સફળતામાં પિતા તથા માતા અંજનાબેન ગઢવી નું નોંધપાત્ર યોગદાન રહેલ છે . યશ , નંદિની અને મેઘા ના મોસાળ પક્ષે પદ્મશ્રી લોકસાહિત્યકાર ભીખુદાનભાઇ ગઢવી નાના બાપુ થતા હોય આમ , મોસાળ પક્ષ તેમજ પિતુ પક્ષ અને સમગ્ર ચારણ સમાજનું ગૌરવ વધે તે રીતે ઉતીર્ણ થઈ સમાજનું તેમજ લીલા પરીવારનું ગૌરવ વધારેલ છે .
સંજયદાન ભાઈ લીલા પરિવાર ને ખૂબ ખૂબ અભિનંદન 💐💐💐
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો