આજ રોજ. તારીખ ૧૨/૪/૨૦૨૨ ના રોજ ઐતિહાસિક શહેર અંજાર, આદરણીય પૂ.માવલ સાબાણીના નામના રોડની તકતીના અનાવરણ પ્રસંગ. યોજાયેલ
જેમાં પૂજ્ય રુપલ આઈ રામપરા(ગીર)
તથા ચારણ મહાત્મા પુજ્ય પાલુ ભગત (કાળીપાટ, રાજકોટ)
આઈ શ્રી જાલુ (ખોડાસર)
આઈ શ્રી ચાંપલધામ સ્થિત આઈ શ્રી મેઘબાઈ માં..
તેમજ અન્ય માતાજીઓ તથા ચારણ સમાજ નાં દરેક ક્ષેત્રના અગ્રણીઓ.
શ્રી મોમાયાભાઈ ગઢવી (ડાયરેક્ટર ખાદી ગ્રામોદ્યોગ વિકાસ)
મહેન્દ્રભાઈ ગઢવી..( કચ્છ જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન)
પ્રખર ગૌ સેવક એવમ્ આરોગ્ય વિષયક સેવાના ભેખધારી શ્રી રાજભા કરમણભા ગઢવી..
ચરજ નેટવર્ક નાં મુખ્ય સંપાદક કવિશ્રી દિનેશભાઈ માવલ.
ડો બળવંતભાઈ ખડીયા સાહેબ. અને ગાંધીધામ ગઢવી યુવક મંડળ નાં પ્રમુખ શ્રી વિપુલભાઈ ગઢવી. તથા અંજાર.. આદિપુર, ગાંધીધામ, તથા સમગ્ર કચ્છ/ વાગડ વિસ્તારના ચારણો ની હાજરી હતી...
કાર્યક્રમ ની શરૂઆત પૂજ્ય માવલ સાબાણી માર્ગ ની અનાવરણ..વીધી..આઈ શ્રી રુપલ માં તથા ચારણ મહાત્મા પાલુ ભગત નાં હસ્તે શાસ્ત્રોક્ત વિધિ થી કર્યાં બાદ ભવ્ય શોભાયાત્રા નીકળી હતી જે અજેપાળદાદા નાં મંદિરે પૂર્ણ થઈ હતી.
ચારણ આઈઓ - સંતો.. મહાનુભાવો નાં સન્માન બાદ પૂજ્ય પાલુ ભગત બાપુ દ્વારા પ્રસંગોચિત ઉદબોધન.બાદ માં મહાપ્રસાદ..બપોર બાદ દાંડીયારાસ નો કાર્યક્રમ યોજાયો હતો...
અંજાર ચારણ સમાજ ના હોદેદારો તથા યુવાનોએ સમગ્ર કાર્યક્રમનું સુપેરે સંચાલન કરવામાં આવ્યું હતું
દરેક યુવાનો તેમજ કાર્યક્રમ સાથે સંકળાયેલ દરેક ને ખૂબ ખૂબ અભિનંદન 💐💐💐
માહિતી :- આદરણીય શ્રી મહીંદાનભાઈ ગઢવી , આદિપુર , કચ્છ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો