ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

શનિવાર, 27 ફેબ્રુઆરી, 2021

આદરણીય શ્રી જબરદાન જી ગઢવી નિષ્ઠાવાન સમાજ સેવા

આજે વાત  આદિપુર કન્યા છાત્રાલય  ની  કરવી  છે  
સામાન્ય રીતે  દાતા  દાન  આપી દે  પછી એમની પાસેથી  બીજી  કોઈ  અપેક્ષા  ન રખાય... પણ  એક સ્વપ્ન  દ્રષ્ટા  સજ્જનદાતા  પોતાનું  સપનુ  શ્રેષ્ઠ રીતે  સાકાર  
 થાય એટલા માટે  કેટલી નિષ્ઠા થી પ્રયત્ન શીલ હોય છે  એના પ્રત્યક્ષ   દાખલાની વાત  કરવી છે.
  
છાત્રાલય માં  આમતો ગૃહમાતા ની નિમણુક કરવામાં આવી હતી  અને  તેમણે મર્યાદિત સંખ્યામાં  દિકરીઓ હસે  ત્યાં સુધી  રસોઇ બનાવી  આપવાની જવાબદારી  સ્વીકારી હતી  પણ  તે  બેન શ્રી  યોગ્ય  ન  જણાતા  તેમને છુટા કરવામાં  આવ્યા
   
 હવે દિકરીઓ ના  ભોજન  ની  નવો રસોયા ન  આવે ત્યાં સુધી  શું વ્યવસ્થા  કરવી  એવી  સમસ્યા  ઊભી થઈ  
 
પણ   જબરદાનભાઇ ( Jabardan Naranji Gadhvi ) કયાં  જવાબદારી  માંથી  પાછા  પડે એવા છે  તેમણે રોજ ભોજન પોતાના  ઘેર  તૈયાર  કરી  દિકરીઓ ને  જમાડતા  રહ્યા  પછી  રસોયા ની  નિમણુક કરવામાં આવી  પણ   કોઇ કારણ વસાત રસોયો આવી શકયો નંહી  પણ  હાર  માને  એ બીજા  
સીતેર વરસ ના આ જુવાને પોતાની શારીરિક  તકલીફો  ને  ભુલી  (જેમને પાણી આપવા માટે પણ ઘેર નોકર છે)
સાહેબ  રસોડા માં  પંહોચી ગયા ।" અપના હાથ  જગન્નાથ  "...પિતા  તરીકે  ની  ફરજો તો  તેઓ  અદકેરી રીતે  નિભાવતા જ હતા પણ  આજે  મા ની ભૂમિકા  પણ  બખૂબી  નિભાવી  
 
   આવા  ઉદાહરણો કદાચ કયાંય જોવા  નહીં મળે 
  જબરદાનભાઇ  ને  આ અંગે  પૂછ્યું  તો  કહે " કન્યા છાત્રાલય  મારું સ્વપન હતું એ સાકાર થતાં  મારા જીવનમાં  નવી ચેતના  નો સંચાર થયો છે આ છાત્રાલય  મારા માટે  મંદિર છે ને  તેમાં રહી અભ્યાસ  કરતી દિકરીઓ  મારે માટે  જગદંબા  છે  એમને  ભુખી થોડી રખાય"
પોતે લીધેલી જવાબદારી  પ્રત્યે  આટલી  નિષ્ઠા  વંદન છે  આપને  જબરદાનભાઇ  આપની  નમ્રતા  નિષ્ઠા  સરળતા અને  પરોપકારી  સ્વભાવ  ને  બિરદાવવા  શબ્દો  ઓછા પડે છે 
  
ભગવતી આપને  સ્વસ્થ  તંદુરસ્ત દીર્ઘાયુ  આપે  અને  આપના  હાથે જ્ઞાતિ હિત  અને માનવ સેવાના  વધુ  શુભ કાર્યો  સદા  થતા રહે  એવી મંગલકામના
A thought with conviction becomes a dream.
A dream with a plan becomes a vision.
A vision with dedication becomes reality.

સૌજન્ય :- શ્રી  મહિદાન ભાઇ ડી.ગઢવી 

શુક્રવાર, 26 ફેબ્રુઆરી, 2021

આજ રોજ રાજુલા અને જાફરાબાદ ના ચારણ - ગઢવી સમાજના પ્રમુખશ્રી ની સર્વાનુમત્તે વરણી કરવામાં આવેલ.


આજ રોજ રાજુલા અને જાફરાબાદ ના ચારણ -  ગઢવી સમાજના પ્રમુખશ્રી ની સર્વાનુમત્તે વરણી કરવામાં આવેલ.

આજ રોજ તા.૨૬-૨-૨૦૨૧ ના રોજ અમુલી ગામ ખાતે  ચારણ - ગઢવી સમાજની મીટીંગ યોજાયેલ જેમાં સર્વાનુમત્તે ભાઈશ્રી રમેશભાઈ લાભુભાઈ મુળીયા ની  રાજુલા, જાફરાબાદ ચારણ - ગઢવી સમાજના પ્રમુખશ્રી તરીકેની વરણી કરવામાં આવેલ છે. 
જે મીટીંગ માં ચારણ - ગઢવી સમાજના અલગ અલગ ગામના આગેવાનો ,વડીલો ,તેમજ અખિલ ભારતીય ચારણ - ગઢવી મહાસભા (યુવા) ના હોદેદારો તેમજ ભાદરા થી આઇશ્રી મીણબાઈમા ની પાવન ઉપસ્થિતિ રહી હતી.



*સંગઠન એજ સમાજ પ્રગતિ નો શ્રેષ્ઠ માધ્યમ છે*

           *વંદે સોનલ માતરમ*

સોમવાર, 22 ફેબ્રુઆરી, 2021

અમુલી ખાતે ચારણ સમાજની મીટીંગ નું આયોજન

ચાલો અમુલી ........ ચાલો અમુલી 🚩🚩🚩

સમય સમય બલવાન હૈ નહીં પુરૂષ બલવાન તેમ સમયે સમયે સમાજમાં પરિવર્તન લાવવુ તે આપણી સૌની નૈતિક ફરજ છે. હાલના સમય પ્રમાણે આપણા સમાજની એકતા,સંપ, અને જાગૃતિ હોવી ખૂબ જરૂરી છે.
આપણા જરૂરિયાત મંદ પરિવાર ને મેડિકલ ક્ષેત્રે તેમજ આર્થિક મદદરુપ બનવા હેતુસર એક નાનકડો પ્રયાસ કરેલ છે.
*તારીખ ૨૬-૨-૨૦૨૧ ને શુક્રવાર ના રોજ અમુલી ગામ ખાતે રાજુલા તાલુકાના  આપણા  ગઢવી સમાજની એક મીટીંગ નું આયોજન કરેલ છે*  તો આપ સર્વે  યુવાનો પોતાનો કિંમતી સમય ફાળવીને હાજરી આપશો તેવી અપેક્ષા.

આઈમા સોનલ એવું કેતા કે કોઈ ગામ જમાડે તો ગામ જમાડાઈ પણ કોઈ લાકડી મારે તો એને સામે લાકડી મારવાની ભાવના ના રખાઈ તેવી રીતે સમાજનું કોઈ સારું કાર્ય થતું હોય તો તેમાં બની શકે તેટલો સહકાર અપાઈ નહીં કે વિરોધ કરવો.

સ્થળ :- અમુલિ, તાલુકો :- રાજુલા 
તારીખ :- 26-2-2021 શુક્રવાર 
સમય :- ૩:૦૦ થી ૬:૦૦

શનિવાર, 20 ફેબ્રુઆરી, 2021

ચારણ સમાજનું ગૌરવ

ચારણ સમાજનું ગૌરવ 


મુળ ગામ હજનાળી (મોરબી) ના વતની કચ્છ જિલ્લા પંચાયતના ડેપ્યુટી એન્જિનિયર સ્વ. મનહરદાન પોપટદાન બારહટ્ટ (મનુભાઈ) અને સ્વ. જામબાના દિકરા શ્રી ઉપેશ કુમાર મનહરદાન બારહટ્ટને ઈન્ડિયન આર્મીમા બ્રિગેડીયરનુ ગૌરવપ્રદ પ્રમોશન મળવા બદલ હ્રદય પૂર્વક અભિનંદન. 
હાલ તેઓ "ઈન્ડિયન આર્મી" ના એક "સિક્રેટ ઑપરૅશન વીંગ" મા કાર્યરત હોઈ...આર્મીના કાયદા કાનૂન મુજબ તેમની યુનિફોર્મ સાથેની તસવીર પ્રગટ કરવી કાયદા વિરૂદ્ધ છે. 
ગઢવી સમાજ માથી બ્રિગેડીયર કક્ષાએ પહોચનાર કદાચ પ્રથમ ચારણ ગઢવી હશે. તેઓના નાના ભાઈ ડાયરેકટ ડીએસપી/ડીસીપી  શ્રી રાહુલદાન બારહટ્ટ(ips) તથા તેમના ધર્મપત્ની શ્રીમતી મમતા રાહુલ બારહટ્ટ(ips) પણ તાજેતરમા જ ડીએસપી/ડીસીપી રેંકમાથી પ્રમોશન મેળવીને ડેપ્યુટી ઈન્સપેકટર જનરલ ઑફ પોલીસ(DIG) ના પદ ઉપર રાજસ્થાન રાજય સરકારમા ફરજો બજાવે છે.
 બ્રિગેડિયર ઉપેશદાન મનહરદાન બારહટ્ટ એ મુળ ગામ હજનાળી ના વતની છે. તથા કવાડીયાના ખડીયા પરિવારના ગંભીરસિંહ ભગવતસિંહ ખડીયાના જમાઈ છે.
 તથા ગામ સુમરી (જામનગર) ના સિંહઢાયચ પરિવારના ભાણેજ છે.

 ચારણો માટે ગૌરવ લઈ શકાય એવા યશસ્વી પદે પહોચવા બદલ  ઉપેશદાન બારહટ્ટ તથા રાહુલદાન બારહટ્ટ અને મમતા બારહટ્ટને  અભિનંદન🙏🕵️‍♀️🙏

कविश्री काग अेवोर्ड‌ 2021



.      कविश्री काग ऐवोर्ड -2021

विश्व वंदनीयश्री मोरारिबापु प्रेरित कविश्री कागबापु लोकसाहित्य‌‌ अेवोर्ड‌ अर्पण विधि , विश्व वंदनीयश्री मोरारीबापुना वरद् हस्ते निचे मुजब आपवामां आवशे .

*(1) स्व श्री गीगाभाई बारोट (डोळीया)* 
*(2) स्व श्री मनुभाई गढवी  (मुंबई)*
*(3) श्री बळवंतभाई जानी (राजकोट)*
*(4) श्री योगेळभाई गढवी (बोक्षा)*
*(5) श्रीमती काशीबेन गोहील (भावनगर)*
*(6) श्री नाहरसिंह जसोल  (तेमावास,राजस्थान)*

ता. 17-3-2021 रात्रीना  कागधाम मजादर खाते पू. मोरारीबापुना वरद् हस्ते कविश्री काग ऐवोर्ड आपवामां आवशे. 

कागने फळीये कागनी वातुं :-
ता 17-3-2021 बपोरना 3 थी सांजना 6
पद्मश्री भीखुदानभाई गढवी
श्री शाहबुदीनभाई राठोड

पद्मश्री कवि कागबापु ट्रस्ट द्वारा सहु काग प्रेमीने पधारवा निमंत्रण पाठवेल छे‌

कार्यक्रम संकलन :-
श्री बळवंतभाई जानी 

कवि काग ऐवोर्ड-2021 मेळववा बदल खूब खूब अभीनंदन
💐💐💐💐


                🙏 वंदे सोनल मातरम्  🙏

શુક્રવાર, 12 ફેબ્રુઆરી, 2021

ચારણ સમાજનું ગૌરવ...

ગઢવી સમાજનું ગૌરવ...

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા આયોજિત બિન હથિયારી પોલીસ ઈન્સ્પેક્ટર (વર્ગ - ૨) સીધી ભરતીમાં ગઢવી સમાજના બે યુવાનોની પસંદગી થવા બદલ ખૂબ ખૂબ અભિનંદન સહ શુભેચ્છાઓ...

(૧) સવરાજ દેવરાજભાઈ ગીલવા.
(૨) મયુર દેવાંગભાઈ ગઢવી.

ઝરપરા અને રાયણમાંથી સૌ પ્રથમ P.I.બનવા બદલ બંને ભાઈઓને 
ખુબ ખુબ અભિનંદન....


સોમવાર, 1 ફેબ્રુઆરી, 2021

જૂનાગઢ ખાતે આઈશ્રી સોનલમાં ચારણ કન્યા છાત્રાલય ખાતે પદ્મશ્રી દાદબાપુ નો સન્માન કાર્યક્રમ યોજાયો.




તા 31..1.2021 જૂનાગઢ ખાતે આઈશ્રી સોનલમાં ચારણ કન્યા છાત્રાલય ખાતે પદ્મશ્રી દાદબાપુ નો સન્માન કાર્યક્રમ યોજાયો.
મેરુભા મેઘાણંદ કેળવણી મંડળ જૂનાગઢ ના ટ્રસ્ટીઓ શ્રી ગોવિંદભાઈ લીલા.શ્રી પી.ડી ગઢવીસાહેબ તથા અન્ય ટ્રસ્ટી ઓ તથા આમંત્રિત મહેમાનો દ્વારા પદ્મશ્રી દાદબાપુ નું અદકેરું સન્માન કરવામાં આવ્યું હતું.
સાથે સાથે સ્વ કવી શ્રી હિંગોળદાન નરેલા ના પુસ્તક "હાજર છે હિંગોળ"નું વિમોચન શ્રી દાદબાપુ ના હસ્તે રાખવામાં આવ્યું હતું.
પદ્મશ્રી ભીખુદાનભાઈ ગઢવી.રાજકોટ થી શ્રી અંબાદાન રોહડિયા શ્રી નિતુભાઈ જીબા.
મઢડા થી શ્રી ગીરીશઆપા...ઈશ્વરભાઈ લીલા...નિલેશભાઈ લાંગાવદરા ...જૂનાગઢ DYSP શ્રી રતનું સાહેબ..રાજકોટ થી શ્રી જે.બી.જાડેજાસાહેબ ..જૂનાગઢ મીનરાજ વિદ્યા સંકુલ ના શ્રી યોગીભાઈ પઢીયાર હાજર રહ્યા હતા.
કાર્યક્રમ નું ખૂબ જ સુંદર સંચાલન શ્રી દિનેશભાઇ માવલ (જામનગર) દ્વારા કરવામાં આવ્યું હતું.
શ્રી દાદબાપુ ના સુપુત્ર શ્રી જીતુદાદ ગઢવી
દ્વારા દાદબાપુ ના સન્માન બદલ પોતાનો રાજીપો વ્યક્ત કર્યો હતો.

માહિતી મોકલવા બદલ નિલેશભાઈ ગઢવી (જેતપુર) નો ખૂબ જ આભાર.

Featured Post

આજે ભાદરવા વદ -૯ એટલે નાગદમણ અને રુકમણી હરણના રચિયતા સંત શિરોમણિ સાંયાજી ઝુલાની ૪૫૦ મી જન્મ જયંતી

આજે ભાદરવા વદ -9 એટલે નાગદમણ અને રુકમણી હરણના રચિયતા સંત શિરોમણિ સાંયાજી ઝુલાની ૪૫૦ મી જન્મ જયંતી છે. ભારતમાં સનાતન વૈદિક ધર્મન...